લે બોલ !! ઈન્દોરના શખ્સે લગાવ્યો વિકી કૌશલ પર નંબર પ્લેટ ચોરવાનો આરોપ, જાણો શું છે સમગ્ર મામલો

આ વ્યક્તિએ વિકી કૌશલ પર વાહન નંબર ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી બાણગંગાના સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર સોનીએ આ મામલાની તપાસ કરવાનું આશ્વાસન આપ્યું હતું. હવે તપાસ કર્યા બાદ SIએ ફરિયાદીની ગેરસમજ દૂર કરી છે.

વિકી કૌશલ પર કાર નંબર ચોરીનો આરોપ, ફોટોબોલ્ટની ગેરસમજને કારણે ફિલ્મનું શૂટિંગ થયું વાયરલ

વિકી કૌશલે ડિસેમ્બર 2021માં કેટરીના કૈફ સાથે લગ્ન કર્યા હતા. ત્યારથી જ તે સોશિયલ મીડિયામાં છવાયેલા છે. ત્યારબાદ ફરી એક વખત વિકી કૌશલ સોશિયલ મીડિયામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ તેમની આગામી ફિલ્મને કારણે થયું છે જેના લીધે  તેઓ કાનૂની મુશ્કેલીમાં ફસાઈ ગયા હતા. ઈન્દોરમાં ચાલી રહેલી તેની ફિલ્મના શૂટિંગની કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં તે સારા અલી ખાન સાથે ઈન્દોરની સડકો પર બાઇક ચલાવતા જોવા મળ્યા હતા. આ ફોટામાં દેખાતી બાઈક અંગે એક વ્યક્તિએ વિકી કૌશલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ઈન્દોરમાં એક વ્યક્તિએ વિકી કૌશલ પર વાહનનો નંબર ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો. જયસિંહ યાદવ નામના ફરિયાદીએ કહ્યું, “ફિલ્મ સિક્વન્સમાં વપરાયેલ વાહન નંબર મારો છે. ખબર નથી કે ફિલ્મ યુનિટને આની જાણ છે કે નહીં. તે માન્ય નથી, તે પરવાનગી વિના મારી નંબર પ્લેટનો ઉપયોગ કરી શકશે નહીં. આ મામલે કાર્યવાહી થવી જોઈએ.”

વ્હીકલનો નંબર

આ વ્હીકલનો નંબર MP 09 UL 4872 છે. ત્યારબાદ આ નંબરના માલિકે તેમના પર ફરિયાદ નોંધાવી છે. જો કે આ વાતને લઈને મેકર્સ અને વિકી કૌશલ તરફથી હજુ સુધી કોઈ અધિકૃત માહિતી સામે આવી નથી. વિકી કૌશલે હાલમાં જ કેટરીના કૈફ સાથે લગ્ન કર્યા છે અને હનીમૂન મનાવી બંને પોતાના કામ પર પાછા ફર્યા છે.

બોલ્ટને કારણે ગેરસમજ થઈ

આ પછી બાણગંગાના સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર સોનીએ આ મામલાની તપાસ કરવાનું આશ્વાસન આપ્યું હતું. આ મામલે વાત કરતા સબ-ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર સોનીએ કહ્યું કે નંબર પ્લેટની તપાસ દરમિયાન અમને ખબર પડી કે નંબર પ્લેટ પરના બોલ્ટને કારણે તમામ ગેરસમજ ઉભી થઈ છે. તે બોલ્ટને કારણે નંબર એક નંબર ચાર જેવો દેખાય છે અને જે નંબર પ્લેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે પ્રોડક્શન હાઉસની જ છે. તેથી અમારી તપાસમાં અમને કંઈપણ ગેરકાયદેસર જણાયું નથી. ત્યારબાદ આ કેસની તપાસમાં વિક્કી નિર્દોષ સાબિત થયો છે.