સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપથી ખેલ પ્રશિક્ષણ અને શાળાકીય શિક્ષણના બેવડા ધ્યેયને ચરિતાર્થ કરવા એક સંયોજક યોજના અન્વયે ખેલ મહાકુંભના માધ્યમથી યંગ ટેલેન્ટ આઇડેન્ટીફિકેશન હેઠળ તાલુકાકક્ષાએ વિજેતા ખેલાડી, સિદ્દી ટેલેન્ટ આઇડેન્ટીફિકેશન, ઇનસ્કૂલ ટેલેન્ટ અને પ્રુવન ટેલેન્ટ આઇડેન્ટીફિકેશન હેઠળ હાઇટ હન્ટ, પ્રોમીસીંગ એથ્લીટ ટેલેન્ટ, ડી.એલ.એસ.એસ. ટેલેન્ટ આઇડેન્ટીફિકેશન રાજ્યકક્ષા વિજેતા ખેલાડીને જિલ્લાકક્ષાએથી રાજ્યકક્ષાની ડી.એલ.એસ.એસ. પસંદગી કસોટી માટે માન્ય કરી પરીણામને આધારે મેરીટના ધોરણે કાઉન્સેલીંગ ના માધ્યમથી જિલ્લાકક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજનામાં પ્રવેશ આપવામાં આવશે.
જેમાં તા. ૨૧/૦૫/૨૦૨૫ ના રોજ ભાવનગર, તા. ૨૨/૦૫/૨૦૨૫ ના રોજ બોટાદ અને પોરબંદર, તા. ૨૩/૦૫/૨૦૨૫ ના રોજ જુનાગઢ, તા. ૨૪/૦૫/૨૦૨૫ ના રોજ અમરેલી અને સુરેન્દ્રનગર, તા.૨૫/૦૫/૨૦૨૫ ના રોજ ગીર સોમનાથ જિલ્લાના વાય.ટી.ખેલાડી, સિદ્દી ખેલાડી, ચિલ્ડ્રન યુનિવર્સિટી, ઇનસ્કૂલ ટેલેન્ટ (વાય.ટી.) પસંદગી પામેલ ખેલાડીએ આધારકાર્ડની નકલ, જન્મ તારીખ દાખલો, ખેલ મહાકુંભ ૩.૦ રજીસ્ટ્રેશન સ્લીપ, પાસપોર્ટ સાઇઝ ફોટો -૨, બેન્ક પાસબૂક નકલ, ટેસ્ટ માટેનું રજીસ્ટ્રેશન ફોર્મ ફરજિયાત સાથે દર્શાવેલ તારીખના રોજ જે તે જિલ્લાના ખેલાડીએ સવારે ૧૦.૦૦ કલાક સુધીમાં લઈને આવવાનું રહેશે અને પોતાનું રિપોટિંગ સરદાર પટેલ રમત સંકૂલ, (સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ) સિદસર રોડ, ભાવનગર ખાતે કરવાનું રહેશે.
તા. ૨૬/૦૫/૨૦૨૫ ના રોજ ભાવનગર, તા. ૨૭/૦૫/૨૦૨૫ ના રોજ અમરેલી અને સુરેન્દ્રનગર, તા. ૨૮/૦૫/૨૦૨૫ ના રોજ બોટાદ, તા. ૨૯/૦૫/૨૦૨૫ ના રોજ જુનાગઢ, તા. ૩૦/૦૫/૨૦૨૫ ના રોજ પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લાના પી.ટી.ખેલાડી, હાઇટ હન્ટ, પ્રોમીસીંગ એથ્લીટ, ઇનસ્કૂલ પી.ટી. પસંદગી પામેલ ખેલાડીએ આધારકાર્ડની નકલ, જન્મ તારીખ દાખલો, ખેલ મહાકુંભ ૩.૦ રજીસ્ટ્રેશન સ્લીપ, પાસપોર્ટ સાઇઝ ફોટો -૨, બેન્ક પાસબૂક નકલ, ટેસ્ટ માટેનું રજીસ્ટ્રેશન ફોર્મ ફરજિયાત સાથે દર્શાવેલ તારીખના રોજ જે તે જિલ્લાના ખેલાડીએ સવારે ૧૦.૦૦ કલાક સુધીમાં લઈને આવવાનું અને પોતાનું રિપોટિંગ સરદાર પટેલ રમત સંકૂલ, (સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ) સિદસર રોડ, ભાવનગર ખાતે કરવાનું રહેશે.
ખેલાડી તેમજ સાથે આવનાર એક વાલી માટે રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવશે તેમજ રિપોટિંગ દિવસથી પછીના બીજા દિવસ સુધીનું રોકાણ હોવાથી જરૂરી વ્યવસ્થા કરીને આવવાનું રહેશે. તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીની યાદીમાં જણાવેલ છે.
અહેવાલ: આનંદસિંહ રાણા