બિનઅધિકૃત શાસનને સ્વીકૃતિ ન આપવાના એક પછી એક કારણો જાતે જ ઉભું કરતું તાલિબાન

અબતક, નવી દિલ્હી

અફઘાનમાં ચાલી રહેલા બિન અધિકૃત સાશનને સ્વીકૃતિ ન આપવાના એક પછી એક કારણો તાલિબાન જાતે જ ઉભું કરી રહ્યું છે. તાલિબાને દેશમાં પોતાનું હિંસક સ્વરૂપ બતાવીને પોતાની માન્યતા ઉપર જ જોખમ ઉભું કરી દીધું છે. બીજી તરફ યુએનએસસીમા ભારતે કહ્યુ છે કે તાલિબાને આતંકવાદને પ્રોત્સાહન ન આપવાના કરેલા વચનો પુરા થાય તે જરૂરી છે.

ભારતે અફઘાનિસ્તાનની સ્થિતિ પર ઞગજઈમાં ચિંતા વ્યક્ત કરી છે. ભારતના કાયમી પ્રતિનિધિ ટીએસ ત્રિમૂર્તિએ જણાવ્યું કે, અફઘાનિસ્તાનની સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને હજૂ પણ ગંભીર છે. અફઘાનિસ્તાન આપણો પાડોશી અને મિત્ર છે, તેથી અહીંની પરિસ્થિતિ અમારા માટે ખૂબ જ ચિંતાનો વિષય છે. અફઘાન લોકોનું ભવિષ્ય અનિશ્ચિત છે, અમે છેલ્લા બે દાયકાઓમાં વસ્તુઓ વધુ સારી બનાવવા માટે જે કર્યું છે તે દાવ પર છે. અમે ફરી કહેવા માંગીએ છીએ કે અફઘાન મહિલાઓનો અવાજ સાંભળવો જ જોઇએ.

ટીએસ ત્રિમૂર્તિએ કહ્યું કે, અફઘાન બાળકોના સપના આપણે જોવા જોઈએ, લઘુમતીઓના અધિકારોનું રક્ષણ થવું જોઈએ. અમે કહેવા માંગીએ છીએ કે, અફઘાનિસ્તાનને માનવતાના ધોરણે સહાય આપવી જોઈએ, આ બાબતમાં યુએન અને અન્ય સંસ્થાઓએ અફઘાનિસ્તાનમાં જોડાવું જોઈએ. ભારત અફઘાનિસ્તાનમાં એક સર્વસમાવેશક વ્યવસ્થાની માંગ કરે છે, જે અફઘાન વસ્તીના દરેક વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે.

કાબુલ એરપોર્ટ પર જે રીતે આતંકવાદી હુમલો થયો તે અંગે ચિંતા વ્યક્ત કરતા ટીએસ ત્રિમૂર્તિએ કહ્યું કે, કાબુલ એરપોર્ટ પર ભયાનક આતંકવાદી હુમલો થયો, ત્યારથી અફઘાનિસ્તાન પર આતંકનો ખતરો છે. તેથી આતંકવાદને નાબૂદ કરવા માટે આપેલા વચનો પૂરા થાય તે જરૂરી છે.

તાલિબાને વચન આપ્યું છે કે, તેમને અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ આતંકવાદ માટે નહીં થવા દે. ઠરાવ અંતર્ગત તાલિબાન આતંકવાદીઓ અને આતંકવાદીઓને અફઘાનિસ્તાનના પ્રદેશનો કોઈપણ રીતે ઉપયોગ કરવા દેશે નહીં. તાલિબાને પોતાનું વચન પૂરું કરવું જોઈએ. અફઘાનિસ્તાનના પ્રદેશનો ઉપયોગ કોઈપણ દેશ પર આતંકવાદી હુમલા માટે કે તેને ધમકાવવા અથવા આર્થિક આતંકવાદ ફેલાવવા માટે કરવા દેવો જોઈએ નહીં.

તાલિબાનના પૂર્વ ઉપરાષ્ટ્રપતિના ભાઈની બર્બરતાપૂર્વક હત્યા

મૃતદેહને દફન કરવાની પણ મનાઈ ફરમાવી તેને સડવા દેવાનું ફરમાન કરતું તાલિબાન

અફઘાનિસ્તાનના પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહના ભાઈ રોહુલ્લાહ અજીજીની તાલિબાને હત્યા કરી દીધી છે. અમરુલ્લા સાલેહ પંજશીર ઘાટીમાં તાલિબાન વિરોધી વિપક્ષી તાકાતોના નેતાઓમાંના એક છે. અમરુલ્લા સાલેહના ભાઈ રોહુલ્લાહ અજીજીના મોતની પુષ્ટિ તેમના ભત્રીજાએ શુક્રવારે કરી છે. અમરુલ્લાહ સાલેહના ભાઈ રોહુલ્લાહ અજીજીના માર્યા ગયાના સમાચાર તાલિબાન બળો દ્વારા પંજશીરના પ્રાંતીય કેન્દ્ર પર નિયંત્રણ કરવાના અમુક દિવસો બાદ આવ્યા હતા. પંજશીર તાલિબાન વિરુદ્ધનો અંતિમ પ્રાંત હતો.અમરુલ્લાહ સાલેહના ભત્રીજા ઈબાદુલ્લા સાલેહે ટેક્સ્ટ મેસેજમાં જણાવ્યુ કે, ’તેમણે મારા કાકાને મારી નાખ્યા.’ ઈબાદુલ્લા સાલેહે કહ્યુ, ’તેમણે કાલે કાકા રોહુલ્લાહ અજીજીને મારી નાખ્યા અને અમને તેમને દફનાવવા નહિ દે.

તે કહેતા રહ્યા કે તેમનુ શરીર સડી જવુ જોઈએ.’તાલિબાન સૂચના સેવા અલેમારાહના ઉર્દૂ ભાષા અકાઉન્ટમાં કહેવામાં આવ્યુ છે કે રિપોર્ટો અનુસાર પંજશીરમાં લડાઈ દરમિયાન રોહુલ્લાહ સાલેહ માર્યો ગયો હતો.  સાલેહ પશ્ચિમી સમર્થિત સરકારની ખુફિયા સેવામાં રાષ્ટ્રીય સુરક્ષા નિર્દેશાલયના પૂર્વ પ્રમુખ હતા. અફઘાનિસ્તાનનો રાષ્ટ્રીય પ્રતિરોધ મોરચો જે સ્થાનિક નેતા અહેમદ મસૂદ પ્રત્યે વફાદાર વિપક્ષી તાકાતોમાંનો એક છે તેમણે પંજશીરની પ્રાંતીય રાજધાની બાજારકના પતન બાદ પણ તાલિબાનનો વિરોધ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે અને સંકલ્પ લીધો છે.