Abtak Media Google News

આગામી અઠવાડીયે યોજાનારી ચૂંટણીનો બહિષ્કાર કરનારા તાલીબાનોએ હુમલાની જવાબદારી સ્વીકારીને વધુ હુમલાની ચીમકી આપી

અફઘાનિસ્તાનનમાં તાલિબાનોના ઉપદ્વ સામે આકરી કાર્યવાહીના બદલે વાટાઘાટો રવાડે ચડેલા અમેરીકાની બદલાયેલી નીતી અને તાલીબાનોનો પ્રભુત્વને સ્વીકારવાના વલણને તમતમતો તમાચો પડયો છે. અફઘાનિસ્તાનના પ્રમુખ અશરફઘાનીની ચુંટણી સભા નજીક જ તાલીબાનોના અત્મઘાતી હુમલામાં ર૬ લોકોના મૃત્યુ અને અસંખ્ય લોકો ઘાયલ થયા છે. હજુ ચુંટણી દરમ્યાન દેશમાં મોટાપાયે હિંસાની દહેશત સેવાઇ રહી છે.

મઘ્ય કાબુલમાં અમેરિકન દુતાવાસ નજીક થયેલા બીજા હુમલામાં તાલિબાનોએ આત્મઘાતી ધડાકા કર્યો હતો. જો કે બીજા ધડાકામાં કોઇ જાનહાનીના સમાચાર નથી પરંતુ કેટલાક ઘવાયેલાઓને હોસ્પિટલમાં ખસેડાયા છે. તેમના મીડીયાના અહેવાલમાં જણાવાયું છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અફઘાનિસ્તાનમાંથી સૈનિકો પાછા હટાવી લેવા અને તાલીબાનો સાથે વાતચીત ખતમ કરવાની જાહેરાત બાદ થયેલા આ હુમલાને સુચક માનવામાં આવે છે. તાલિબાનના પ્રવકત જબીનુલ્લાહ મુજાહિદે આ બન્ને હુમલાઓની જવાબદારી તાલિબાનોના શીરે હોવાનું જણાવ્યું હતું અમે લોકોને અગાઉ લોકોને ચેતવી દીધા હતા કે ચુંટણીમાં ભાગ ન લે હવે જો તે કંઇપણ ભોગવો તો તેના જવાબદાર લોકો જ છે. ઘાનીની સભા નજીક પહોંચી ગયેલા આત્મઘાતીએ સુરક્ષા દળોને મુલ ખવડાવી દીધી હતી અને કરેલા આત્મઘાતી હુમલામાં ર૬ના મૃત્યુ નિપજયા હતા.પ્રમુખ ધાની તેજાના ટેકેદારોને સંબોધી રહ્યા હતા ત્યારે થયેલા  હુમલામાં પ્રમુખને કોઇ ઇજા થઇ ન હતી આ હુમલાને તાલિબાનોને અશાંતિની મુરાદનો પુરાવો ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં શાંતિ થાય તેવું તાલિબાનો ઇચ્છતા નથી. તેઓ હિંસા ચાલુ રાખવા માંગે છે.

યુનોના અફઘાનિસ્તાનના પ્રતિનિધિએ પણ તાલિબાનોના આ હુમલાને પ્રજા પર દમન અને માન્વ અધિકારીઓનું હનન ગણાવ્યું હતું. કાબુલથી ૬૦ કીમી દુર થયેલા આત્મઘાતી હુમલા અંગે દુકાનદાર રહીમુલ્લાએ જણાવ્યું હતું કે હું દુકાનમાં બેઠો હતો ત્યારે ધડાકો થયો હતો અને મારા બારી દરવાજાના કાંચ તુટી ગયા હતા અને બહાર આવીને જોયું તો મૃતકોના ઢગલા પડયા હતા. હજુ ઉેક અઠવાડીયા પહેલા જ અગાઉ થયેલા ઘડાકામાં તુટી ગયેલા બારીઓના કાચ મે રીપેર કરાવ્યા હતા તો ફરીથી તુટી ગયા.

અફઘાનિસ્તામાં રાષ્ટ્રપ્રમુખ ઘાની  ચુંટણી જંગ અને તેનાજ અંગત સચિવ અબ્દુલા અબ્દુલા વચ્ચે જામ્યો છે. આ ચુંટણીને હવે અઠવાડીયની જ વાર છે. ત્યારે તાલિબાનો હિંસા પર ઉતરી આવ્યા છે. ત્યારે તાલિબાનો હિંસા પર ઉતરી આવ્યા છે. પ્રમુખ ઘાની પર સત્તાનો દુરુપયોગ કરી ચુંટણી જીતી શકે છે. તેવો આક્ષેપ થઇ રહ્યો છે. અફઘાનિસ્તાનમાં અત્યારે પરિસ્થિતિ વધુને વધુ વણસતી જાય છે તાલીબાનો અમેરિકાની પીછેહઠથી વધુ આતકી બન્યા હોવાનું અને હવે માત્ર અફઘાન પાસે બે જ રસ્તાઓ બાકી બચ્યા છે. એક તો લોકતંત્રને પુરુ કરી દેવું અથવા તો સમાધાન કરી લેવું. ચુંટણી ના પ્રચારના પ્રથમ દિવસે જ થયેલા આત્મધાતી હુમલામાં પ્રમુખ ધાનીના ટેકેદાર અમરુલ્લાહ સાલેહ સહીતના ર૦ના મોત થયા હતા. તાલિબાનોની હિંસાથી આ વખતે ૨૦૧૪ થી પણ ઓછુ મતદાન થાય તેવી દહેશત ઉભી થઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.