સાબરકાંઠામાં ખનીજ ચોરો પર તંત્રની ઘોસ: 6.50 લાખનો દંડ

અબતક, સંજય દિક્ષીત, ઈડર

જિલ્લા ખાણ અને ખનીજ વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં ભૂસ્તર શાસ્ત્રીની માત્ર એક જ કચેરી અને ઓછા ફિલ્ડ સ્ટાફના મહેકમ વચ્ચે પણ સમગ્ર વર્ષ દરમિયાન જિલ્લાના તમામ વિસ્તારોમાં સતત ચાંપતી નજર રાખીને આકસ્મિક રેડ પાડી ખનીજ ચોરી પકડી પાડવાના અનેક કિસ્સાઓ બન્યા છે ત્યારે બે દિવસમાં ખૂબ જ ધનિષ્ટ પ્રયાસો કરીને તા.04/01/2022 ના રોજ ઈડર તાલુકાના ફલાસણ ખાતે આવેલા સાબરમતી નદીના પટ્ટમાં એક હિટાચી મશીન મોડલ નંબર ઈએક્ષ 200 એલ.સી જેના નંબર 20015762 સાદી રેતી ખનિજનું બિન અધિકૃત રીતે ખનન કરવા બદલ જપ્ત કરી જાદર પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડી આપવામાં આવેલ છે તેમજ હિંમતનગર તાલુકાના કાંકણોલ ખાતે સાદી માટી ખનીજનું બિનઅધિકૃત રીતે પરવાનગી વિના ખનન કરવા બદલ એક જેસીબી મશીન નંબર જીજે 09-ડીએ-0094 જપ્ત કરવામાં આવેલ છે તેમજ એક વાહન ડમ્પર નંબર આર.જે-27જીડી-6187 સાદી રીતે ખનીજનું બિન અધિકૃત રીતે રોયલ્ટી પાસ કરતા વધારે વહન કરવા બદલ જપ્ત કરવામાં આવેલ છે જે વાહનોમાં અંદાજીત રૂપિયા 6.50 લાખ થી વધુ રકમની દંડની વસૂલાત કરવામાં આવશે ગત રાત્રે પણ અન્ય બે વાહનો તલોદ પોલીસ સ્ટેશન ખાતે જપ્ત કરી મુકવામાં આવ્યા છે જેમાં કુલ. રૂ.10 લાખ દંડ વસુલવામાં આવશે અને રૂ.1.10 કરોડનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે આમ ભૂસ્તરશાસ્ત્રી સાબરકાંઠા દ્વારા જિલ્લાના હિંમતનગર ઈડર, પોશીના, ખેડબ્રહ્મા, વડાલી, પ્રાંતિજ, તલોદ, વિજયનગર તાલુકાન ા તમામ વિસ્તારોમાં ચાપતી નજર રાખી આકસ્મિક ચેકિંગ કરવામાં આવે છે આમ ભૂસ્તરશાસ્ત્રી સુભાષ જોશી અને તેમની ટીમ દ્વારા કડક કાર્યવાહીના પરિણામે ચાલુ નાણાકીય વર્ષમાં જીલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી ખનીજચોરીના માહે ડિસેમ્બર 2021ના અંતમાં 294 કેસો પકડીને રૂ.366.20 લાખની વસુલાત કરવામાં આવેલ છે જેના પરિણામે રોયલ્ટીની મહેસૂલી આવક પણ રૂ.3238 .95 લાખ થવા પામેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર જીલ્લામાં ખાણ ખનીજની માત્ર એક જ કચેરી હોવા છતાં ખનિજોના બ્લોક બનાવવા સહિતની અનેક વિવિધ કામગીરીના ભારણ વચ્ચે પણ કચેરીના સ્ટાફ દ્વારા દિવસ રાત મહેનત કરીને ખનીજ ચોરી અટકાવવા થઈ રહેલ પ્રયાસોની પ્રશંસા થઈ રહી છે આભ જીલ્લામાં એક જ કચેરી હોવા છતાં ખૂબ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.