ગરમીમાં મિત્રોને અને પરિવારને પીરસો ખૂબ જ ટેસ્ટી મેંગો મસ્તાની…

Mango Mastani
Mango Mastani

ઉનાળો શરૂ થઈ ગયો છે, ત્યારે કાળઝાળ ગરમીમાં મિત્રો ને અને પરિવાર ને પીરસો ખૂબ જ ટેસ્ટી આ મેંગો મસ્તાની

સામગ્રી :

  • 2 પાકી કેરી,
  • 1/2 વાડકો એકદમ ઠંડુ દૂધ,
  • 2 ચમચી ખાંડ,
  • 2 થી 3 સ્કુપ આઈસ ક્રીમ,
  • બદામ , કાજુ , પિસ્તા ની કાતરણ, સજાવટ માટે,
  • ચેરી , સજાવટ માટે.

રીત :

ચાલો મેંગો મસ્તાની બનાવીએ.. કેરી ને ધોઈ , છાલ ઉતરો .. કટકા કાપી લો. થોડા કટકા સજાવટ માટે રાખી લો. સજાવટ માટે ના કટકા નાના નાના સુધારવા..

હવે એક બાઉલ માં કેરી ના કટકા લો. એમાં એકદમ ઠંડુ દૂધ ઉમેરો. સાથે ખાંડ ઉમેરો. એકદમ સ્મૂધ થાય ત્યાં સુધી બ્લેન્ડ કરો..

સર્વ કરવાના ગ્લાસ માં પોણો ગ્લાસ ભરાય એટલું ભરો.. હવે એના પર આઈસ ક્રીમ નો સ્કુપ ગોઠવો. એના પર બદામ , પિસ્તા , કાજુ ની કાતરણ અને ચેરી ગોઠવો.

તમારી મેંગો મસતાની પીરસવા માટે ત્યાર છે તો કરો ટેસ્ટ…

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com