ઝૂલતા પુલ કાંડમાં તંત્રનું લાલીયાપણું: અંતે હાઇકોર્ટનો સુઓમોટો

રાજ્ય સરકાર, મોરબી નગરપાલિકા, શહેરી વિકાસ વિભાગ, માનવાધિકાર પંચને નોટીસ ફટકારી 10 દિવસમાં રિપોર્ટ દાખલ કરવા આદેશ

મોરબી ઝુલતો પુલ તૂટી પડવાની ગંભીર દુર્ઘટનામાં ગુજરાત હાઈકોર્ટે આશરે એક સપ્તાહ બાદ સુઓમોટો દાખલ કરી છે. બાર એન્ડ બેન્ચના એક રિપોર્ટ અનુસાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસનું માનવું છે કે આ એક કાળજું કંપાવનારી ઘટના હતી જેમાં સેંકડો નાગરિકો કમોતે મર્યા હતા. સમગ્ર મામલામાં તંત્રએ ભરપૂર લાલીયાપણું બતાવ્યા બાદ અંતે હાઇકોર્ટે સુઓમોટો લઈને રાજ્ય સરકાર અને તંત્રને નોટીસ ફટકારી છે. હાઈકોર્ટે ગુજરાત સરકારને 10 દિવસની અંદર આ મામલે લીધેલા પગલાં અંગે રિપોર્ટ ફાઈલ કરવા જણાવ્યું છે. આ મામલે આગામી સુનાવણી 14 નવેમ્બરે થનાર છે.

મોરબીમાં 30 ઓક્ટોબરની સાંજે ઝૂલતો પુલ તૂટી પડતા  135 લોકોના મૃત્યુ થતા ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સુઓમોટો દાખલ કરવાની સાથે ગુજરાત સરકાર ઉપરાંત કલેકટર, મોરબી નગરપાલિકા સહિતના તંત્રને નોટિસ ફટકારી છે અને શહેરી વિકાસ વિભાગ, રાજ્યના ચીફ સેક્રેટરી, રાજ્ય માનવાધિકાર પંચવગેરેને પક્ષકાર બનાવવાના પણ આદેશ જારી કર્યાના અહેવાલ છે. ઉલ્લેખનીય છે કે, આ પુલ તૂટી પડવાની ઘટના સંબંધે હાલમાં જ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ હાઈકોર્ટને પત્ર લખીને આ મામલે સુઓમોટો દાખલ કરવાની વિનંતી કરી હતી.ત્યારે આજે નામદાર હાઇકોર્ટ દ્વારા આગામી દસ દિવસમાં લીધેલા પગલાં અંગે રિપોર્ટ ફાઈલ કરી વધુ સુનાવણી આગામી તા.14 ના રોજ મુકરર કરી છે.

મોરબી ઝૂલતો પુલ તૂટી પડવાની હોનારતમાં ગુજરાત હાઈકોર્ટે આશરે એક સપ્તાહ બાદ સુઓમોટો દાખલ કરી છે. ગત 30 ઓક્ટોબરે મચ્છુ નદી પરનો 141 વર્ષ જૂનો ઝૂલતો પુલ તૂટી પડતાં 135 થી વધુના મોત થયા હતા. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદકુમારના વડપણ હેઠળની ખંડપીઠે આ મામલે રાજ્ય સરકાર ઉપરાંત મોરબી નગરપાલિકા, શહેરી વિકાસ વિભાગ, રાજ્યના ચીફ સેક્રેટરી, રાજ્ય માનવાધિકાર પંચ વગેરેને એક પક્ષે પક્ષકાર બનાવવાના પણ આદેશ જારી કર્યાના અહેવાલ છે. દિવાળી વેકેશન બાદ કોર્ટ શરુ થતાં જ આ ઘટનાની ગંભીર નોંધ લેતા બેન્ચે આ હોનારતમાં અત્યારસુધીમાં રાજ્ય સરકારે લીધેલાં પગલાંનો અહેવાલ 14 નવેમ્બર સુધીમાં રજૂ કરવા નિર્દેશ કર્યો છે.આ હોનારત અંગે મીડિયા રિપોર્ટના આધારે સુઓમોટો નોંધ લેતા ચીફ જસ્ટિસ અરવિંદકુમારે જાહેર હિતની અરજી (પીઆઇએલ) હાથ ધરીને તેના વિશે રજિસ્ટ્રારને જાણ કરી હતી. આ નિર્દેશ આપતા ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે દિવાળી વેકેશન માટે અદાલતો બંધ હોવાથી તેમણે રજિસ્ટ્રારને મીડિયા અહેવાલને સુઓ મોટો પીઆઈએલ તરીકે ગણીને આગળની કાર્યવાહી કરવા નિર્દેશ કર્યો છે.

