બાળ કલાકાર, અભિનેત્રી અને ટોકશોના હોસ્ટ તરીકે તબસ્સુમ સદૈવ યાદ રહેશે

અનેક હિન્દી ફિલ્મોમાં બાળકલાકાર તરીકે અને દુરદર્શનના ટોકશે ‘ફૂલ ખીલે હે ગુલશન ગુલશન’ હોસ્ટ તરીકે સારી ચાહના મેળવી હતી. 1947 થી 1954 સુધી વિવિધ ફિલ્મોમાં બાળ કલાકાર ‘બેબી તબસ્સુમ’ તરીકે જાણીતા હતા
1950ના દાયકામાં તેમણે સરગમ, સંગ્રામ, દીદાર અને બૈબુ બાવરા જેવી વિવિધ ફિલ્મોમાં અભિનય કર્યો હતો

રામાયણમાં ભગવાન રામની ભૂમિકા કરનાર અરૂણ ગોવિલના ભાઇ વિજય ગોવિલ સાથે લગ્ન કર્યા હતા: 1952માં બૈજાુ બાવરામાં મીનાકુમારીની બાળપણની ભૂમિકા ભજવી હતી: 1972 થી 1993 સુધી સતત ર1 વર્ષ દૂરદર્શન પર ટોકશોના હોસ્ટ તરીકે કામ કર્યુ હતું: 2006 સુધી ટી.વી. ધારાવાહિકમાં તેઓ કામ કરતાં હતા

તબસ્સુમ નું નામ સાંભળતા સાડીમાં સજજ ને હેરમાં ફૂલો લગાવીને સુંદર અવાજ સાથે વિવિધ ફિલ્મ હસ્તી સાથેના શ્રેષ્ઠ ટોક શો યાદ આવી જાય છે. તેમનો જન્મ 9 જુલાઇ 1944 માં મુંબઇ ખાતે થયો હતો અને તેનું અવસાન 18 નવેમ્બર 2022 ના રોજ ગત શુક્રવારે થયું હતું. તેમનું મુળ નામ કિરણ બાલા સચદેવ હતું. તેઓ એક અભિનેત્રી, ફિલ્મ નિર્માતા, ટોકશોના હોસ્ટ અને સુવિખ્યાત યુ ટયુબર હતા. તેમની ફિલ્મી ટીવી યાત્રા 1947 થી 2021 સુધીની હતી. પ્રારંભે તેઓ ફિલ્મોમાં બાળ કલાકર ‘બેબી તબસ્સુમ’ તરીકે જાણીતા હતા.તેમના પિતા અયોઘ્યાનાથ સચદેવ એક સ્વાતંત્ર્ય સેનાની  હતા. તેમની માતા અસગરી બેગમ પણ આઝાદીના ચળવળમાં અને લેખક અને પત્રકાર હતા તેમના પિતાએ માતાની લાગણીને ઘ્યાને લઇને તબસ્સુમ નામ રાખેલ, જયારે માતાએ પિતાની લાગણી ઘ્યાને લઇને કિરણ બાલા નામ રાખ્યું હતું.

લગ્નના પહેલા દસ્તાવેજો મુજબ તેનું સત્તાવાર નામ કિરણ બાલા સચદેવ હતું.તબસ્સુમે બાળ કલાકાર તરીકે નરગીસ (1947) થી શરુઆત કર્યા બાદ એ જ વર્ષે મેરા સુહાગ, મંઝધાર, બડી બહેન જેવી ફિલ્મોમાં સુંદર અભિનય કર્યો હતો. 1951 માં આવેલી ‘દીદાર’ ફિલ્મમાં નરગીસની બાળપણની ભુમિકા ભજવી અને ખુબ જ જાણીતું ગીત ‘બચપન કે દિન ભૂલા ના દેના’ તેના ઉપર ફિલ્માંકન થયેલ હતું. બૈજાુ બાવરામાં પણ મીનાકુમારીનો બાળપણનો રોલ કર્યો હતો. ફિર વોહી દિલ લાયા હું માં એક સુંદર ગીત ‘અજી કિબલા મોહતરમાં’ ગીત માં અભિનય કર્યો હતો.

1972 થી 1993 સુધી સતત ર1 વર્ષ સુધી દૂરદર્શન ઉપર ભારતીય ટેલીવિઝનનો પ્રથમ ટોક શો ‘ફૂલ ખીલે હે ગુલશન ગુલશન’ હોસ્ટ કરીને રેકોર્ડ સ્થાપ્યો હતો. જાણીતા હિન્દી મહિલા સામાયિક ગૃહલક્ષ્મીની સંપાદક પણ સતત 15 વર્ષ રહ્યા હતા. તેઓએ ઘણા પૂસ્તકો પણ લખ્યા હતા. 1985માં તેમણે પોતાની પ્રથમ ફિલ્મ ‘તુમ પર હમ કુરબાન’ નું દિગ્દર્શન, નિર્માણ અને લેખન પણ કર્યુ હતું. ટીવી શ્રેણી પ્યાર કે દો નામ, એક રાધા, એક શ્યામ જેવી ટીવી શ્રેણીમાં 2006માં પણ તેઓ ફરીયાદ નાના પડદે ચમકયા હતા.

