Abtak Media Google News

વિશ્વ ઉમિયાધામ જામપુર-અમદાવાદ ખાતે બાબા રામદેવે લીધી મુલાકાત

વિશ્વઉમિયાધામ- જાસપુર, અમદાવાદ ખાતે  યોગગુરુ બાબા રામદેવજીનું પાવન આગમન થયું હતું.   રામદેવજીએ જગત જનની   ઉમિયા માતાજીના નવનિર્મિત મંદિરની શીલાનું પૂજન કર્યું હતું. ત્યારબાદ સંસ્થાના પ્રણેતા અને પ્રમુખ  આર. પી. પટેલ તેમજ ઉપપ્રમુખ પ્રહલાદભાઇ પટેલ કામેશ્વર તેમજ સંસ્થાના દાતા ઓ ટ્રસ્ટી ઓની હાજરીમાં  બાબા રામદેવજીનું સ્વાગત કરવામાં આવ્યું. આ શુભ અવસરે સ્વામી રામદેવજીએ તેમની દિવ્ય વાણીથી ઉપસ્થિત સર્વે ભાવિક ભક્તોને મા ઉમિયા પ્રત્યેની શ્રધ્ધા સમાજ પ્રત્યેની- દેશ પ્રત્યેની ભાવના તથા યોગ વિશે માહિતગાર કરી સર્વેને ભાવ વિભોર કર્યા. ઉલ્લેખનીય છે કે તા.19/06/22ને રવિવારના રોજ બાબા રામદેવજી વિશ્વઉમિયાધામના મહેમાન બન્યા હતા.

Img 20220620 Wa0006 Copy

આ શુભ અવસરે  બાબા રામદેવજીએ જગત જનની મા ઉમિયાના ચરણોમાં ભાવ વિભોર થઈને પોતાની દિવ્યવાણીનો લાભ આપ્યો હતો. તેઓ કહ્યું કે  આર.પી. પટેલ અને તેમની ટીમે ઉપાડેલું વિશ્વના સૌથી ઉંચા મા ઉમિયાના મંદિર નિર્માણનું કામ ભગીરથ કાર્ય છે. આ કાર્યમાં તમે સૌ જોડાઈ તમારી આવકના 6થી 10 ટકા દાન વિશ્વઉમિયાધામને આપો જેથી શ્રેષ્ઠ પાટીદાર સમાજનું નિર્માણ થાય.વધુમાં તેમણે ઋણસ્વીકારતાં કહ્યું કે હું પટેલ સમાજના રોટાલા અને ઢેબરા ખાઈને મોટો થયો છું.

Img 20220620 Wa0007

મને મોટો કરવામાં પાટીદાર સમાજનું પ્રદાન છે. તો વધુમાં જણાવ્યું કે લેઉવા અને કડવા અલગ નથી, ઉમિયા માતાજીના સાનિધ્યમાં સંગઠિત થાય અને આગળ વધે. સમય સંગઠિત થવાનો છે. બધા એક જ છે. તથા વિશ્વઉમિયાધામ સનાતન ધર્મનું સૌથી ગૌરવપૂર્ણ ધામ છે.

Img 20220620 Wa0009 1

આ શુભ પ્રસંગે વિશ્વઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખ   આર.પી.પટેલે જણાવ્યું હતું. જ્યાં સુધી વિશ્વઉમિયાધામનું નિર્માણ થાય ત્યાં સુધી વિશ્વની વિભુતિઓ જગત જનની મા ઉમિયાના મંદિરનું શિલાપૂજન કરતી રહે અને માતાજીના દર્શને આવે જેથી તેમની ઉર્જા આ ભૂમિ પર સંચિત થાય. વધુમાં કહ્યું કે સંતોના આશીર્વાદથી આ કાર્ય ઝડપથી સંપન્ન થાય એ જ અભ્યર્થના

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.