Abtak Media Google News

માસિક ખાસ ભથ્થું રૂ.900 ના બદલે રૂ.3000 કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેતા મંત્રી બ્રિજેશ મેરજા

રાજય સરકાર દ્વારા તલાટી-કમ-મંત્રીઓ માટે એક મહત્વનો નિર્ણયલેવામાં આવ્યો છે. ચૂંટણીના વર્ષમાં તલાટી-કમ-મંત્રીઓના ભથ્થામાં રાજ્ય સરકારે નોધપાત્ર વધારો કર્યો છે. માસિક ખાસ ભથ્થું રૂ.900 ના બદલે રૂ.3000 કરવાનો નિર્ણય લેવાયો છએ. પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.

પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું છે કે, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ હસ્તકના તલાટી-કમ-મંત્રીઓને અપાતા ભથ્થામાં નોધપાત્ર વધારો કરવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. હવેથી તેમને અપાતા માસિક ખાસ ભથ્થા રૂ.900ના બદલે રૂ.3000નું ખાસ ભથ્થું અપાશે.મંત્રીએ ઉમેર્યું કે, કર્મચારીઓના હિતને વરેલી રાજય સરકારે ગ્રામ કક્ષાએ વિવિધ વિકાસ યોજનાઓના અમલીકરણ અધિકારી તરીકે કામગીરી સંભાળતા તલાટી-કમ-મંત્રીઓના કામમાં વર્ષ 2012 પછી ગ્રામ કક્ષાએ રાજય સરકારની વિવિધ વિકાસ યોજનાઓના અમલીકરણ અધિકારી તરીકેની કામગીરીમાં વધારો થયો હોઈ આ મહત્વનો નિર્ણય કરાયો છે.

તેમણે ઉમેર્યું કે, ગુજરાત રાજ્ય પંચાયત તલાટી મહામંડળની રજૂઆત પરત્વે હકારાત્મક અભિગમ દાખવીને તલાટી-કમ-મંત્રીઓને હાલમાં આપતા માસિક ખાસ ભથ્થું રૂ.900 ના બદલે રૂ.3000 નું ખાસ ભથ્થું અપાશે. આ ખાસ ભથ્થાની ગણતરી પેન્શનના હેતુ માટે કરવામાં આવશે નહિ. આ નિર્ણયનો અમલ તા.13-09- 2022 થી કરવામાં આવશે. રાજ્ય સ2કા2ના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ ફરજ બજાવતા તમામ તલાટી-કમ-મંત્રીઓને આ નિર્ણય લાગુ પડશે તેમ તેમણે ઉમેર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.