Abtak Media Google News

રોજગારી, રોકાણો, નિકાસ સહિતનાં મુદ્દે સરકારે આગામી દિવસોમાં ધ્યાન કેન્દ્રીત કરવું પડશે

દેશની અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે બજેટ-૨૦૧૯ ખુબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવશે ત્યારે દેશનાં અર્થતંત્રને કઈ રીતે વેગ મળે તે હેતુથી અનેકવિધ પ્રયત્નો હાલ હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે નિર્મલા સીતારામન દ્વારા રજુ કરવામાં આવેલું બજેટ મધ્યમ વર્ગીય લોકો માટે જાણે આશીર્વાદરૂપ સાબિત થશે તો નવાઈ નહીં ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ પણ આ બજેટને ખુબ જ મહત્વપૂર્ણ જણાવી કહ્યું હતું કે, લોકોની મહત્વકાંક્ષાઓનું આ બજેટ છે. કોંગ્રેસે પણ આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, ભાજપ પક્ષ દ્વારા જે જુના વાયદાઓ કરવામાં આવ્યા હતા તેનું પણ પુનરાવર્તન કરવામાં આવ્યું છે. આ તકે વધુ વાત કરવામાં આવે તો બજેટમાં એવી ઘણી ખોટી જાહેરાતો કરવામાં આવી છે જેનાથી સામાન્યથી ખાસ લોકોને કઈ રીતની અસર પડશે તો તે આવનારો સમય જ જણાવશે.બજેટ વિશે માહિતી લેવામાં આવે તો જો કોઈ બેંક ખાતેદારને એક વર્ષમાં એક કરોડ રૂપિયાથી વધારાની રકમ કાઢવી હશે તો તે આવક પર ૨ ટકાનો ટીડીએસ પણ લગાવવામાં આવશે તેનો અર્થ એ થાય કે, ૧ કરોડ  રૂપિયાથી વધારે જો રોકડ કાઢવામાં આવે તો ખાતેદારને ૨ ટકાનો ટીડીએસ ભરવો અનિવાર્ય બની રહેશે ત્યારે ડિજિટલ ચુકવણી અને કેશલેશ અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

Take-A-Look-At-The-Various-Provisions-Of-Nirmalas-Nirmal-Budget
take-a-look-at-the-various-provisions-of-nirmalas-nirmal-budget
  • નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં જીડીપીનો દર ૭ ટકા રહે તેવી સંભાવના

  • એગ્રીકલ્ચર તથા ફિશીંગ ક્ષેત્રમાં નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ગ્રોથ રેટમાં જોવા મળ્યો ઘટાડો

  • અર્થવ્યવસ્થાને મજબુત કરવા માટે ઈન્ડસ્ટ્રીયલ ગ્રોથ માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રયાસો હાથ ધરાશે

Take-A-Look-At-The-Various-Provisions-Of-Nirmalas-Nirmal-Budget
take-a-look-at-the-various-provisions-of-nirmalas-nirmal-budget
Take-A-Look-At-The-Various-Provisions-Of-Nirmalas-Nirmal-Budget
take-a-look-at-the-various-provisions-of-nirmalas-nirmal-budget

ઈકોનોમિક સર્વેની મુખ્ય જોગવાઈઓ

મુખ્ય આર્થિક સલાહકાર કિષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટે જે મુલ્યાંકન રજુ કરવામાં આવ્યું તેમાં અનેકવિધ એવા મુદ્દાઓ છે જેનાથી દેશનાં વિકાસને વેગ મળી શકે અને કેન્દ્ર સરકાર દ્વારા જે લક્ષ્યાંક નિર્ધારીત કરવામાં આવ્યો છે તેને સફળતાપૂર્વક પ્રાપ્ત કરી શકાય.

