Abtak Media Google News

સુરત એક જે હીરાની મુરત તરીકે ઓળખાય છે તે હવે ક્રાઈમ સીટી તરીકે પણ ઓળખાવા લાગ્યું છે. દરરોજ કંઈક ક્રાઈમને લગત્તી ઘટના સામે આવતી જ હોય છે. ત્યારે આજ રોજ છેડતીની ઘટના સામે આવી છે જ્યાં બાળકીની સાથે રેપ થતા થતા રહી ગયો હતો.

મળતી માહિતી મુજબ આ ઘટના સુરતના ડીંડોલી વિસ્તારના પવેલિયન પ્લાઝાની છે જ્યાં આશરે 13 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા હતા. જયારે આં બાળકી પિતાની ઓફિસેથી લિફ્ટમાં પરત ફરતી બાળકી પર એક સગીર ની નજર બગડી હતી

Screenshot 1 2

લિફ્ટમાં બાળકીને જતા જોઈ છોકરો લિફ્ટમાં ઘુસી ગયો હતો. થોડીવાર બાદ લિફ્ટ શરૂ થતાં બાળકીના અડપલાં કરવાનું શરૂ કર્યું હતું. લિફ્ટ ખુલતા જ ફરીથી ઉપર જવા માટે બટન દબાવી દીધું. બાળકીએ નજીકના ફ્લોર નો બટન દબાવી દેતા લિફ્ટ રોકાઈ ગઈ હતી. ત્યારબાદ છોકરો લિફ્ટ માંથી બાહર નીકળી ગયો હતો

આ ઘટનાની જાણ બાળકીએ તેના પિતાને કરી હતી ત્યારબાદ સમગ્ર કોમ્પલેક્ષમાં છોકરાને શોધવા લાગ્યા હતા. લોકોએ છોકરાને પકડી મેથીપાક ચખાડ્યો હતો અને ત્યારબાદ પોલીસને હવાલે કર્યો હતો. હાલ સમગ્ર કાર્યવાહી ડિંડોલી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.