બાર એન્ડ બેન્ચના એક રિપોર્ટ અનુસાર, ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસનું માનવું છે કે આ એક કાળજું કંપાવનારી ઘટના હતી, જેમાં સેંકડો નાગરિકો કમોતે મર્યા હતા. આ મામલે આગામી સુનાવણી 14 નવેમ્બરે થશે.આ ખંડપીઠમાં જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીનો પણ સમાવેશ થાય છે. ખંડપીઠે સોમવારે છ પ્રતિવાદી પક્ષકારોને નોટિસ પાઠવીને જવાબ રજૂ કરવા જણાવ્યું હતું. આમાં રાજ્ય માનવાધિકાર પંચે અલગથી રિપોર્ટ ફાઈલ કરવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે ખાનગી કંપની, ઓરેવા ગ્રુપ દ્વારા આ ઝુલતા પુલનું સમારકામ કર્યા પછી તે તૂટી પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ પુલ તૂટી પડવાની ઘટના સંબંધે હાલમાં જ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ હાઈકોર્ટને પત્ર લખીને આ મામલે સુઓમોટો દાખલ કરવાની વિનંતી કરી હતી. અદાલતે જણાવ્યું હતું કે, મિ. એડવોકેટ જનરલ, આ હોનારત કાળજું કંપાવનારી હતી. તેમાં 100થી વધુના અકાળે મોત થયા છે. આ માટે અમે તેની સુઓ મોટો નોંધ લઈએ છીએ. અમે એ જાણવા માગીએ છીએ કે અત્યારસુધીમાં તમે (સરકારે) શું પગલાં લીધા છે. એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી અને સિનિયર એડવોકેટ મનીષા લવકુમાર શાહે સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

કાળજું કંપાવનારી ઘટનામાં મીડિયા રિપોર્ટસને જાહેર હિતની અરજી ગણતી હાઇકોર્ટ

હોનારત અંગે મીડિયા રિપોર્ટના આધારે સુઓમોટો નોંધ લેતા ચીફ જસ્ટિસ અરવિંદકુમારે જાહેર હિતની અરજી (પીઆઇએલ) હાથ ધરીને તેના વિશે રજિસ્ટ્રારને જાણ કરી હતી. આ નિર્દેશ આપતા ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે દિવાળી વેકેશન માટે અદાલતો બંધ હોવાથી તેમણે રજિસ્ટ્રારને મીડિયા અહેવાલને સુઓ મોટો પીઆઈએલ તરીકે ગણીને આગળની કાર્યવાહી કરવા નિર્દેશ કર્યો છે. બાર એન્ડ બેન્ચના એક રિપોર્ટ અનુસાર, ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસનું માનવું છે કે આ એક કાળજું કંપાવનારી ઘટના હતી, જેમાં સેંકડો નાગરિકો કમોતે મર્યા હતા. આ મામલે આગામી સુનાવણી 14 નવેમ્બરે થશે.

માનવાધિકાર પંચે હાઇકોર્ટમાં અલગથી આપવો પડશે રિપોર્ટ

ખંડપીઠે સોમવારે છ પ્રતિવાદી પક્ષકારોને નોટિસ પાઠવીને જવાબ રજૂ કરવા જણાવ્યું હતું. આમાં રાજ્ય માનવાધિકાર પંચે અલગથી રિપોર્ટ ફાઈલ કરવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે ખાનગી કંપની, ઓરેવા ગ્રુપ દ્વારા આ ઝુલતા પુલનું સમારકામ કર્યા પછી તે તૂટી પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ પુલ તૂટી પડવાની ઘટના સંબંધે હાલમાં જ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ હાઈકોર્ટને પત્ર લખીને આ મામલે સુઓમોટો દાખલ કરવાની વિનંતી કરી હતી.