Abtak Media Google News

વોર્ડ નં.૭ અને ૮ના ભાજપ આગેવાનોઓ પણ ગણપતિ દાદાના પૂજન-અર્ચન-દર્શન-આરતીમાં જોડાયા

શહેર ભાજપ દ્વારા શહેર ભાજપ કાર્યાલય-સિધ્ધી વિનાયક ધામ ખાતે ગણપતિ મંગલ મહોત્સવનું સાદગીભેર અને ભાવ અને ભકિતપૂર્વક આયોજન કરવામાં આવેલ છે.

ચોથાદિવસે પૂર્વ મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય તથા તેમના ધર્મપત્ની આશાબેન ઉપાધ્યાય સહિત પોતાના પરિવારજનો સાથે મહાઆરતીનો લાભ લીધો હતો. સાથે વોર્ડ નં.૭માંથી શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ, પ્રમુખ રમેશભાઈ દોમડીયા, મહામંત્રી અનિલ લીબડ, કિરીટ ગોહેલ, કોર્પોરેટર અજયભાઈ પરમાર, મીનાબેન પારેખ, હીરલબેન મહેતા, શહેર ભાજપ મહિલા મોરચા મહામંત્રી પુનીતાબેન પારેખ, દિલીપભાઈ ત્રિવેદી તેમજ વોર્ડ નં.૮નાં પ્રભારી નિતીન ભૂત, પ્રમુખ અશ્ર્વીન પાંભર, મહામંત્રી કાથડભાઈ ડાંગર તેજશ જોષી, શહેર ભાજપ મંત્રી રઘુભાઈ ધોળકીયા, કોર્પોરેટર રાજુભાઈ અઘેરા, શહેર ભાજપ મહિલા મોરચા મહામંત્રી કિરણબેન માંકડીયા, શહેર ભાજપ અનુ.જાતી મોરચાના પ્રમુખ ડી.બી. ખીમસુરીયા સહિતના સાથે શહેર ભાજપ ઉપપ્રમુખ મોહનભાઈ વાડોલીયા, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી, જેરામભાઈ વાડોલીયા, એન.જી. પરમાર, પ્રવીણભાઈ ડોડીયા, રાજુભાઈ કુંડલીયા, રાજન ઠકકર, નિલેશ ખૂંટ, પી.નલારીયન, વિજય મેરે, રાજ ધામેલીયા સહિતનાઓએ મહાઆરતીનો લાભ લીધો હતો તેમજ ગણપતિ મહારાજના પૂજન અર્ચન કરી દર્શનનો લ્હાવો લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.