Abtak Media Google News
અબતક’ ચેનલ દ્વારા વહેલી સવારથી જ કરાયું લાઇવ ટેલીકાસ્ટ
ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ

અબતક, દર્શન જોશી, જૂનાગઢ

જૂનાગઢના ગરવા ગિરનારની ખૂબ જ સાહસિક અને જોખમી એવી 14 મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા સર કરવા ગઈકાલે  અને જુસ્સાથી પર્વત ગિરનારને ખૂબ જ ઝડપી સર કરવા માટે યોજાતી આ સ્પર્ધામાં બે બનાવ કીર્તીમાન સ્થપાયા હતા.

ગઈકાલે યોજાયેલ 14 મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં સીનીયર બહેનોમાં 32.15 મીનીટના સમય સાથે ઉતરપ્રદેશની તામસી સીંઘે મેદાન માર્યું હતુ. સીનીયર ભાઈઓમાં જૂનાગઢના વિધાર્થી પરમાર લાલાભાઈએ 5પ.30 મીનીટના સમય સાથે  ગિરનાર સર કર્યો હતો. જુનીયર બહેનોમાં 38.47 મીનીટના સમય સાથે હરિયાણાની સીંધુ રીતુરાજે  પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતુ.

યુવક સેવા સાંસ્કૃતિક વિભાગ અને જૂનાગઢ જિલ્લા વહિવટીતંત્ર દ્રવારા પવિત્ર ગિરનારની ભૂમીમાં સવારે ખુશનુમા વાતાવરણમાં 6-45 કલાકે ભાઈઓના પ્રથમ ચરણની સ્પર્ધાનો પશુપાલન અને ગૈા સંવર્ધન રાજયમંત્રી  દેવાભાઈ માલમ, મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, મનોજભાઈ જોશી, આંતર રાષ્ટ્રીય મેડાલીસ્ટ ડાંગ એકસપ્રેસ અને ડીવાયએસપી સરિતા ગાયકવાડ સાથે જૂનાગઢના અધિકારીઓ, પદાધિકારીઓ દ્વારા ફલેગ ઓફથી પ્રારંભ કરાયો હતો. ત્યારબાદ  બહેનોની સ્પર્ધાનો મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો હતો. આ સ્પર્ધામાં અન્ય વિજેતાઓમાં  સિનિયર ગર્લ્સમાં દ્વિતીય ક્રમે હરિયાણાની પુજારાણી ગુજજર, તૃતીય ક્રમે ગુજરાતના ભૂમીકા ભૂત રહ્યા છે. જ્યારે સિનિયર બોયઝમાં દ્વિતીય ક્રમે દિવના વિજ્ઞનેશ ચાવડા,  તૃતીય ક્રમે  હરિયાણાના  રામ નિવાસ રહ્યા છે. જ્યારે જુનિયર ગર્લ્સમાં દ્વિતીય ક્રમે ગુજરાતના પારૂલ વાળા, તૃતીય ક્રમે  ગુજરાતની જાગૃતિ વાજા રહ્યા છે. જ્યારે જુનિયર બોયઝમાં દ્વિતીય ક્રમે ગુજરાતના લલીતકુમાર નીશાદ તૃતીય ક્રમે ગુજરાતના ચેતનભાઈ મેર રહ્યા હતા.  વિજેતા સ્પર્ધકોને રોકડ રકમ, પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરાયા હતા. સ્પર્ધાના પ્રથમ વિજેતાને રૂ. 50 હજાર, દ્રીતીયને રૂ. 25 હજાર અને તૃતીયને રૂ 15 હજાર અને ક્રમ નંબર 4 થી 10 ને પ્રોત્સાહાન પુરસ્કાર એમ કુલ રૂ પ,50,000ના રોકડ પુરસ્કાર, ગોલ્ડ, સીલ્વર અને બ્રોન્ઝ મેડલ  તથા મેરીટ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. ઉપરાંત જૂનાગઢ કોર્પોરેશન અને અન્યો તરફથી પણ રોકડ પુરસ્કાર  વિજેતાને અપાયા હતા.આ તકે ઇન્ટરનેશનલ મેડાલીસ્ટ સરિત ગાયકવાડે સ્પર્ધકોને જણાવ્યું હતું કે, એક ગોલ નક્કી કરી સખત મહેનત કરવાથી ચોક્કસ સફળતા મળે છે.

વધુમાં જણાવ્યું હતું કે, આજે દિકરો-દિકરી એક સમાન છે. દિકરીઓને પણ સમાન તક આપવાથી શ્રેષ્ઠ પરિણામ લાવે છે. જ્યારે કાર્યક્રમના અધ્યક્ષ પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી દેવાભાઇ માલમે તમામ સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી અને પ્રસંગને અનુરૂપ ઉદ્દબોધન આપ્યું હતું.

મંગલનાથ આશ્રમ ભવનાથ ખાતે યોજાયેલ ઈનામ વિતરણ સમારોહમાં પ્રથમ વખત ઈન્ટરનેશનલ મેડાલીસ્ટ ડાંગ એકસપ્રેસ સરિતા ગાયકવાડ ઉપસ્થિત રહયા હતા.  મેયર ગીતાબેન પરમાર, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન હરેશભાઈ પરસાણા, ધારાસભ્ય ભીખાભાઈ જોષી, શૈલેષભાઈ દવે, કોર્પોરેટર જીવાભાઈ, સંજયભાઈ મણવર, શાસક પક્ષ નેતા કિરીટ ભીંભા, જૂનાગઢ પ્રાંત અધિકારી ભૂમી કેશવાલા, પૂર્વ મેયર આધ્યાશક્તિ બેન મજમુદાર, સહિતના પદાધિકારીઓ – અધિકારીઓના હસ્તે રોકડ પુરસ્કાર પ્રમાણપત્ર અને ટ્રોફી આપવામાં આવ્યા હતા.

સ્વાગત પ્રવચન જિલ્લા  યુવા વિકાસ અધિકારી  દિહોરા એ કર્યુ હતું. આભાર વિધિ  પ્રાંત યુવા વિકાસ અધિકારી હિતેશ ડાંગરે કરી હતી. આ તકે વ્યાયામ શિક્ષકોનું બહુમાન મહાનુભાવોના હસ્તે કરાયું હતુ. સ્પર્ધા દરમિયાન મેડીકલ કોલેજના તબીબો, જિલ્લા વ્યાયામ મંડળના  શિક્ષકો, મીનરાજ સંકુલની વિધાર્થીનીઓ, રમતગમત વિભાગના કર્મચારીઓ ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ સહયોગી થઈ હતી. જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેષ દિહોરા અને એમની ટીમના સહયોગથી સ્પર્ધાને સફળ બનાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હારૂન વિહળે કર્યુ હતુ.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.