Abtak Media Google News

જિલ્લા શિક્ષણાધિકારી સામે ખાતાકીય તપાસના આદેશ

વિદ્યા સહાયકોમાં મેરિટ સાથે ચેડા કરી ખોટા સર્ટિફિક્ેટના આધારે ભરતી કરવામાં આવી હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. દરમિયાન રાજ્ય સરકારના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનએ એવી ખાતરી આપી છે કે આવા કિસ્સામાં કાર્યવાહી કરવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા વિદ્યા સહાયકની ભરતીમાં મેરિટ સહિતના ધોરણો ન જાળવીને વ્યાપક ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરતાં કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે સમગ્ર પ્રકરણની તપાસ સીબીઆઈ અવા સિટિંગ જજ દ્વારા કરાવવાની માગ કરી છે. તેમણે સરકારને નિયુક્ત કરેલી કમિટીના અહેવાલ અને તારણો ગૃહમાં રજૂ કરીને કેવી રીતે લાયક ન હોય તેવા ઉમેદવારોને સ્પોર્ટસ ક્વોટામાં નોકરી અપાઈ તેની સિલસિલાબંધ હકીકત રજૂ કરી હતી.

વિધાનસભામાં શિક્ષણ વિભાગની ચર્ચામાં ભાગ લેતાં કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય ગોહિલે આક્ષેપ કર્યો હતો કે, સરકાર દાવો કરે છે કે, જો સરકારી શાળામાં સારું શિક્ષણ મળતું હોય તો ભાજપના પ્રધાનો તેમના બાળકોને ખાનગી શાળામાં શા માટે ભણાવે છે? સરકારી શાળામાં કેમ ભણાવતા ની? વિદ્યા સહાયકોની ભરતીમાં શિક્ષણ વિભાગની તપાસ સમિતિના ખેડા જિલ્લાના અહેવાલને પુરાવા ‚પે ટાંકીને કહ્યું કે, એક જ જિલ્લામાં ૧૩૬ અરજદારોએ ખોટા પ્રમાણપત્રો અને માર્કશીટ બનાવીને નોકરીઓ મેળવી છે. તો અન્ય જિલ્લાઓમાં કેવી સ્િિત હશે? ફિક્સ પગારના કર્મચારીઓમાં ભેદભાવની નીતિનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, ૨૦૦૬ પહેલાંના કર્મચારીઓને તેમના લાભી વંચિત રાખવા પાછળનું સરકારનું કારણ સમજાય તેવું ની. જેટલી જગ્યા ભરવાની જાહેરાત આપવામાં આવે તેટલી ભરવી જોઈએ. નોકરીમાં હોય તે જ પસંદગીનો જિલ્લો મેળવે તેને નવી નોકરી ગણાવાના નિયમમાં પણ સુધારો કરવા તેમણે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.