‘અબતક’ના અહેવાલ બાદ જાગ્યું તંત્ર, 12 દિવસથી બંધ સમઢીયાળામાં પ્રાથમિક આરોગ્ય સબ સેન્ટર ખુલ્યું

ઉપલેટા તાલુકાના સમઢીયાળા ગામે છેલ્લાં 12 દિવસથી કોરોના મહામારી હોવા છતાં સ્ટાફના અછતના અભાવે 12-12 દિવસથી બંધ રહેલ આરોગ્ય સબ સેન્ટરના ‘અબતક’ સાંધ્ય દૈનિકમાં અહેવાલ છપાયા બાદ ગઇ કાલે ખોલવામાં આવ્યું હતું.

ગ્રામજનો પાસેથી મળતી વિગતો મુજબ છેલ્લા 15 દિવસથી ગામમાં શરદી-ઉધરસ, તાવ સહિત રોગોના ઘેર-ઘેર ખાટલા મંડાયા છે ત્યારે પાંચ કરતા વધુ લોકોમાં મોત થયા છતા આરોગ્ય વિભાગે છેલ્લા 12 દિવસથી દર્દીઓને આર્શીવાદ સમાન પ્રાથમિક આરોગ્ય સબ સેન્ટરને ચલીગઢીયા તાળા મારા દીધા હતા  સેન્ટરના સ્ટાફને અન્ય જગ્યાએ ડ્યુટીમાં મુકી દેતા ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.

આ અંગેનો અહેવાલ ‘અબતક’ સાંધ્ય દૈનિકમાં છપાયા બાદ ધારાસભ્ય સહિતના લોકોએ આરોગ્ય વિભાગમાં જાણ કરતા આખરે ગઇકાલે સમઢીયાળાના પ્રાથમિક સબ આરોગ્ય સેન્ટર ખૂલ્યું હતું અને લોકોને રસી અપાઇ હતી.