Abtak Media Google News

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત

લાંબા પાસેથી સ્વિમિંગ ચાલુ કરી વિસાવાડા ખાતે પહોંચ્યા

અબતક,રાજકોટ

ભારતમાં પહેલીવાર દ્વારકા ( કૃષ્ણનગરી ) થી-( શિવનગરી ) એરેબિયન સાગરમાં સમુદ્ર તરણ તથા ક્યાકીંગ આયોજન કરવા જઇ રહ્યા છીએ.માનનીય વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની રમત ગમત ના માધ્યમ થી સશક્ત રાષ્ટ્રના નિર્માણ ની કલ્પના છે.જે સાકાર કરવા માટે આપણા બાળકો સાહિસક નીડર અને ચરિત્રવાન બને તે માટે આ સુંદર આયોજન કરવા માં આવ્યું .

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આજ સવારે 7 વાગ્યે યોગા અને સૂર્ય નમસ્કાર કરી અને લગભગ સવારે 8.00 વાગ્યે લાંબા પાસે થી સ્વિમિંગ ચાલુ કરી અંદાજે 22 કિલોમીટર વિસાવાડા પાસે આ કાર્યક્રમ પહોંચેલ છે આજ રાત નો મુકામ હર્ષદમાતા ખાતે થી જગડુશાહ ખાતે કરેલ છે કુલ 7 દિવસમાં અંદાજે 76 કિલોમીટર જેટલું અંતર પૂરું કરેલ છે

ગુજરાત રાજ્યના અન્ન , નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાની બાબતો ના મંત્રી  ગજેન્દ્રસિહ પરમાર તથા આરોગ્ય સમિતીના ચેરમેન અને નાવદ્રા ગામ ના સરપંચ નથુભાઈ ચાવડા અને કલ્યાણપુર ના મામલતદાર  મહેન્દ્રભાઈ પટેલ અને પોરબંદર થી ખારવા સમાજ ના આગ્રણી લાધુભાઈ સોનેરી , પ્રેમજીભાઈ ભરાડા નો હર્ષદ ખાતે પહોચી બાળકોને આશીર્વાદ પાઠવેલ અને જરૂરી મદદ કરવા આશ્વાસન આપ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.