Abtak Media Google News

જિલ્લામાં રવિવારે 43 હજાર ઉમેદવારો આપશે જુનિયર કલાર્કની પરીક્ષા : અંદાજે 150 જેટલા કેન્દ્રો રહેશે, તમામ કેન્દ્રો ઉપર ચાર પોલીસ કર્મીઓનો બંદોબસ્ત મુકાશે

જુનિયર કલાર્કની પરીક્ષા પારદર્શક અને સુરક્ષિત વાતાવરણમાં યોજવા તંત્ર સજ્જ છે. તેમ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ કહ્યું હતું. તેઓએ ઉમેર્યું કે જિલ્લામાં રવિવારે 43 હજાર ઉમેદવારો જુનિયર કલાર્કની પરીક્ષા આપશે. અંદાજે 150 જેટલા કેન્દ્રો રહેશે આ તમામ કેન્દ્રો ઉપર ચાર પોલીસ કર્મીઓનો બંદોબસ્ત મુકાશે.

Rajkot Collector Prabhav Joshi

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા  9 એપ્રિલના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવનાર છે. જેમાં આશરે નવ લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. અગાઉ જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતાં પરીક્ષા રદ કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ફરીથી પરીક્ષાનું આયોજન કરાયું છે. ત્યારે જુનિયર ક્લાર્કની પરીક્ષા અનુસંધાને રાજકોટ કલેકટર પ્રભવ જોશી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.

રાજકોટ કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગામી 9 એપ્રિલના રોજ જુનિયર વર્ગ 3ની સ્પર્ધાત્મક પરીક્ષા યોજાશે. જેમાં રાજકોટ જિલ્લાના 150 કેન્દ્ર પર કુલ 43,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પેપર ફૂટે નહીં તે માટે તંત્ર સતર્ક બન્યું છે અને કલેક્ટર ઓફિસના સ્ટાફને તાલીમ પણ આપવામાં આવી છે. રાજકોટ જિલ્લાના દરેક કેન્દ્ર પર પીએસઆઈ, એએસઆઇ તેમજ ચાર પોલીસ કર્મીઓ હાજર રહેશે તેમના દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

ઉમેદવારો માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો  જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું કે કોઈ પણ વિદ્યાર્થીઓને તકલીફ પડે તો હેલ્પ લાઇન નંબર 0281-2441248 ઉપર સંપર્ક કરવાનો રહેશે. ઉમેદવારો નિર્વિઘ્ને પરીક્ષા આપી શકે અને પોતાની કારકિર્દી ઘડવાની તક કોઈ પણ અશાંતિ વગર મેળવી શકે તે માટે આ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.