ટી-20: વરસાદ 70 દિવસમાં 100 ટકાએ આંબી ગયો

રાજ્યના સરેરાશ વરસાદનો આંકડો 850 મીમી, નિષ્ણાતોના મત પ્રમાણે આ દાયકાનો સિઝનનો સૌથી ઝડપી વરસાદ થયો છે: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 97 તાલુકાઓમાં મેઘમહેર

દાયકાનો સૌથી ઝડપી વરસાદ ચાલુ વર્ષમાં પડ્યો છે, માત્ર 70 દિવસની અંદર ગુજરાતમાં 100% વરસાદ પડી ગયો છે. દાયકાઓથી રાજ્યમાં ભણાવવામાં આવે છે કે ગુજરાતમાં ચોમાસું બેસવાની તારીખ 15 જૂન હોય છે, 24 ઓગસ્ટે એટલે કે 70 દિવસમાં જ વરસાદનો આંકડો 100% પર પહોંચી ગયો છે, જેમાં રેકોર્ડ 852 ળળ (33.46 ઈંચ) વરસાદ વરસી ગયો છે. જ્યારે રાજ્યના સરેરાશ વરસાદનો આંકડો 850 ળળ છે. નિષ્ણાતોના મત પ્રમાણે આ દાયકાનો સિઝનનો સૌથી ઝડપી વરસાદ થયો છે.

આ સિવાય વધુ એક સારી ખબર એ છે કે દરેક ક્ષેત્રમાં સારા પ્રમાણમાં વરસાદ થયો છે, આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદ સાબિત થશે. ઉદાહરણ તરીકે કચ્છ જિલ્લામાં સરેરાશ કરતા સિઝનનો 55% વધુ વરસાદ થયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ સરેરાશ કરતા 8% વધુ વરસાદ થયો છે.

ગુજરાતના હવામાન વિભાગના વડા મનોરમા મોહંતી જણાવે છે કે, પાછલા કેટલાક કેટલાક વર્ષો પર નજર કરીએ તો આ સિઝનનો સૌથી ઝડપી વરસાદ થયો છે. તેઓ કહે છે કે, “રાજ્યના બે ભાગ કચ્છ અને સૌરાષ્ટ્રમાં 52% વધુ વરસાદ થઈ ચૂક્યો છે, જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં 32% વધુ વરસાદ થયો છે. હાલ જે પ્રકારનું હવામાન છે તે જોતા લાગે છે કે આગામી દિવસોમાં પણ ગુજરાતમાં વરસાદ થતો રહેશે.” આ સાથે તેમણે ઉમેર્યું કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી કે આ વખતે સામાન્ય કે સામાન્યથી વધુ વરસાદ રહેશે તે સાચું પડ્યું છે.

મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આ વર્ષે બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બન્નેમાં ચોમાસા દરમિયાન એક્ટિવ રહ્યા છે. સામાન્ય રીતે આવું જોવા મળતું નથી, આ કારણે આ વર્ષે સારો વરસાદ થયો છે. વધુમાં આ વર્ષે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરતાની વરસાદની પેટર્ન પણ ધીરે-ધીરે બદાલઈ છે, જે દરમિયાન સારો વરસાદ થયો છે.

જૂલાઈ મહિનામાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, જ્યારે અમદાવાદમાં 10 જુલાઈએ સિઝનનો 28% વરસાદ વરસી ગયો હતો, આ દિવસે એક જ રાતમાં 219ળળ વરસાદ થઈ ગયો હતો.

  • ભાદર ડેમ છલકાવવામાં 3.20 ફૂટ, આજી ઓવરફ્લો થવામાં 5.40 ફૂટ બાકી
  • છેલ્લા 24 કલાક દરમિયાન 20 જળાશયોમાં નવા નીરની આવક

પાંચ દિવસમાં ભાદર ડેમ ત્રીજીવખત થયો ઓવરફ્લો, 14 દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા - GSTV

રાજકોટની જળ જરૂરિયાત સંતોષતા ભાદર અને આજી ડેમ સહિત 20 ડેમમાં નવા નીરની આવક થવા પામી છે. છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રમાં એકંદરે મેઘવિરામ જેવો માહોલ છે. પરંતુ છલકાતા નદી-નાળાના કારણે જળાશયોમાં ધીમી ગતીએ પાણીની આવક સતત ચાલુ છે.

સિંચાઇ વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર ભાદર ડેમમાં નવુ 0.20 ફૂટ પાણીની આવક થવા પામી છે. 34 ફૂટે ઓવરફ્લો થતા ભાદરની સપાટી 30.80 ફૂટે પહોંચી થવા પામી છે. હવે ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 3.20 ફૂટ જ બાકી રહ્યો છે. ડેમમાં હાલ 5168 એમસીએફટી પાણી સંગ્રહિત છે. આ ઉપરાંત આજી-1 ડેમમાં 0.26 ફૂટ નવુ પાણી આવ્યું છે. 29 ફૂટે ઓવરફ્લો થતા આજીની સપાટી 23.60 ફૂટે પહોંચી જવા પામી છે. હવે આજી છલકાવવામાં 5.40 ફૂટ બાકી રહ્યો છે. ડેમમાં 598 એમસીએફટી પાણી સંગ્રહિત છે. રાજકોટ જિલ્લાના સુરવો ડેમમાં 0.66 ફૂટ, ન્યારી-2 ડેમમાં 0.33 ફૂટ, ઇશ્ર્વરિયામાં 0.16 ફૂટ, ઘેલો સોમનાથમાં 1.08 ફૂટ, મોરબી જિલ્લાના મચ્છુ-1 ડેમમાં 0.59 ફૂટ, મચ્છુ-2 ડેમમાં 0.92 ફૂટ, ડેમી-1માં 0.26 ફૂટ, ડેમી-2માં 0.16 ફૂટ, ઘોડાધ્રોઇમાં 2.79 ફૂટ, બ્રાહ્મણીમાં 0.39 ફૂટ, બ્રાહ્મણી-2 ડેમમાં 0.16 ફૂટ, ડેમી-3માં 0.16 ફૂટ, જામનગર જિલ્લામાં રંગમતીમાં 1.31 ફૂટ, દ્વારકા જિલ્લાના વર્તુ-2 ડેમમાં 0.26 ફૂટ, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ભોગાવો-1માં 0.20 ફૂટ, વઢવાણ ભોગાવો-2માં 0.30 ફૂટ, ફળકુમાં 0.66 ફૂટ અને લીંબડી ભોગાવો-2માં 0.33 ફૂટ પાણીની આવક થવા પામી છે.

  • સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ: ઝાલાવાડ-ગોહિલવાડમાં હજી ખેંચ
  • પોરબંદર જિલ્લામાં સૌથી વધુ 127.18 ટકા અને સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી ઓછો 67.10 ટકા જ વરસાદ: સૌરાષ્ટ્રમાં સરેરાશ 89.49 વરસાદ

Torrential rain, flooding, and climate change - SciLine

ગુજરાતમાં આ વર્ષે મેઘરાજાએ સવાયુ હેત વરસાવ્યું છે. કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં 100 ટકાથી પણ વધુ વરસાદ વરસી ગયો છે. સૌરાષ્ટ્રમાં પણ સંતોષકારક વરસાદ વરસી ગયો છે. સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓ પૈકી ચાર જિલ્લાઓમાં 100 ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે.

જ્યારે ઝાલાવાડ અને ગોહિલવાડમાં હજી મેઘાની ખેંચ વર્તાય રહી છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો સરેરાશ 89.49 ટકા વરસાદ વરસી ગયો છે. છેલ્લા બે દિવસથી મેઘવિરામ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં આજ સુધીમાં સિઝનનો 100.74 ટકા વરસાદ વરસી ગયો છે. સૌથી વધુ વરસાદ કચ્છ રિજીયનમાં સિઝનનો 155.89 ટકા વરસી ગયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 109.95 ટકા, દક્ષિણ ગુજરાતમાં 108.34 ટકા, સૌરાષ્ટ્રમાં 89.49 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 82.73 ટકા વરસાદ પડ્યો છે.

આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 20 જિલ્લાના 97 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ ત્રણ ઇંચ સુધી વરસાદ વરસી ગયો છે. આજથી વરસાદનું જોર ઘટી જશે. સૌરાષ્ટ્રમાં ચાર જિલ્લાઓમાં 100 ટકાથી પણ વધુ વરસાદ વરસી ગયો છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 107.71 ટકા, પોરબંદર જિલ્લામાં સૌથી વધુ 127.18 ટકા, જૂનાગઢ જિલ્લામાં 105.81 ટકા જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં 116.19 ટકા વરસાદ વરસી ગયો છે. સુરેન્દ્રનગર અને ભાવનગર જિલ્લામાં હજી મેઘાની ખેંચ વર્તાય રહી છે. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી ઓછો માત્ર 67.10 ટકા જ વરસાદ પડ્યો છે.

જ્યારે ભાવનગર જિલ્લામાં 70.95 ટકા, રાજકોટ જિલ્લામાં 80.98 ટકા, મોરબી જિલ્લામાં 90.45 ટકા, જામનગર જિલ્લામાં 86.28 ટકા, અમરેલી જિલ્લામાં 78.26 ટકા અને બોટાદ જિલ્લામાં 76.76 ટકા વરસાદ વરસી ગયો છે. સૌથી ઓછો વરસાદ રાજકોટ જિલ્લાના વિછીંયા તાલુકામાં માત્ર 35.86 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે સૌથી વધુ વરસાદ સુત્રાપાડા તાલુકામાં 186.04 ટકા પડ્યો છે. રાજ્યના 64 તાલુકાઓ એવા છે જ્યાં 40 ટકાથી પણ વધુ વરસાદ વરસી ગયો છે.

સામાન્ય રીતે કચ્છમાં વરસાદની ખેંચ રહેલી હોય છે. પરંતુ આ વર્ષ ચોમાસામાં સૌથી વધુ વરસાદ કચ્છ રિજીયનમાં 155.89 ટકા વરસી ગયો છે. આજે સવારથી રાજ્યભરમાં મેઘવિરામ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. માત્ર બે તાલુકામાં ઝાંપટા પડ્યા છે.

  • નર્મદા ડેમની સપાટી 136.29 મીટરે આંબી
  • દરવાજા બંધ કરી દેવામાં આવે તો ગણતરીની કલાકોમાં સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થઇ જાય

નર્મદા ડેમની જળ સપાટી 135.75 મીટરે પહોંચી, નદી કાંઠાના 20 ગામોને એલર્ટ | Gujarat News in Gujarati

મધ્યપ્રદેશમાં સતત વરસી રહેલા વરસાદના કારણે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જો ડેમના દરવાજા બંધ કરી દેવામાં આવે તો ગમે તે ઘડીએ ડેમ છલકાય જાય તેવી સંભાવના રહેલી છે.

138.68 મીટરે ઓવરફ્લો થતા નર્મદા ડેમની સપાટી હાલ 136.29 મીટરે પહોંચી જવા પામી છે. હવે ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 2.39 મીટર જ બાકી રહ્યો છે. હાલ ડેમમાં પ્રતિ સેક્ધડ 7,65,034 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. ડેમના 23 દરવાજા હાલ 3.05 મીટર ખૂલ્લા છે. ડેમમાંથી 5,50,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.