Abtak Media Google News

અબતક, અશોક થાનકી

પોરબંદર

અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડું સૌરાષ્ટ્ર તરફ આવી રહ્રાું છે, ત્યારે દરિયાકાંઠાના ગામડાઓને સાવચેત કરી દેવામાં આવ્યા છે તેમજ તંત્ર દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.અરબી સમુદ્રમાં લો પ્રેશરને કારણે તૌકતે નામનું વાવાઝોડું સજર્ાયું છે. ારીખ 17 મે ના સાંજથી તારીખ 18 મે સુધીમાં આ વાવાઝોડું પોરબંદર અને મહુવા વચ્ચેથી પસાર થાય તેવી શકયતાઓ દેખાઈ રહી છે. હાલ વાવાઝોડાની ઝડપ 1પ0 થી 160 કિલોમીટર આસપાસ જણાઈ રહી છે. ત્યારે વાવાઝોડાની શકયતાને પગલે પોરબંદરના વહીવટીતંત્ર દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પોરબંદરના બંદર પર ભયજનક બે નંબરનું સિગ્નલ લગાડી દેવામાં આવ્યું છે તેમજ માચ્છીમારોને હાલ દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી રહી છે. વાવાઝોડાને પગલે કોઈ આપતિ સજર્ાય તો રાહત કામગીરી માટે એન.ડી.આર.એફ. ની બે ટીમ પણ પોરબંદરમાં તૈનાત કરી દેવામાં આવી છે.

પાંચ દિવસ માટે ચોપાટી પર જવાનો પ્રતિબંધ: તૌકતે વાવાઝોડાના પગલે પોરબંદરની ચોપાટીના દરિયાકાંઠે જવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. જેમાં પાંચ દિવસ માટે ચોપાટી પર પ્રવેશબંધી અંગે હુકમ કરવામાં આવ્યો છે. પોરબંદરથી મહુવા સુધી દરિયાકિનારા પર વાવાઝોડું ત્રાટકવાની પૂરી શકયતા દેખાઈ રહી છે. ત્યારે પોરબંદર જિલ્લા કલેકટર દ્વારા એક જાહેરનામું બહાર પાડી જિલ્લાના ચોપાટી સહિતના દરિયાકિનારા પર તારીખ 16 મે થી ર0 મે સુધી પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. તો ચોપાટીના મુખ્ય રસ્તાઓ પર પોલીસને પણ તૈનાત કરી દેવામાં આવી છે. જે લોકોને પ્રવેશબંધી અંગે જાણકારી નથી હોતી તે લોકો ચોપાટી પર પોતાના નિત્યક્રમ પ્રમાણે પક્ષાીઓને ચણ નાખવા માટે આવી રહ્રાા છે ત્યારે પોલીસ દ્વારા તેમને દરિયાકાંઠા સુધી પહોંચવા ન દઈ અને રસ્તા પરથી જ પરત મોકલી દેવામાં આવી રહ્રાા છે.

Img 20210516 Wa0095

મોટા વૃક્ષોની ડાળીઓ કાપી નખાઇ: પોરબંદરમાં વાવાઝોડાના પગલે પાલિકા દ્વારા વૃક્ષાોનું ટ્રીમીંગ કરવામાં આવી રહ્રાું છે. જેમાં હોસ્પિટલ રોડ, નવયુગ વિદ્યાલય, એમ.ળ. રોડ અને એસ.ટી. રોડ સહિતના વિસ્તારોમાં વાવાઝોડા દરમિયાન નુકસાન કરી શકે તેવા મોટા વૃક્ષાોની ડાળીઓને કાપવામાં આવી હતી. દરિયામાં હેલીકોપ્ટર મારફત પેટ્રોલીંગ: વાવાઝોડાને પગલે પોરબંદર કોસ્ટગાર્ડ પણ સતર્ક બની ગયું છે. કોસ્ટગાર્ડના ખાસ હેલીકોપ્ટર દ્વારા દરિયામાં પેટ્રોલીંગ કરી હજુ પણ જો કોઈ માચ્છીમાર બોટ દરિયામાં જોવા મળે તો તેને કાંઠે જવા સુચના આપવામાં આવી રહી છે. લાઉડ સ્પીકરના માધ્યમથી દરિયામાં રહેલા માચ્છીમારોને કાંઠા વિસ્તારોમાં સલામત સ્થળે પહોંચી જવા કોસ્ટગાર્ડ દ્વારા સૂચના આપવામાં આવી રહી છે.

 

17 દર્દીઓનું સ્થળાંતર: હાલમાં જ એક મહત્વના સમાચારો મળી રહ્રાા છે, પોરબંદરમાંથી કેટલાક કોરોના દદર્ીઓનું પણ સ્થળાંતર કરવામાં આવી રહ્રાું છે. સરકારી કોવિડ હોસ્પિટલમાં આઈ.સી.યુ. વિભાગમાં સારવાર લઈ રહેલા 17 જેટલા દદર્ીઓનું જૂનાગઢની સરકારી હોસ્પિટલમાં સ્થળાંતર કરવામાં આવી રહ્રાું છે. રાજ્ય સરકારની વાવાઝોડાને લઈને સૂચના આવતા હોસ્પિટલના તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.

