તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ડિરેક્ટર ધર્મેશ મેહતાની વેબ સિરીઝ “યમરાજ કોલિંગ” ટૂંક સમયમાં થશે રિલિઝ

યમરાજ કોલિંગ: તારક મેહતા કા ઊલટા ચશ્માના ૫૦૦ થી પણ વધારે એપિસોડ ડિરેક્ટ કરનાર ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર ધર્મેશ મેહતાની વેબ સિરીઝ પણ ટૂક સમયમાં રિલિઝ થવા જઈ રહી છે જેનું નામ યમરાજ કોલિંગ છે. જેમાં દેવેન ભોજાણી અને દિપક ઘીવાલા જેવા દિગ્ગજ અભિનેતા જોવા મળશે તો નેશનલ ઍવોર્ડ વિનર નીલમ પાંચાલ પણ આમાં મહત્વની ભૂમિકા ભાવતા જોવા મળશે.