Abtak Media Google News

રૂ.૩૫.૫૫ લાખનો બાકી વેરો વસુલવા યોગી કોમ્પલેક્ષમાં ભારતી એરટેલ અને રૂ.૯૯.૯૫ લાખનો વેરો વસુલવા મંગલ કિરણ એપાર્ટમેન્ટમાં ધી કર્ણાટકા બેંકની મિલકતો સીલ કરાઈ

હાલ મહાપાલિકામાં વ્યાજ માફી યોજના ચાલી રહી છે. દરમિયાન રીઢા બાકીદારો પાસેી લેણી રકમ વસુલવા ટેકસ બ્રાંચે હાર્ડ રીકવરીનો દોર પણ શ‚ કર્યો છે જે અંતર્ગત આજે ન્યુ રાજકોટમાં ભારતી એરટેલ અને કર્ણાટકા બેંકના મિલકતને કોર્પોરેશનની વેસ્ટ ઝોન કચેરીની ટેકસ બ્રાંચ દ્વારા સીલ કરી દેવામાં આવી હતી.

વેસ્ટ ઝોન કચેરીના આસીસ્ટન્ટ કમિશ્નર એસ.જે.ધડુક અને આસી. મેનેજર વી.આર.મહેતા સહિતનો કાફલો આજે ન્યુ રાજકોટમાં અલગ અલગ સ્ળોએ હાર્ડ રીકવરી માટે ત્રાટકયો હતો. જે અંતર્ગત ઈન્દિરા સર્કલ પાસે આવેલા યોગી કોમ્પલેક્ષમાં રૂ . 35,55,416 બાકી વેરો વસુલવા માટે હર્ષદરાય પી.રાણાના કુલમુખત્યાર બી.એન.મહેતાની મિલકત કે જયાં ભાડુઆત તરીકે ભારતી એરટેલ લી.ની ઓફિસ આવેલી છે તે મિલકત સીલ કરી દેવામાં આવી હતી.

ત્યારબાદ ટેકસ બ્રાન્ચનો કાફલો કાલાવડ રોડ પર મંગલ કિરણ એપાર્ટમેન્ટમાં ત્રાટકયો હતો. અહીંરૂ. 99,95,606 બાકી વેરો વસુલવા માટે કિરણભાઈ પોપટભાઈ શાહની મિલકત કે જયાં ભાડુઆત તરીકે કર્ણાટકા બેંક લી. બેસે છે તે સીલ કરી દેવામાં આવી હતી.

રીઢા બાકીદારોને અંતિમ તક આપતા મહાપાલિકાએ વેરામાં વ્યાજ માફી યોજના શ‚ કરી છે. છતાં અમુક બાકીદારો વેરો ભરપાઈ કરતા ની. જેઓને સબક શીખવાડવા માટે હાર્ડ રીકવરીનો દોર શ‚ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.