Abtak Media Google News

કાશીનું રૂદ્રાક્ષ ક્ધવેન્શન ધર્મનગરીને વૈશ્વિક કિર્તી અપાવશે : વડાપ્રધાને ઉત્તર પ્રદેશને વિકાસનું પ્રતિક ગણાવ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશની મુલાકાત દરમિયાન અનેક વિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કર્યું હતું જેમાં 1500 કરોડથી વધુ યોજનાઓને લીલીઝંડી આપી સરકારની ઉપલબ્ધી અંગે તેને યોગી સરકારને ઉત્તર પ્રદેશના વિકાસ માટે યશભાગી ગણાવ્યાં હતાં. મહત્વના સોપાનોમાં ભારત અને જાપાનની મિત્રતાના પ્રતિક એવાં 186 કરોડના ખર્ચે બનેલાં રૂદ્રાક્ષ ક્ધવેન્શનને કાશીની ધર્મનગરીની ગરીમાને વૈશ્ર્વિકસ્તરે ઉજાગર કરનારું બતાવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી યોગીને આધુનીક ઉત્તર પ્રદેશના નિર્માતા ગણાવીને કોરોના સામે સુદ્રઢ કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં.

વડાપ્રધાને જણાવ્યું હતું મુખ્યમંત્રી યોગીજીએ ઉત્તર પ્રદેશમાં પગ જમાવનાર આતંકવાદીઓને ઉખેડીને ફેંકી દીધા છે મહાદેવના આર્શિવાદથી કાશીનો સંપૂર્ણ વિકાસ થયો છે. મુખ્યમંત્રી યોગીની કાર્યનિષ્ઠાથી જ ઉત્તર પ્રદેશનો વિકાસ થયો અત્યાર સુધી ભાઇ-ભતીજાવાદમાંથી ઉત્તર પ્રદેશને બહાર લાવી વિકાસ વાદ તરફ આગળ વધારવામાં આવ્યું છે.

આધુનિક ઉત્તર પ્રદેશના વિકાસના કારણે રોકાણકારો માટે ઉત્તર પ્રદેશ મૂડી રોકાણકારોની પસંદગી અને નવા ઉદ્યોગો માટે નિમિત બની રહ્યું છે.

મોદીએ કહ્યું યુપીના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ અને ઉર્જાવાન, કર્મઠ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ. આજે કાશીના વિકાસ સાથે જોડાયેલા 1500 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટના શિલાન્યાસ અને લોકાર્પણ કરવાની મને તક મળી છે. બનારસના વિકાસ માટે જે પણ કઈ થઈ રહ્યું છે તે મહાદેવના પ્રસાદ અને લોકોના સહયોગથી ચાલુ છે. મુશ્કેલ સમયમાં પણ કાશીએ બતાવ્યું છે કે તે અટકતી નથી અને થાકતી પણ નથી.

વડાપ્રધાને કહ્યું ભાઈઓ અને બહેન છેલ્લા થોડા મહિનાઓ સમગ્ર માનવજાત માટે ખૂબ જ મુશ્કેલી ભર્યા રહ્યાં છે. કોરોનાએ ખતરનાક રીતે અને સંપૂર્ણ તાકાત સાથે હુમલો કર્યો, જોકે કાશી સહિત યુપીએ સંપૂર્ણ સામાર્થ્યની સાથે આટલા મોટા સંકટનો મુકાબલો કર્યો.

યુપીએ કોરોનાની સેક્ધડ વેવને જે રીતે સંભાળી તે અભૂતપૂર્વ છે. ઉલ્લેખનીય છે કે યુપીની વસ્તી વિશ્વના મોટા-મોટા દેશોથી પણ વધુ છે. બાકી યુપીના લોકોએ એ સમય પણ જોયો છે, જ્યારે મગજના તાવનો સામનો કરવામાં તેમને ઘણી મુશ્કેલીઓ પડી હતી. પહેલા સંશાધનોની અછત અને ઈચ્છા શક્તિના અભાવમાં નાના-નાના સંકટ પણ વિકરાળ થઈ જતા હતા. આ તો છેલ્લા 100 વર્ષમાં વિશ્વમાં આવેલી મહામારીઓમાં સૌથી મોટી છે. તેને રોકવામાં યુપીના લોકોનું યોગદાન ઉલ્લેખનીય છે.

વારાણસીમાં સ્વાસ્થ્ય સુવિધાઓ વધી

મોદીએ કહ્યું સાફ સફાઈ અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલું જે ઈન્ફ્રાસ્ટ્રકચર અહીં તૈયાર થઈ રહ્યું છે, તે કોરોના સામેની લડાઈમાં મદદગાર થશે. આજે યુપીમાં ગામમાં સ્વાસ્થ્ય કેન્દ્ર હોય, મેડિકલ કોલેજ હોય, એમ્સ હોય દરેક પ્રકારના સુધારા થઈ રહ્યાં છે. 4 વર્ષ પહેલા અહીં ડઝન જેટલી કોલેજ હતી, તે હવે 4 ગણી થઈ ગઈ છે. ઘણા બધા બીજા બેન પણ રહ્યાં છે. સાડા પાંચ સો ઓક્સિજન પ્લાન્ટ બનાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.