Abtak Media Google News

કોરોનાની બીજી લહેરએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. જેમાં ડોક્ટરો, તબીબી કર્મચારીઓ, સ્મશાન ઘાટ પર કાર્ય કરતા લોકોને ગુજરાત સરકારે ફ્રન્ટલાઈન વર્કરો જાહેર કર્યા છે. જયારે આવી કપરી પરિસ્થિતિમાં ગુજરાતમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. કોરોના સંકટમાં સંક્રમિત લોકોની લાશનું અંતિમ સંસ્કાર કરનારા લોકોએ ગ્રામજનો પર ભેદભાવનો આરોપ લગાવ્યો છે.

આ મામલો ગુજરાતના તાપી જિલ્લાના વ્યારા ગામનો છે. જ્યાંના કામદારોમાંથી એક કામદાર કૌશિક કુમારે કહ્યું હતું કે, ‘વાયરસના ડરથી ગ્રામજનો તેમને ગામમાંથી પાણી ભરવા દેતા નથી. આ સાથે તેમના પરિવારને મળવાની મંજૂરી પણ નથી. આ બાબતે ફરિયાદ નોંધાવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.’

13 મેના રોજ, ગુજરાત સરકારે સ્મશાન કર્મચારીઓને ફ્રન્ટલાઈન કાર્યકરો જાહેર કર્યો હતા. આ સાથે, તેમના સરકારી લાભમાં વધારો કરવામાં આવ્યો. રાજ્ય સરકારે કહ્યું હતું કે, ‘સ્મશાન ઘાટ પર કામ કરતા મજૂરોના મોત બાદ તેમના પરિવારોને વળતર રૂપે 25 લાખ આપવામાં આવશે. આ સિવાય અન્ય ફાયદા પણ આપવામાં આવશે.’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.