  • મેક્રો ઈન્ડસ્ટ્રીમાં નાણાકીય વર્ષ ૨૦૨૦માં જીડીપી દર ૭ ટકાથી વધુ રહેશે.
  • નાણાકીય વર્ષ ૨૦૨૫ સુધી ૫ ટ્રિલીયનની ઈકોનોમી સુધી પહોંચવા માટે પ્રતિ વર્ષ ૮ ટકાનો ગ્રોથ બની રહેશે જરૂરી.
  • ઉત્પાદકતા, નિકાસ અને રોજગારી માટે રોકાણ એ એક મુખ્ય પરીબળ.
  • રોકાણની સરખામણીમાં બચતમાં વધારો થાય તે જરૂરી.
  • મનરેગા યોજનાનો અમલ બની રહેશે મહત્વપૂર્ણ.
  • મધ્યમ વર્ગનાં લોકોનાં ઉથાન માટે ન્યુનતમ વેતન યોજનાને મજબુતાઈથી અમલી બનાવવું જરૂરી.
  • એમએસએમઈ ક્ષેત્રનાં વિકાસનો વેગ વધુને વધુ મજબુત બનાવવું જોઈએ.
  • ઈનોવેશન ગ્રોથ અને રોજગારીની ઉજળી તકોને પહોંચી વળવા એમએસએમઈ ક્ષેત્રને મજબુત કરવું જરૂરી.
  • પરકેપીટા એનર્જી કન્ઝમસન એટલે કે માથાદીઠ વપરાશમાં વધારો થવો તે પણ જરૂરી.
  • દેશ સ્વચ્છ ભારતથી સ્વાસ્થ્ય અને સુંદર ભારત તરફનું પ્રયાણ બની રહેશે મહત્વપૂર્ણ.
  • નાણાકીય વર્ષ ૨૦૧૯માં ઘટાવતનું કારણ નોન બેન્કિંગ ફાયનાન્સ કોર્પોરેશનની સ્થિતિ.
  • ૨૦૧૯માં ફિસ્કલ ડેફીસીટ ૫.૮ ટકા જે નાણાકીય વર્ષ ૨૦૧૮માં ૬.૪ ટકા રહ્યું હતું.
  • માંગમાં વધારો થવાની આશા: નાણાકીય વર્ષ ૨૦૨૦માં રોકાણમાં વધારો થવાની શકયતા.
  • તેલનાં ભાવોમાં નાણાકીય વર્ષ ૨૦૨૦માં વધારો થાય તેવી સંભાવના.

બજેટની મુખ્ય જોગવાઈઓ

Take-A-Look-At-The-Various-Provisions-Of-Nirmalas-Nirmal-Budget
take-a-look-at-the-various-provisions-of-nirmalas-nirmal-budget

નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા જે બજેટ રજુ કરવામાં આવ્યું છે તેમાં મુખ્ય મુદ્દાઓ અનેકવિધ રીતે રહેલા છે જે આગામી ૨૦૨૫નાં મોદી સરકારનાં સ્વપ્નને સાકાર કરવા માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે. જેમાં ટેકસ પેયરોને પાનકાર્ડમાં રાહત, મધ્યમ વર્ગીય લોકો માટે અનેકવિધ રાહત ખજાનાઓ, ઉજજવલા, મુદ્રા યોજનાની પૂર્ણત: અમલવારી, રીટેલ ટ્રેડર્સ તથા નાના દુકાનદારો માટે પેન્શનનાં લાભો, કોર્પોરેટ ટેકસ પેયરો માટે ટેકસ બેનીફીટ, ૫ ટ્રિલીયન ડોલરની અર્થવ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે રોકાણો, ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોનાં જીવન સુધારા માટેનાં પ્રયત્નો, ડાયરેક અને ઈનડાયરેક ટેકસમાં સાનુકૂળતા રહે તે માટેનાં પ્રયત્નો, ઈન્ફ્રાસ્ટ્રકચર તથા અવકાશ ક્ષેત્રે બજેટમાં વધુને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ સરકારનું આગામી લક્ષ્યાંક

