છેલ્લા 13 વર્ષથી ભારતનો પોપ્યુલર શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં મિસિસ રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનાર અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલ હાલમાં ખુબજ ખુશ જણાય છે. તેની ખુશી પાછળનું કારણ છે તેના પતિ બોબી બંસીવાલ. તે બંનેના લગ્નને હમણાં 20 વર્ષ પૂર્ણ થયા હતા. તેનાં લગ્નની 20મી વર્ષગ્રાઠ પર તેના પતિએ જેનિફરનું બાળપણનું સપનું પૂર્ણ કર્યું હતું.

જેનિફરનાં પતિએ મેરેજ એનિવર્સરી પર તેને બાઇક ગિફ્ટ આપી છે. જે બાઈક તેનું બાળપણનું સપનું હતું. આ બાઈક મળતાની સાથેજ અભિનેત્રીએ તેના સોશ્યિલ મીડિયા પર અપલોડ કર્યો હતો, અને સાથે ઈમોશનલ નોટ પણ લખી.


જેનિફર મિસ્ત્રીને બાઇક લેવાની અને ચાલવાની ઈચ્છા તો ક્યારની હતી, પણ તેના પતિએ “તારો પગ જયારે નીચે પોહચી જાય ત્યારે ચલાવજે” એમ કહ્યું હતું. તેના કારણે તેની ઈચ્છા ક્યારની અધૂરી રહી ગઈ હતી. જે હમણાં પુરી થઈ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.