Browsing: Doctors in fighting mood

Rajkot Civil

અબતક,રાજકોટ  રાજ્યના તબીબી શિક્ષકો અને સરકારી સેવાઓના તબીબો હડતાડના માર્ગે ચાલી રહ્યા છે.ત્યારે ચાર દિવસના વિરોધ પ્રદશન બાદ આજ રોજ તબીબો દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલથી કલેક્ટર કલેક્ટર સુધી મહારેલી કાઢી અને કલેક્ટરને આવેદન પત્ર આપી હડતાલને વધુ ઉગ્ર બનાવશે અને તબીબોએ સાથે શરતી રાજીનામાં પણ ત્યાર રાખ્યા છે.જો પ્રશ્નોનો નિરાકરણ નહીં મળે તો સંપૂર્ણ હડતાલ પર જવાની ચીમકી પણ આપી છે. શરતી રાજીનામાં તૈયાર રાખી સિવિલ હોસ્પિટલથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી આવેદન આપશે  સરકારી તબીબ ક્ષેત્રે અને સિવીલ હોસ્પિટલમાં જાણે હડતાલનો દોર ચાલી રહ્યો હોય જેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. તબીબો દ્વારા પોતાના પ્રશ્ર્નોને લઇ હડતાલ પાડી અને અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. 10000 તબીબો દ્વારા ગુજરાત ગર્વમેન્ટ ડોકટર ફોરમની રચના કરી પોતાના સળગતા પ્રશ્ર્નોને લઇ હડતાલ પાડી અને કાળી પટ્ટી બાંધી ગઈ કાલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ મેડીકલ કોલેજના 180 તબીબ શિક્ષકો અને રાજકોટ જિલ્લાના 1પ0 સરકારી તબીબો એટલે કે 330 તબીબો દ્વારા પોતાના પડતર પ્રશ્ર્નોને લઇ હડતાલ કરવામાં આવી છે. જેમાં તબીબોએ ચાર દિવસ સુધી પોતાની માંગણીઓ પૂર્ણ કરવા માટે વિરોધ પ્રદશન કર્યો હતો .પ્રથમ હોસ્પિટલમાં રેલી કાઢી તબીબી અધિક્ષકને આવેદન આપ્યું હતું.અને કોવિડ બિલ્ડિગ પાસે એકઠા થ. રામધૂન ગાઈ વિરોધ પ્રદશન કર્યો હતો અને આજ રોજ મહારેલી કાઢી વિરોધ પ્રદશન કરવાના છે.. તબીબોની માઁગણીઓ જેવી કે, એડહોક સેવા વિનીમીયત કરવી, ઉચ્ચ પગાર ધોરણ આપવું, પ્રમોશન કરવા, ઉચ્ચ પગાર ધોરણ સાથે નામાભિધાન કરવું, હંગામી બઢતીને આગળ ચાલુ રાખવી, 1પ ટકા સીનીયર ટપુટરો ને ત્રીજા ટીકુનો લાભ આપવો જેવી વગેરે માંગણીઓ પૂર્ણ કરવામાં આવી નથી આ ઉપરાંત તા. રર-11 ના એક નવો ઠરાવ કરવામાં આવ્યો છે. જેમાં મહત્તમ પગાર 2,37,500/- થી ઘટાડી 2,24,500 કરવામાં આવ્યો છે. અને 2012માં મોદી સરકારે આપેલ પર્સનલ પેનો લાભ પણ પાછો ખેંચી લેવામાં આવ્યો છે.અને નવો ઠરાવ બહાર પાડી મહત્તમ પગાર મર્યાદા 2,24,500 કરવામાં આવી છે. જેના કારણે તબીબો દ્વારા હડતાલ પાડી સુત્રોચ્ચાર કરવામાં આવ્યો છે