Abtak Media Google News

બીજાએ વાયરલ કરેલા મેસેજમાં ગ્રુપના ડિફોલ્ટ એડમીનને પાંચ મહિનાની જેલ

વોટસએપના ગ્રુપમાં કોઈપણ એડમીન અન્ય સભ્યોને એડમીનના અધિકારો આપી શકે છે પરંતુ આ પ્રકારના ડિફોલ્ટ એડમીન બનતા પહેલા ચેતજો નહીંતર એ તમને જેલ ભેગા કરી દેશે. મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના ૨૧ વર્ષીય યુવાનને અન્ય વ્યકિતએ મેસેજ ફોરવર્ડ કર્યા છતાં પાંચ મહિનાની જેલની સજા આપવામાં આવી છે.

તેના પરીવારજનો જણાવે છે કે તે ડિફોલ્ટ એડમીન હોવાની કિંમત ભોગવી રહ્યો છે અને વોટસએપમાં શંકાસ્પદ લાગતા ગ્રુપનો સાચો એડમીશન લેફટ થઈ ગયો અને ડિફોલ્ટ એડમીનની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ પોલીસનું કહેવું છે કે, તેમણે પુરાવાના આધારે જ એકશન લીધી છે.

રાજગઢ રહેવાસી જુનેદ ખાન બીએસસીનો વિદ્યાર્થી છે જે ૧૪ ફેબ્રુઆરીના રોજ આઈટી એકટ અને આઈપીસી ધારા ૧૨૪ (એ)ના ભંગ કરવા બદલ જુનેદની ધરપકડ કરવામાં આવી હતી. જુનેદ એક ગ્રુપમાં ડિફોલ્ટ એડમીન તરીકે હતો. ગ્રુપનો સાચો એડમીન ઈરફાને ગેરમાર્ગે દોરતો મેસેજ ફોરવર્ડ કર્યો હતો તે અંગે સ્થાનિકોએ તાલેન રોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા ડિફોલ્ટ એડમીન ફસાયો હતો.

પોલીસે જણાવ્યું હતું કે, નોટીસ ફાઈલ જતી વખતે જુનેદ વોટસએપ ગ્રુપનો એડમીન હતો. જયારે ઘટના પ્રકાશમાં આવી ત્યારે તે પારિવારીક કામોને લઈ રતલામમાં હતો. જુનેદનું કહેવું છે કે સાચો એડમીન લેફટ થતા તે ડિફોલ્ટ એડમીન બની ગયો હતો પણ જયારે પોસ્ટને શેર કરવામાં આવી ત્યારે તે એડમીન ન હતો પરંતુ જયારે મેસેજ વાયરલ થયો ત્યારે ઈરફાન જ ગ્રુપનો એડમીન હતો તે અંગેના કોઈપણ પુરાવા નથી. જોકે ઈરફાનની પણ ધરપકડ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.