દ્વારકામાં બીજી આગ હોનારતની રાહ જોતું તંત્ર!

ચાર માળની હોસ્પિટલ આગમાં ખાખ છતાં કોઇ તકેદારી નહીં

ચાર માળની આખી હોસ્પિટલ ખાખ થઇ છતાં તંત્રે પગલા તો ઠીક તપાસ પણ કરી નથી? અન્ય ઇમારતોમાં આવી ઘટના બને તો? તંત્રની બેદરકારી સામે લોકોમાં રોષ

દ્વારકાની ચાર માળની હોસ્પિટલમાં આગની ઘટના બાદ પણ પાલિકા કે તંત્રે કોઇ કાર્યવાહી કરી નહી કે તપાસ નહીં કરતા આવી બીજી દુર્ધટનાની રાહ જોવાતી હોવાનું લોકો કહે છે. આખી ચાર માળની હોસ્પિટલ ખાખ થયાને ચાર ચાર દિવસ પસાર થવા છતાં પગલા તો ઠીક આવા બનાવો ભવિષ્યમાં ન બને તેવી તકેદારી પણ આપવામાં આવી નથી. દ્વારકાની હોસ્પિટલમાં બે દિવસમાં લાગેલી આગની ઘટનામાં તંત્રની બેદરકારી હોવાનું બહાર આવ્યું છે. તંત્રે ગીચ વિસ્તારમાં ચાર માળની હોસ્પિટલે મંજુરી કઇ રીતે આપી? કોણે આપી? આ અંગે પાલિકાના ચીફ ઓફીસરનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે મકાનના ફાઇલની શોધખોળ ચાલુ છે અને ફાઇલ મળે કાર્યવાહી કરાશે.

દ્વારકામાં બે દિવસ પહેલા જુની નગર પાલિકા પાસે ગીચ વિસ્તારમાં દેવભુમી મેડીકલ અને પુથવીરાજ સિહ ચોહાણની આદિત્ય હોસ્પિટલમાં બોપરના સમયે શોર્ટ સર્કિટના કારને ભયંકર આગ લાગેલ હતી. દ્વારકા નગર પાલિકના ફાયર ટીમ સમય સુચકતા ધટના સ્થડે આવી પંદર હજાર લિટર પાણીનો મારો ચલાવ્યો ત્યારે માંડ માંડ આગ કાબુમાં આવી હતી અને મેડીકલ સહીતના ચાર માળ બળીએ ખાખ થૈઇ ગયેલ હતા. સદનસીબે મોટી જાનહાની ટળી હતી અને હોસ્૫િટલ અને મેડીકલમાં ફાયર સેફટીના સાધનો ન હોવાનું સામે આવ્યુ હતું અને હોસ્પીટમાં અને મેડીકલમાં રહેલ ચિજ વસ્તુંઓ બરીને ખાખ થઇ ગયેલ હતી અંદાજીત ૧૫ લાખ રૂપિયાનું નુકસાન થયું હોય તેવી હોસ્૫િટલના સંચાલકે દ્વારકા પોલીસમાં અરજી કરી હતી પોલીસે જાણવા જોગ ફરીયાદ લીધી હતી અને એફ એસ એલ ની ટીમે રીપોટ લૈઇ કલેકટર અને ગાંધીનગર મોકલ્યા એવું જાણવા મલેલ છે હોસ્પિટલનું બાંધકામ કાયદેસર છે કે નહી ? દ્વારકા નગર પાલીકાના ચિફ ઓફિસર ચેતન ડોડીયાને હોસ્૫િટલ સંચાલક પર એકશન લિધા ? તેમજ હોસ્૫િટલની મંજુરી છે કે નહી? છેતો કેટલા સમયથી છે ? કેટલા માળની છે ? ગીચ વિસ્તારમાં મંજુરી આપી શકાય ? કોના નામનું લાયસન છે? કેટલા સમયથી હોસ્પીટલ અને મેડીકલ ફાયર સેફ્ટીના સાધનો વિના ધમધમતી હતી તેવા પ્રશ્નો પુછપરછ કરતા ચિફ ઓફીસરે મંજુરી છેકે નહી? ની ફાયલની શોધકોર ચાલું છે અને ફાઇલ મળશે ત્યારબાદ વિગત આપી કાર્યવાહી કરાશે તેવું જણાવ્યું હતું હોસ્૫િટલમાં આગ લાગ્યાનું સમગ્ર દ્વારકા સહિત જીલ્લામાં હો હો મચી ગયું પણ નગર પાલીકા તંત્ર  હજુ સુધી દ્વારકા શહેરની હોટલ રેસ્ટોરન્સ શોપીંગમોગ શોપ ટયુશન કલાસીસ કોમપ્યુંટર કલાસીસ સહિતની વિવિધ જગ્યાએ  ફાયર સેફટીના સાધનો છે કે નહી તેનું ચેકીંગ કરવા  ફરક્યું જ નથી જોકે હોસ્પિટલ અને મેડીકલમાં આગ લાગી તેની આસપાર રેણાક મકાનો હોટલ બેન્કો મોબાઇલ શોપની દુકાનો નજીક હોય સદનસીબે મોટી જાન હાની થતા અટકી હોવા છતા ઉચ્ચ કક્ષાથી કરીને સ્થાનિક અધિકારીઓ તમાસો જોઇ મોન સેરવી રહ્યા હોય તેમ કાર્યવાહી કરવામાં ઠીલાસ રાખાઇ રહી છે.