Abtak Media Google News

દીપોના તહેવાર દીપાવલી પર ભારત સહીત દુનિયાભરના હિન્દુ લોકો ફટાકડા ફોડીને નવા વર્ષની હર્ષભેર વધાવે છે. આ તહેવારો દરમ્યાન પાંચ દિવસ સુધી સર્વત્ર ફટાકડા ફુટતા હોય અનેક સ્થાનો પર આગ લાગવાના બનાવો બને છે. જેથી ફાયર બિગ્રેડ તંત્રને આ તહેવારો દરમ્યાન સતત એલર્ટ રહેવું પડે છે.22રાજકોટ મહાનગરપાલિકાના ફાયર બિગ્રેડ તંત્રના તમામ કર્મચારીઓ પણ દિવાળીના તહેવારો પર સતત ખડેપગે રહીને ફરજ બજાવી રહ્યા છે. જયારે સમગ્ર રાજકોટના શહેરીજનો પરિવાર સાથે ફટાકડા ફોડીને તહેવારની ઉજવણી કરી રહ્યા હશે. જયારે ફાયર બિગ્રેડના જવાનો તેમની ફરજ પર હાજર રહીને બજાવ્યાની ઉજવણી કરી રહ્યા છે.25રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફીસર બી.જે. ઠેબાએ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું છે દિવાળીના તહેવારને ઘ્યાનમાં લઇ રાજકોટ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસનો સ્ટાફ આ તહેવારો પર ખડેપગે છે. તમામ કર્મચારીઓને ર૪ કલાકની ડયુટી ફાળવામાં આવી છે તેમજ શહેરમાં ટ્રાફીકની સમસ્યા હોવાથી પાંચ જગ્યાઓ પર ટેમ્પરરી ફાયર બિગ્રેડ ખોલવામાં આવ્યા છે.23

વિસ્તારોએટલે સદર બજાર, યુનિવર્સિટી રોડ,  નાનામવા ચોકડી, પેડક રોડ, અને પરાબજારમાં ટેમ્પરરી ફાયર બિગ્રેડ રાખવામાં આવ્યા છે. આ તહેવારો માટે ૧પ૦ થી ૧૬૦ માણસોનો સ્ટાફ છે. ફાયર ફાયટર, મીની ફાયર ડ્રાઇવર, હાઇડ્રોલીક પ્લેટફોર્મ જેવા સાધનો છે. નો ઉપયોગ કરવામાં આવશે.

૧૪ થી ૧પ માળ ઉંચી ઉંચાઇએ આગ બુઝાવી શકાય તેવા સાધનો અમારી પાસે છે.24એક સાથે બનતા બનાવો માટે પણ અમારા જવાનોને પુરતો અનુભવ છે. તેમ જણાવીએ ઠેબાએ ઉમેર્યુ હતું ખાસ તો જુના રાજકોટમાં આગ લાગે તેમાં પણ સોનીબજાર કે જયાં સાંકળી શેરીમાં છે ત્યાં જવા માટે મીની ફાયર ફાઇટરની સુવિધા રાખવામાં આવી છે. હાલમાં અમારી પાસે ર૦ થી ર૩ ફાયર ફાયટર છે. રાજકોટમાં હાલ સાત ફાયર સ્ટેશન છે જે શહેરીજનોની સેાવ માટે એકદમ સુસજજ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.