Abtak Media Google News

દેશભરમાં ઠેર-ઠેર હોસ્પિટલના બેડ ફુલ થયા છે તો બીજી તરફ “કુત્રિમ પ્રાણવાયુ”ની ઘટ ઉભી થઇ છે. પ્રાણવાયુ ન મળતા સેંકડો દર્દીઓના પ્રાણ કોરોના હરી રહ્યો છે. દેશની આ વિકટ સ્થિતિમાં સ્થાનિક તંત્ર તેમજ સરકારને મદદરૂપ થવા ઘણા ઔધોગિક એકમોમાં આગળ આવ્યા છે. જેમાંથી સ્ટીલ ઉત્પાદક કંપનીઓ પણ બાકાત નથી. દેશમાં પ્રાણવાયુને “પોલાદી”બળ પૂરું પાડી છેલ્લા છ માસમાં ઉત્પાદકોએ 1.43 લાખ ટન ઓક્સિજન ઉત્પાદિત કરી જરૂરીયાત મંદ રાજ્યો સુધી પહોંચાડ્યો છે. જેમાં ટાટા સ્ટીલનો પણ સિંહફાળો છે. ટાટા સ્ટીલે જણાવ્યું  કે તેણે કોવિડ-19 દર્દીઓની સારવાર માટે આરોગ્ય કેન્દ્રોમાં રોજની ઓક્સિજન સપ્લાય મર્યાદા વધારીને 600 ટન કરી દીધી છે.

સ્ટીલ મંત્રાલયના નિર્દેશો પર , દેશમાં સ્ટીલ પ્લાન્ટ ગેસની વધતી માંગ વચ્ચે વિવિધ રાજ્યોમાં પ્રવાહી તબીબી ઓક્સિજન (એલએમઓ) સપ્લાય કરે છે. એક ટ્વિટમાં ટાટા સ્ટીલે કહ્યું કે, “ટાટાસ્ટીલે પ્રવાહી તબીબી ઓક્સિજનનો પુરવઠો દરરોજ 500-600 ટન વધારીને લોજિસ્ટિક્સ સપોર્ટ સાથે વધારી દીધો છે. અમે સરકાર  સાથે મળીને કામ કરી રહ્યા છીએ અને રાજ્યોમાં ઉપલબ્ધતા વધારી દર્દીઓના જીવન બચાવવા માટે મહેનત રહ્યા છીએ. ” ગયા અઠવાડિયે ટાટા સ્ટીલના પ્રવક્તાએ કહ્યું હતું કે કંપની વિવિધ રાજ્યોમાં દરરોજ 300 ટન એલએમઓ સપ્લાય કરે છે. જે હવે વધીને 600 ટન કરી દીધું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.