Abtak Media Google News

કોઈમ્બતૂર ખાતે ૬૦ કિલોવોટ પાવરનું ચાર્જિંગ સ્ટેશન વિકસાવાયું

દિન પ્રતિદિન વાહનોમાં ઉપયોગમાં લેવાતા ઇંધણ પૃથ્વીના પેટાળમાંથી પૂર્ણ થઈ રહ્યું છે. જેના કારણે ઓટોમોબાઇલ ક્ષેત્ર સહિત સામાન્ય પ્રજામાં પણ ચિંતાનો માહોલ વ્યાપ્યો છે.

વાહન વિના હાલનું માનવ જીવન શક્ય જ નથી ત્યારે પેટ્રોલ – ડીઝલ વિનાના વાહનો વિકસાવવા તરફ ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી પ્રયત્નશીલ છે.

ઘણી બધી કંપનીઓ આ પ્રકારના પ્રોજેકટ પૂર્ણ કરી છે તો ઘણી બધી ઓટોમોબાઇલ કંપનીઓ આ તરફ સતત પ્રયત્નશીલ છે.

ઇલેક્ટ્રિક વાહન પેટ્રોલ – ડીઝલ સંચાલિત વાહનોનો પર્યાય બની શકે છે પરંતુ તેના માટે અનેક પડકારોનો સામનો કરવો જરૂરી છે. જેમાંથી મુખ્ય પડકાર ચારજિંગ સ્ટેશન છે.

ઇલેક્ટ્રિક વાહનો પર્યાવરણની સાથોસાથ માનવી માટે સારું સંસાધન છે પરંતુ ઇલેક્ટ્રિક વાહનો એકવાર ચાર્જ કર્યા બાદ કેટલો સમય ચાલશે ? એકવાર ગાડીની ઉર્જા પૂર્ણ થયા બાદ કેટલો સમય ચાર્જ કરતા લાગશે ? હાઇવે પર ચારજિંગ સ્ટેશન ઉપલબ્ધ થશે કે કેમ ? આ મુંજવણોને કારણે લોકો ઇલેક્ટ્રિક વાહનોને પસંદ કરતા નથી. ત્યારે ટાટા અને એમ.જી. મોટર્સ મુખ્ય પડકારો પૈકી ચારજિંગ સ્ટેશનને સુપર ફાસ્ટ બનાવવા તરફ આગળ વધી રહી છે જેથી વાહનને ચાર્જ કરવા ચાલકે વધુ સમય વેડફવો પડે નહીં.

ટાટા પાવર અને એમ.જી. મોટર્સ દ્વારા ગુરુવારે ૬૦ કિલોવોટ પાવરનું ચારજિંગ સ્ટેશન પ્રથમવાર કોઈમ્બતૂર ખાતે વિકસાવવામાં આવ્યું છે. તમિલનાડુ ખાતે વિકસવાયેલું ઇલેક્ટ્રિકલ વહિકલ ચારજિંગ સ્ટેશન ખાતે કમબાઇન્ડ ચારજિંગ સિસ્ટમ ફાસ્ટ ચારજિંગ સિસ્ટમથી વિકસાવવામાં આવ્યું છે.

એક સતાવાર માહિતી મુજબ એમજી મોટર્સની ઝેડએસ ઇલેક્ટ્રિક વાહન ભારતની પ્રથમ સંપૂર્ણ ઇલેક્ટ્રિકલ એસયુવી વાહન છે.

જે ફક્ત ૫૦ મિનિટમાં ૮૦% જેટલો ચાર્જ આ સ્ટેશન મારફત થઈ શકે છે. કંપની દ્વારા આ પગલાંને પર્યાવરણ અને ગ્રીન એનર્જી તરફ મહત્વપૂર્ણ પગલું ગણાવવામાં આવ્યું છે.

એમજી મોટર ઇન્ડિયના ચીફ ગૌરવ ગુપ્તાએ આ અંગે કહ્યું હતું કે, આ સુપરફાસ્ટ ચારજિંગ સ્ટેશન વિકસાવી લોકો માટે ખુલ્લું મુકતા અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ. અમને ગર્વ છે કે, પ્રથમ સ્ટેશન કોઈમ્બતૂર ખાતે વિકસાવી લેવામાં આવ્યું છે. ટૂંક સમયમાં દેશના અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારના સ્ટેશનો વિકસાવવા અમે તૈયારીઓ કરી રહ્યા છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.