Abtak Media Google News

સૌરાષ્ટ્રમાં આ વર્ષે મગફળી ખરીદના માટે તામિલનાડુથી વેપારીઓ આવ્યા છે અને મોટા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે. હાપા યાર્ડમાંથી તામિલનાડુના વેપારીઓએ ૧ હજાર ટન મગફળી ખરીદી કરી છે. હાપા યાર્ડના વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ આ વખતે દક્ષિણ ભારતમાં ભારે વરસાદથી નુકશાન થયું છે. ત્યારે દક્ષિણના રાજયો  ખાસ કરીને તામિલનાડુના વેપારીઓએ ગુજરાત સૌરાષ્ટ્ર પર નજર માંડી છે. અને સૌરાષ્ટ્રમાંથી મગફળી ખરીદવાનું શરુ કર્યુ છે.

સૌરાષ્ટ્રમાાં મહત્વના યાર્ડોમાં ગોંડલ તથા રાજકોટ અને હાપા યાર્ડનો સમાવેશ થાય છે.તામિલનાડુથી આવેલા વેપારીઓએ થોડા સમય અગાઉ ગોંડલ યાર્ડમાંથી મગફળીની ખરીદી કર્યા બાદ હાપા યાર્ડમાંથી મગફળીની ખરીદી શરુ કરી છે. હાપા યાર્ડમાંથી તામિડનાડુના વેપારીઓએ ૧ હજાર ટન મગફળીની ખરીદી કરી છે અને હજુ વધુ વેપારીમાં ખરીદવા આવી રહ્યા હોવાનું જાણવા મળે છે.

હાલાર પંથકમાં મગફળીનું વાવેતર વધારે થાય છે અને આ વિસ્તારમાં પાકમાં મગફળીમાં તેલની ટકાવારી વધુ હોવાથી વધુ ખરીદી થાય છે. ખાવાના ઉપયોગ માટે સારી મગફળી આ વિસ્તારમાંથી મળી રહે છે.

સૌરાષ્ટ્રમાં રાજકોટ ગોંડલ અને રાજકોટ યાર્ડ મગફળી માટે મહત્વની બજાર છે. આથી સૌરાષ્ટ્ર ગુજરાતનો ઠીક બીજા રાજયોમાંથી પણ મોટા પ્રમાણમાં ખરીદી થાય છે આ વખતે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થતા મગફળીના પાકને કેટલું નુકશાન થયું છે. છતાં જયાં સારી મગફળી ઉપલબ્ધ છે. ત્યાંથી બીજા રાજકોટના વેપારીઓ મોટા પ્રમાણમાં મગફળી ખરીદી કરી રહ્યા છે.

ગોંડલ રાજકોટ અને હાપા યાર્ડમાં દિવાળી પહેલા અને અત્યારે પણ એક લાખથી વધુ ગુણી મગફળીની આવક થઇ રહી છે.યાર્ડોમાં આવેલી આ મગફળી ત્રણથી ચાર દિવસમાં વેચાઇ જાય છે.

સૌરાષ્ટ્ર ગુજરાત સાથે તામિલનાડુ જેવા અન્ય રાજયોમાંથી વેપારીઓ ખરીદી કરવા આવ્યા હોવાથી અને સારા ભાવો મળતા ખેડુતો ખુશ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.