Abtak Media Google News

દરેક તાલુકા મથકો ઉપર તલાટી કમ મંત્રીઓએ ચાવી અને સ્ટેમ્પના બહિષ્કાર સાથે સૂત્રોચ્ચાર કર્યા

તલાટી મંત્રીઓએ આજથી હડતાલના શ્રીગણેશ કર્યા છે. જેને કારણે ગ્રામ પંચાયતોની કામગીરી ખોરવાય ગઈ છે. દરેક તાલુકા મથકો ઉપર તલાટી કમ મંત્રીઓએ ચાવી અને સ્ટેમ્પના બહિષ્કાર સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.

ગુજરાત રાજ્ય તલાટી-મંત્રી મહામંડળના આદેશ મુજબ તલાટી-કમ-મંત્રીઓની પડતર માંગણીઓ અંગે રાજકોટ જીલ્લાના અને તાલુકાના તમામ તલાટી-કમ-મંત્રીઓ હડતાલમાં જોડાયા છે. જે અન્વયે આજરોજ રાજકોટ તાલુકાના તલાટી-કમ-મંત્રીઓએ ઉપપ્રમુખ-ગુજરાત રાજ્ય તલાટી-મંત્રી મહામંડળ અને પ્રમુખ-રાજકોટ જીલ્લા તલાટી-કમ-મંત્રી મંડળના ચિરાગભાઈ ગેરૈયાની આગેવાનીમાં તાલુકા મથકે એકઠા થઇ તમામ ગ્રામપંચાયતની ચાવી અને સિક્કા તાલુકા મથકે જમા કરાવી ગ્રામપંચાયતની તમામ કામગીરી સજ્જડ રીતે બંધ કરી અને પડતર માંગણીઓ અંગેના સૂત્રોચ્ચાર કર્યાં હતા.

Dsc 3306

ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના પ્રમુખ પંકજભાઈ મોદી અને  ઉપપ્રમુખ ચિરાગભાઇ ગેરૈયાએ જણાવ્યું હતું કે, તલાટી મહામંડળે આ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજુઆત કરી છે જેમાં વર્ષ 2004થી 2006 સુધીની ભરતીના તલાટી મંત્રીઓની 5 વર્ષની ફિકસ નોકરી સળંગ ગણવા, સર્કલ ઇન્સ્પેક્ટર વર્ગ-3ની જગ્યાઓની વિસ્તરણ અધિકારી પંચાયત વર્ગમાં અપડેટ કરવામાં આવતા તારીખ 1/1/2016 ત્યારબાદ મળવા પાત્ર પ્રથમ દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરવા અને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ લેવા સારું પરીક્ષા રદ કરવા, રેવન્યુ તલાટીને પંચાયત તલતીમાં મર્જ કરવા અથવા તો જોબ ચાર્ટ અલગ કરવામાં આવે, તા.1/1/2016 બાદ મળવાપાત્ર પ્રથમ તથા દ્વિતીય પગાર ધોરણ પરીક્ષા પાસ કરવાની શરતે પાત્રતા તારીખથી મંજુર કરવી, પંચાયત વિભાગ સિવાયની અન્ય વિભાગની વધારાની કામગીરી તલાટી મંત્રીને ન સોંપવા અને જો સોંપવામાં આવે તો વધારાનું ભથ્થું આપવામાં આવે તેવી માંગ કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.