Abtak Media Google News
  • આરટીઓ તંત્રની આકરી કાર્યવાહી
  • આરટીઓએ ડ્રાઇવ યોજી પાંચ ગાડીઓ પકડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ

રાજકોટ આરટીઓ દ્વારા છેલ્લા એકાદ અઠવાડિયાથી મંજૂરી વગર ધમધમતી ડ્રાયવિંગ સ્કૂલ વિરુદ્ધ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આરટીઓને ખાનગી રાહે મળેલી હકીકત મુજબ અનેક ડ્રાયવિંગ સ્કૂલોએ મંજૂરી લીધા વિના જ ડ્રાયવિંગ સ્કૂલો શરૂ કરી દીધી હતી. જે વિગત મળ્યા બાદ આરટીઓ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને આ કાર્યવાહીમાં પાંચ જેટલી મંજૂરી વિના ડ્રાયવિંગ શીખવતી કાર ઝડપી પાંચ મંજૂરી વિના ધમધમતી ડ્રાયવિંગ સ્કૂલો વિરુદ્ધ પગલાં લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત વિગત અનુસાર આરટીઓ કચેરી દ્વારા ડ્રાઇવિંગ સ્કૂલના વાહનોની તપાસણી સોંપવામાં આવેલ હતી જે અનુસંધાને આજે વહેલી સવારથી જ આરટીઓની ટીમોએ ચેકીંગ શરૂ કરી દીધું હતું. મોટાભાગની સ્કૂલો સવારે અને સાંજે ધમધમતી હોય છે ત્યારે આ સમયે જ અલગ અલગ ટીમોએ ચેકીંગ શરૂ કર્યું હતું. આ ચેકીંઅ 5 ડ્રાઇવિંગ સ્કૂલના વાહનો નિયમો અનુસાર આર ટી ઓ કચેરી ખાતે નોંધયેલ નહિ હોવાનું સામે આવતા તમામ વાહનો ડિટેઇન કરી લેવામાં આવ્યા છે.

ડિટેઇન કરવામાં આવેલી ગાડીઓના ડ્રાયવિંગ સ્કૂલની જો વાત કરવામાં આવે તો તેમાં સિયા મોટર ડ્રાઇવિંગ સ્કૂલ, ૐ શ્રી મોટર ડ્રાઇવિંગ સ્કૂલ, પૂજા મોટર ડ્રાઇવિંગ સ્કૂલ, પ્રજાપતિ મોટર ડ્રાઇવિંગ સ્કૂલ અને ક્રિએટર મોટર ડ્રાઇવિંગ સ્કૂલનો સમાવેશ થાય છે.

હવે આ તમામ ડ્રાયવિંગ સ્કૂલને દંડ ફટકારવામાં આવનાર છે. ઉપરાંત તમામ ડ્રાયવિંગ સ્કૂલના સંચાલકોને નોટીસ ફટકારી જવાબ રજૂ કરવા સૂચના આપવામાં આવનાર છે. મંજૂરી વિના ધમધમતા ડ્રાયવિંગ સ્કૂલ વિરુદ્ધ હવે સતત કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેવું આરટીઓ કેતન ખપેડે જણાવ્યું હતું.

મંજૂરી વિના ધમધમતી ડ્રાયવિંગ સ્કૂલોના નામ

1)સિયા મોટર ડ્રાઇવિંગ સ્કૂલ

2)ૐ શ્રી મોટર ડ્રાઇવિંગ સ્કૂલ

3)પૂજા મોટર ડ્રાઇવિંગ સ્કૂલ

4)પ્રજાપતિ મોટર ડ્રાઇવિંગ સ્કૂલ

5)ક્રિએટર મોટર ડ્રાઇવિંગ સ્કૂલ

ડ્રાયવિંગના પાઠ શીખવતી ડ્રાયવિંગ

સ્કૂલોએ જ નિયમોના ધજાગરા ઉડાડ્યા

ફેન્સી નંબરપ્લેટ અને બ્લેક ફિલ્મ બદલ કાર્યવાહી કરાશે

લોકોને ડ્રાયવિંગના પાઠ શીખવતી ડ્રાયવિંગ સ્કૂલોએ પ્રથમ તો મંજૂરી વિના સ્કૂલ શરૂ કરી નિયમો નેવે મુક્યા જ હતા. સાથોસાથ આ વાહનોમાં ફેન્સી નંબરપ્લેટ અને બ્લેક ફિલ્મ પણ લગાવવામાં આવી હતી. જે બદલ પણ આ વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવનાર છે. આ તમામ કાર્યવાહી આરટીઓ કેતન ખપેડના માર્ગદર્શનમાં સહાયક મોટર વાહન ઇન્સ્પેક્ટર કે ડી ઝાલા અને વી બી પટેલ દ્વારા કરવામાં આવી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.