તબસ્સુમના લગ્ન રામાયણમાં ભગવાન રામનો રોલ કરનાર અરૂણ ગોબિલના ભાઇ  વિજય ગોવિલ સાથે થયા હતા. તેમના પુત્ર હોશંગ ગોવિલ પણ હિન્દી ફિલ્મોમા: અભિનય ક્ષેત્રે કાર્યરત છે. તેમણે તુમ પર હમ કુરબાન (1985) જે તેમની માતા એ જ નિર્માણ કરી હતી. જોની લીવરને ફિલ્મ સ્ક્રીન પર લાવવાનું શ્રેય તબસ્સુમના ફાળે જાય છે. તેમની પૌત્રી હોસાંગની પણ ‘હમ ફિર મિલેના મિલે’ થી પોતાની ફિલ્મ યાત્રા શરુ કરી હતી.

તબસ્સુમની જાણિતી ફિલ્મોમાં છોટી ભાભી, સરગમ, જોગન, દીદાર, બહાર, અફસાના,, બૈજુ બાવરા, કોલેજ ગર્લ, મુગલ-એ-આઝમ, ધર્મપુત્ર, ફિર વોહી દિલલાયા હું, ગંવાર, જોની મેરા નામ, તેરે મેરે સપને, નાચે મયુરી, ચમેલી કી શાદી અને સ્વર્ગ જેવી ફિલ્મો મોરખે હતી.

તેમની દુરદર્શન ના ટોક શો ‘ફૂલ ખીલે ગુલશન ગુલશન’ 1972 થી 1993 સુધી ચાલ્યા બાદ તેમણે 2006 માં સ્ટાર પ્લસ પરની જાણીતી સિરિયલ ‘પ્યાર કે દો નામ’, એક રાધા એક શ્યામ  માં કિશનની દાદીનો સુંદર રોલ કર્યો હતો. 2009માં લેડીઝ સ્પેશિયલ  ઝી ટીવીના શોમાં જજ તરીકે ભૂમિકા ભજવી હતી. દુરદર્શનના તેમને ટોક-શોમાં આવવા દુરદર્શન ની ઓફીસની બહાર લાઇન લાગતી હતી, આ પરથી તેની લોકપ્રિયતાનો અંદાજ લગાવી શકાય છે.

તેમની ટીવી શો માં આવવા કલાકારો દુરદર્શન બહાર લાઇન લગાવતા

1972માં દુરદર્શન કેન્દ્ર પર ‘ફૂલ ખીલે ગુલશન ગુલશન’ સતત ર1 વર્ષ કાર્યક્રમ ચાલેલો, પ્રારંભે જાણીતો ન હતો પણ લોકો જયારે તેને પસંદ કરવા લાગ્યા ત્યારે મોટા મોટા કલાકારો પણ દુરદર્શન  બહાર લાઇન લગાવતા હતા. આ કાર્યક્રમની હોસ્ટ તબસ્સુમ હતી ને સ્ક્રીપ્ટ અને સંશોધન પણ પોતે જ કરતા હતા. જીવનના અંત સુધી સોશ્યિલ મિડીયા, ઇન્સ્ટ્રાગ્રામ અને યુ ટયુબ પર ખુબ જ સક્રિય હતા. તેમની છેલ્લી પસ્ટ 1973 માં આવેલી ફિલ્મ ‘યાદો કી બારાત’ ફિલ્હ પર હતી.

જોની લીવરને પ્રથક તક આપી

1985માં તબસ્સુમે પોતાના પુત્ર હોશાંગ ગોવિલને ચમકાવવા માટે પોતાની ફિલ્મ ‘તુમ પર હમ કુરબાન’ નિર્માણ કરી હતી જેમાં જાણીતા કોમેડિયન જોની લીવર ને પ્રથમવાર હિન્દી ફિલ્મોમાં બ્રેક આપ્યો હતો. યુ ટયુબ પર તમે ‘તબસ્સુમ ટોકીઝ’ સર્ચ કરો એટલે તમામ જુના-નવા ફિલ્મ કલાકારોના ઇન્ટરવ્યુ સાથે તેમની જીવન ઝરમર તબસ્સુમના સુંદર સ્વર સાથે જોવા મળે છે. આ કાર્યક્રમમાં ઘણા ફોલોવર છે.