કેન્દ્રીય બજેટ ૨૦૧૯-૨૦ રજુ થતાની સાથે જ તે વાતની પુષ્ટિ થઈ છે કે, આગામી  દિવસોમાં સરકાર ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટને લઈ કાર્યન્વીત રહેશે અને તે દિશામાં તેઓ આગળ વધી હકારાત્મક પગલાઓ પણ લેશે જેમાં હાલ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૮૧ લાખ મકાનોને મંજુરી આપવામાં આવી છે. જેમાંથી ૪૭ લાખ મકાનોનું બાંધકામ શરૂ પણ થઈ ગયું છે. વિશેષ કરીને ૨૬ લાખ મકાનોનાં બાંધકામ પૂર્ણ પણ થઈ ગયા છે જયારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૨૪ લાખ મકાનો લાભાર્થીઓને પણ આપવામાં આવ્યા છે. આ તકે એ વાતની પુષ્ટિ થાય છે કે, બજેટમાં રેન્ટલ હાઉસીંગને પ્રમોટ કરવામાં આવશે જે અંગે બજેટમાં પણ પ્રવિધાન કરવામાં આવે છે. વિશેષ કરીને ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ માટે સરકાર વોટર ગ્રીડ, રીઝનલ એરપોર્ટ, પાવરગ્રીડ, આઈવેઝ અને ગેસ ગ્રીડ આ તમામ ક્ષેત્રે અને આ તમામ મુદ્દે સરકાર આગામી દિવસોમાં કાર્ય કરશે જે સરકારનાં કનેકટીવીટી ઈન્ફ્રાસ્ટ્રકચરનું વિઝન પણ માનવામાં આવે છે. આ તકે વાત કરવામાં આવે તો આ મુદ્દે સરકાર પૂર્ણત: ધ્યાન કેન્દ્રીય કરી કામગીરી હાથ ધરે તો દેશનાં વિકાસમાં ઘણી વૃદ્ધિ પણ જોવા મળશે અને મોદી સરકારનું જે લક્ષ્ય અને સ્વપ્ન સાધવામાં આવ્યું છે તે પણ પૂર્ણ થશે.

બજેટમાં ભારત માલા ફેઈઝ-૨ને લાગુ કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે જેથી રાજયનાં ધોરીમાર્ગોને પણ જોડી દેવામાં આવશે. સાથોસાથ વિશ્વનાં ડોમેસ્ટીક એવીએશન માર્કેટને પણ દેશમાં પ્રસ્થાપિત કરવામાં આવશે તો નવાઈ નહીં. ભારત દેશમાં હાલ ૧૦૦થી વધુ ઓપરેશનલ એરપોર્ટ કાર્યરત થઈ ગયેલા છે જે એક હકારાત્મક પાસુ દેશ માટે કહી શકાય. ઈનલેન્ડ વોટર બેઈઝ અને શીપીંગમાં પણ રોકાણ કરવામાં આવશે જેથી આ ક્ષેત્રને વિકસિત કરી શકાય. જળમાર્ગ વિકાસ પ્રોજેકટ તથા સાગરમાલાનાં પ્રયાસનાં કારણે લોજીસ્ટીક પરીવહનનાં ખર્ચમાં બચત અને કોમ્પીટીટીવનેસમાં વધારો જોવા મળી રહ્યો છે અને આ ક્ષેત્રમાં અનેક સુધારાઓ પણ જોવા મળી રહ્યા છે. રેલ્વેનાં ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ માટે પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપને પણ સરકાર આગામી દિવસોમાં પણ પ્રાધાન્ય આપશે અને તે અંગે કાર્ય પણ કરશે. ૬૫૭ કિલોમીટરની મેટ્રો રેલ નેટવર્કને સરકારે હાલ ચાલુ કરી દીધેલી છે અને નેશનલ કોમન કોબીલીટી કાર્ડને પણ લોન્ચ કરી દેવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.