ચાને સ્વાદિષ્ટ બનાવવા ટેસ્ટિંગ જરૂરી: નીલમ ચા

વ્યાજબી ભાવ સાથે ગ્રાહકો સુધી ચા પહોચતી કરવાની કાબિલે-દાદ વ્યવસ્થા નીલમ ચા રાષ્ટ્રીય વ્યાપી ચાના શોખીનની સવાર સુધારે છે:કુલદીપભાઈ દાવડા

વર્ષ 1986માં નીલમ ચાની શરૂઆત અમરેલી મુકામે શરૂ કરવામાં આવી હટી.વર્ષ 1993 સુધી રીટેલ કાઉન્ટર ચલાવવામાં આવતું હતું.ત્યાર બાદ ચા ના પેકેટની લાઈનમાં આવ્યા.ધીમેધીમે અલગ અલગ ડિસ્ટ્રીક લેવાના શરૂ કર્યા ગુજરાત કવર કર્યું.હાલ ગુજરાતની અંદર નીલમ ચા દરેક સ્થળ પર મળી રહે છે.

મહારાષ્ટ્ર,એમપી,રાજસ્થાન,યુપીના દરેક જિલ્લામાં નીલમ,નંદની,નૈયા ચાનું વેચાણ કરી રહ્યા છે. ઝુપડપટ્ટીથી લઇ બંગલા સુધી નીલમ ચા ના શોખીનોને નીલમ ચા આટલા વર્ષોથીઆ સરખો ટેસ્ટ આપી રહી છે તેની પાછળ નું મૂળ કારણ ચાનું ટેસ્ટિંગ,ખરીદી, બ્લેન્ડિંગ , પેકિંગ મટીરીયલ, વ્યાજબી ભાવ છે.પાંચ રૂપિયાના પેકેટથી લઇ પાંચ કિલો સુધીના પેકિંગમાં ચાનું વહેચણ કરવામાં આવે છે. નીલમ,નંદની,નૈયા દરેકમાં પાંચ પ્રોડક્ટ છે. જાનુ ટેસ્ટિંગ અને બ્લડીંગ યોગ્ય રીતે કરી ગ્રાહકો સુધી ચાના સ્વાદનો સંતોષ પહોંચાડવામાં આવે છે. અધ્યતન મશીનરી નો ઉપયોગ કરી વિવિધ ગ્રેડની જાનુ શ્રેષ્ઠ રીતે બ્લેન્ડિંગ કરી ત્યારબાદ પેકેજીંગ કરવામાં આવે છે.દાવડા પરિવાર દ્વારા બે પેઠીથી પોતાના માનવંતા ગ્રાહકોનો વિશ્વાસ અકબંધ રાખી તેમને શ્રેષ્ઠ ચાનો સ્વાદ પૂરો પાડવામાં આવી રહ્યો છે.

લોકોનો વિશ્વાસ જીતી નીલમ ચા દિનપ્રતિદિન ઘરે ઘરે પહોંચી રહી છે:પરેશભાઈ દાવડા

નીલમ ચાના ફાઉન્ડર જયેશભાઈ દાવડાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે,વર્ષ 1986માં કાઉન્ટર પર ચાર શરૂ કરી ત્યારે અમો લુચ્ચા નો વ્યાપાર કરતા હતા આજે લોકોએ આપણા પર વિશ્વાસ મૂક્યો અને નીલમ ચા દિનપ્રતિદિન ભારતભરમાં દરેક ઘરમાં પહોંચી છે. નીલમ ચાની અંદર 5 પ્રોડક્ટ આવે છે. બે પેઢી સાથે ગ્રાહક વિશ્વાસ રાખી અમારી સાથે રહી રહ્યા છે. હાલની સરકાર નિકાસ પર ખૂબ ધ્યાન આપી રહી છે. વિશ્વના વિવિધ દેશોમાં ભારતની ચાની માંગ ઉઠી રહી છે. સરકાર પણ તેને ધ્યાને રાખી વેપારીઓને પ્રોત્સાહન આપી  રહી છે. સાથોસાથ દેશમાં ચાનો ભાવ ઉંચો ન જાય તે માટે નિકાસકારોને પણ નિકાસની ડિમાન્ડ પર 20 ટકા છૂટ આપી સરકાર કાર્ય કરી રહી છે.

કુશળતાપૂર્વક ચાના જથ્થાની માંગને મેનેજમેન્ટ કરવું જરૂરી:કુલદીપભાઈ દાવડા

કુલદીપભાઈ દાવડાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે,ચાના વ્યવસાયમાં સ્ટાર્ટઅપની શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે.અમારા વડીલોએ આજે આ પ્લેટફોર્મ ઉભું કરીને અમને આપ્યું છે. પરંતુ અમે આ તકને હજુ આગળ ધપાવવા ખૂબ મહેનત અને પ્રયત્ન કરી રહ્યા છીએ.

સમયસર વેપારીને તેનો માલ મળી રહે અને ચાના જથ્થાની માંગને પ્રોડક્શનમાં મેનપાવર નો ઉપયોગ કરી અને સમયસર વેપારી સુધી પહોંચાડવાની પણ કુશળતા જરૂરી છે ધંધા વ્યાપાર ની દ્રષ્ટિએ. અમારા વેપારીઓને ચા નો જથ્થો સમયસર પહોંચાડી તેમની આગળના રૂટને સરળ બનાવી આપી છે. હરિફાઈના સમયમાં અમે માત્ર અને માત્ર અમારી કોલેટી પર જ ધ્યાન આપી છીએ. આજે ગુજરાત માંથી બહાર નીકળી અમે વિશ્વફલક સુધી પહોંચ્યા છિએ.

અથાગ મહેનત સાથે ઘરે-ઘરે ફ્રી સેમ્પલ્સ આપી બ્રાન્ડ ઊભી કરી છે: જયેશભાઈ દાવડા

જયેશભાઈ દાવડાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, 1000થી 1500ની વસ્તી વાળા સેન્ટરથી અમે શરૂઆત કરી હતી.ઘરે ઘરે ફ્રી સેમ્પલ આપવાની શરૂઆત કરી હતી. તેની સાથોસાથ ધીમેધીમે ડેવલોપમેન્ટ કરતા ગયા ત્યારબાદ ડીલર અને ડિસ્ટ્રીબ્યુટર શિપમાં આગળ વધતા ગયા અને આજે નીલમ ચા બ્રાન્ડ ઊભી કરી છે.