લે બોલ… અહીં ઘરમાં ઘુસી ગયો મગર !!

જંગલ વિસ્તાર નજીક વસેલા ગામડાઓમાં અવાર નવાર વન્ય પ્રાણીઓ ઘૂસી જવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકામાં ઘરમાં મગર ઘૂસી ગયો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પીપળાવ ગામના એક ઘરમાં મગર ઘૂસી ચડતા ઘરમાં રહેતા સભ્યો ઉપરાંત સમગ્ર ગામના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.

ગામલોકો દ્વારા આ બાબતની જાણ દયા ફાઉન્ડેશનના વોલેન્ટિયર્સને કરવામાં આવી હતી. જેની સત્વરે નોંધ લઈ મગર વિશે માહિતી મેળવી દયા ફાઉન્ડેશનના વોલેન્ટિયર્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્યાબાદ મગરને ઘરમાંથી બહાર કાઢી સહીસલામત પીપળાવ ગામના તળાવમાં છોડવામાં આવ્યો હતો.