જેટીએ બોટ અને પીલાણાના થપ્પા લાગ્યા: પોરબંદરમાં વાવાઝોડાને પગલે દરિયામાં કરંટ જોવા મળી રહ્રાો છે અને મોજાઓ પણ ઉછળી રહ્રાા છે, જેને કારણે બોટ અને પીલાણાઓ દરિયાકાંઠે લાંગરી દેવામાં આવ્યા છે. પોરબંદરમાં તારીખ 17 મે ના સાંજથી 18 મે સુધી રહેલી વાવાઝોડાની શકયતાના પગલે પોરબંદરની તમામ બોટો કિનારા પર લાંગરી દેવામાં આવી છે. તો વાવાઝોડું નાના પીલાણાઓને પણ ભારે નુકસાન કરી શકે જેને લઈને પીલાણાઓ પણ કિનારે લાંગરી દેવામાં આવ્યા છે. અસ્માવતી ઘાટ થી સ્ટેટ લાયબ્રેરી સુધીના દરિયાકાંઠે આ પીલાણાઓ લાંગરી દેવામાં આવ્યા છે અને એકબીજાને દોરડાથી બાંધી દેવાયા છે જેથી ભારે પવન ફૂંકાય તો પણ પીલાણામાં ઓછું નુકસાન થાય. તો બીજી તરફ મીયાણી ગામે પણ ર00 જેટલા પીલાણાઓ દરિયાકિનારે સલામત સ્થળે લાંગરી દેવામાં આવ્યા છે. વાવાઝોડાને પગલે પીલાણાઓને નુકસાન ન થાય તેવા હેતુસર આ વિસ્તારમાં રહેતા 3000 જેટલા માચ્છીમારોએ સલામતીના પગલા રૂપે આ પીલાણાઓ સલામત સ્થળે ખસેડી દીધા છે.

નીચાણવાળા વિસ્તારમાંથી બે હજાર જેટલા લોકોનું સ્થળાંતર

Img 20210516 Wa0096

પોરબંદરમાં વાવાઝોડાની શકયતાને લઈને શહેરના ઝુંડાળા, સુભાષનગર અને ખાડીકાંઠાના વિસ્તારોમાં રહેતા લગભગ બે હજાર જેટલા લોકોને આશ્રયસ્થાન પર ખસેડવામાં આવ્યા છે. વીસ જેટલા આશ્રયસ્થાનોમાં ખસેડાયેલા આ તમામ લોકોનો કોરોના રેપીડ ટેસ્ટ ફરળયાતપણે કરવામાં આવી રહ્રાો છે. આ આશ્રય સ્થાનો પર લોકો માટે સરકારી તંત્ર દ્વારા રહેવા, જમવા તેમજ મેડીકલ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. હાલ વાવાઝોડાનો ખતરો નળક આવી રહ્રાો છે ત્યારે વધુ સાત હજાર લોકોનું સ્થળાંતર થવાની શકયતા જણાઈ રહી છે. હાલ તો પોરબંદર જિલ્લા વહીવટીતંત્ર દોડતું થઈ ગયું છે અને વધુમાં વધુ લોકોને કુદરતી આફત વખતે બચાવવા માટે પ્રયત્નશીલ બની ગયું છે.

પીજીવીસીએલની 16 ટીમો સ્ટેન્ડ બાય

વાવાઝોડાને લઈને મોટાભાગના સરકારી વિભાગો દોડતા થઈ ગયા છે ત્યારે પી.જી.વી.સી.એલ. ની બાવીસ જેટલી ટીમ અને કોન્ટ્રાકટરની 16 જેટલી ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ખાસ કરીને હોસ્પિટલો સહિતના સ્થળોએ વિજપુરવઠો ખોરવાય તો વૈકલ્પિક વ્યવસ્થા રાખવામાં આવી છે. પી.જી.વી.સી.એલ. ની બાવીસ ટીમમાં 106 જેટલા કર્મચારી અને કોન્ટ્રાકટરની 16 ટીમમાં 99 જેટલા સભ્યો સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. તેમજ ઓકિસજન રીફીલીંગ પ્લાન્ટમાં પણ બે ફીડરની વ્યવસ્થા કરવામાં આવી છે અને પી.જી.વી.સી.એલ. ના કર્મચારીઓની રાઉન્ડ ધ કલોક ડયુટી પણ રાખી દેવામાં આવી છે. હાલ કોરોનાની મહામારીમાં ખાસ કરીને હોસ્પિટલોમાં વિજપુરવઠો ખોરવાય તો દદર્ીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે, ત્યારે હોસ્પિટલમાં વિજપુરવઠાને લઈને પી.જી.વી.સી.એલ. ખાસ વ્યવસ્થાઓ કરી રહ્રાું છે.

રેસ્કયુની કામગીરી માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ સજજ

સંભવિત વાવાઝોડાની આગાહીને પગલે પોરબંદરનું સરકારી તંત્ર એલર્ટ થઈ ગયું છે, એન.ડી.આર.એફ. ની બે ટીમ પોરબંદરમાં આવી પહોંચી છે. આ ટીમોને અલગ-અલગ જગ્યાએ આશરો આપવામાં આવ્યો છે. જેમાં એન.ડી.આર.એફ. ની ટીમ પંજાબના ભટીંન્ડા ગામથી પોરબંદર ખાતે આવી છે. આ ટીમના ઈન્સ્પેકટર ગુર મહેરસિંઘના જણાવ્યા અનુસાર બન્ને ટીમો રેસકયુ માટે સક્ષામ છે તેમજ ચાર જેટલી આઉટ બોટ, બોયા, લાઈફ સેવીંગ જેકેટ, કટર અને જનરેટર સેટ સહિતના સાધનો પણ તેમની પાસે ઉપલબ્ધ છે. આ ટીમ ઉંચી બિલ્ડીંગમાંથી રેસકયુ કરવામાં તેમજ ઉંડા પાણીમાંથી પણ રેસકયુ કરવામાં સક્ષામ છે. એન.ડી.આર.એફ. ઉપરાંત એસ.ડી.આર.એફ. ની ટીમ પણ પોરબંદર ખાતે તૈનાત કરી દેવામાં આવી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.