‘વન વીક, વન રોડ’ ઝુંબેશને લઈ મહાપાલિકાની યાજ્ઞિક રોડ પર તવાઈ

વેરા વસુલાત શાખા દ્વારા 17 પ્રોપર્ટીની રૂ.27.82 લાખની વસુલાત

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને સ્માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા તથા ટ્રાફિક મૂવમેન્ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્ય 48 માર્ગો પર વન વીક, વન રોડ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં આજે તા. 25-11-2021ના રોજ સેન્ટ્રલ ઝોન વિસ્તારના ડો. યાજ્ઞિક રોડ રોડ ખાતે અલગ અલગ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફૂટપાથ અને રોડ સમારકામ, હંગામી ધોરણે અનઅધિકૃત દબાણ હટાવવું, ગેરકાયદેસર દબાણ પર ડિમોલીશનની કામગીરી, રોડનું સ્ટ્રક્ચર સરખું કરવું, ફૂડ શાખા દ્વારા ચકાસણી, નડતરરૂપ ઝાડને ટ્રીમીંગ કરવું, વેરા વસુલાત શાખા દ્વારા સ્થળ પર જ ટેક્સ વસુલાત કરવી, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા જાહેરમાં કચરો ફેલાવતા / કચરાપેટી ન રાખતા / પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ કરતા આસામીઓ સામે દંડની કાર્યવાહી કરેલ અને રોડ સારો દેખાય તે પ્રકારે કામગીરી કરવામાં આવે છે.

સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા જાહેરમાં કચરો ફેકનાર/ગંદકી કરવા સબબ 04 આસામીઓને  રૂ.1250/-નો વહીવટી ચાર્જ, કચરાપેટી/ડસ્ટબીન ન રાખવા સબબ કુલ-04 દુકાનદારોને રૂ. 1100/-નો વહીવટી ચાર્જ, પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખવા/ઉપયોગ કરવા સબબ કુલ-05 દુકાનદારોને રૂ. 1400/-નો વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવેલ. તેમજ વોર્ડના કુલ 06 પબ્લીક ટોઇલેટ, 04 ટ્વીન બીન રીપેર કરવામાં આવેલ અને વોર્ડના આવેલ 01 વોકળાની પણ સફાઈ કરવામાં આવેલ. આમ કુલ 13 આસામીઓ પાસેથી કુલ રૂ. 3750 નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ.

ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા વન ડે વન રોડ અંતર્ગત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારના વોર્ડ નં. 7 માં સમાવિષ્ટ ડો. યાજ્ઞિક રોડ પરના પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ નીચેની વિગતેના દબાણો/ગેરકાયદેસર બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે.  જે અન્વયે કુલ 2 સ્થળોએ દબાણ દુર કરી અંદાજે 2500 ચો. ફૂટ પાર્કિંગ/રસ્તા પૈકીની જગ્યા ખુલ્લી કરાવવામાં આવેલ છે તેમજ 2 (બે) ચાલુ બાંધકામ સાઈટ પર ગ્રીન નેટ લગાડવા માટે સુચના આપવામાં આવેલ છે. (1) રાધીકા કોર્પોરેશન, પેન્ટાલું બિલ્ડીંગ ખાતે લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ હેઠળની અંદાજે 1200 ચો.ફૂટ જેટલી જગ્યા કપાત કરવામાં આવેલ અને સ્થાનિકે બાંધકામ શાખા દ્વારા મેટલીંગનું કામ શરૂ કરી, રોડ પહોળો કરવાની કામગીરી હાથ ધરાયેલ છે. (2) બિઝનેશ ટર્મિનલ ખાતે   પાર્કિંગને નડતરરૂપ બેરીકેડીંગ દુર કરાવી અંદાજે 1300 ચોફૂટ જેટલી પાર્કિંગની જગ્યા ખુલ્લી કરાવવામાં આવેલ છે. તેમજ બિલ્ડીંગ્સમાં પાર્કિંગ + 0.00 લેવલ કરાવેલ મિલકતની સંખ્યા – 01, માર્જીન સ્પેસમાં કરવામાં આવેલ કાયમી / પતરાનું દબાણ દુર કરાવેલ મિલકતની સંખ્યા – 01, ચાલુ ક્ધસ્ટ્રકશન સાઇટમાં ગ્રીન નેટ કરાવેલ સાઇટની સંખ્યા – 02 અને પાર્કિંગમાં ખુલ્લી મુકવામાં આવેલ જગ્યા (ચો.ફુ.) અંદાજિત 2500 ચો. ફૂટ કામગીરી કરવામાં આવેલ હતી.

વેરા વસુલાત શાખા દ્વારા બપોરે 01:00 વાગ્યા સુધીમાં કુલ 17 પ્રોપ્રટીની રૂ. 27.82/- લાખની વસુલાત કરવામાં આવેલ. આ લખાય છે ત્યારે આ કામગીરી હાલ ચાલુ છે.

નાનામવા સર્કલ અને રામાપીર ચોકડી ખાતેના ફ્લાય

ઓવરબ્રીજ કામગીરીની સમીક્ષા કરતા મનપા કમિશનર

રાજકોટ શહેરમાં ટ્રાફિકની સમસ્યાને નિવારી શકાય અને વાહન વ્યવહાર સરળ બનાવી શકાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલુ બ્રિજના કામોને ઝડપી પૂર્ણ કરવાના આશય સાથે દિવસ-રાત કામગીરી કરવામાં આવી રહી છે. આજ રોજ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ 150 ફૂટ રીંગ રોડ પર નાનામવા સર્કલ અને રામાપીર ચોકડી ખાતેના ફ્લાયઓવર બ્રિજની ચાલુ કામગીરીની સમીક્ષા કરી હતી અને સમયસર કામગીરી પૂર્ણ કરવા સંબધિત અધિકારીને સુચના આપી હતી. નાનામવા સર્કલ ખાતે નિર્માણ પામનાર ફ્લાયઓવર બ્રિજ ખાતે હાલ 26 ફાઉન્ડેશન પૈકી 15 ફાઉન્ડેશન, 64 ગર્ડર પૈકી 14 ગર્ડર અને 26 પિયરકેપ પૈકી 5 પિયરકેપ બનાવવાની કામગીરી

પૂર્ણ થયેલ છે તેમજ રામાપીર ચોકડી ખાતે હાલ 28 ફાઉન્ડેશન પૈકી 12 ફાઉન્ડેશન, 72 ગર્ડર પૈકી 18 ગર્ડર અને 28 પિયરકેપ પૈકી 01 પિયરકેપ બનાવવાની કામગીરી પૂર્ણ થયેલ છે. હાલ બંને ફ્લાયઓવર બ્રિજની કામગીરી વેગવાન છે.

આજે વિઝીટ દરમ્યાન મ્યુનિ. કમિશનર અમિત અરોરા સાથે સિટી એન્જી.  એચ. યુ. દોઢિયા, પી.એ.(ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી અને એજન્સીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.