ટેકસ બ્રાન્ચનો સપાટો: શહેરભરમાં ૨૦૪ મિલકતો સીલ

Income-Tax | rajkot
Income-Tax | rajkot

સેન્ટ્રલ ઝોનમાં સૌી વધુ ૮૩ મિલકત, ઈસ્ટ ઝોનમાં ૬૩ મિલકત અને વેસ્ટ ઝોનમાં ૫૭ બાકીદારોની મિલકતો સીલ કરી દેવાઈ: રીઢા બાકીદારોમાં ફફડાટ

રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેય ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા આજે શહેરભરમાં હાર્ડ રીકવરી હા ધરવામાં આવી હતી. જેમાં ત્રણેય ઝોનમાં ૨૦૪ મિલકતો સીલ કરી દેવામાં આવતા બાકીદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. પોતાની મિલકતોને સીલ લાગતા બચાવવા માટે ૫૦ ી વધુ બાકીદારોએ સ્ળ પર જ વેરો ભરપાઈ કરી દીધો હતો. આગામી દિવસોમાં પણ હાર્ડ રીકવરીની કામગરી પુરજોશમાં ચાલુ રાખવામાં આવશે.

મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીના આદેશ બાદ આજે ત્રણેય ઝોન કચેરીની ટેકસ બ્રાન્ચ દ્વારા હાર્ડ રીકવરી માટે ખાસ ડ્રાઈવ હા ધરવામાં આવી હતી જેમાં સેન્ટ્રલ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા શહેરના વોર્ડ નં.૧૪માં ૨૨ મિલકતો, વોર્ડ નં.૭માં ૪૧ મિલકતો, વોર્ડ નં.૧૩માં ૨૦ મિલકતો અને વોર્ડ નં.૧૭માં ૨૫ મિલકતો સીલ કરી દેવામાં આવી હતી. આજે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં કુલ ૮૩ મિલકતો સીલ કરવામાં આવી હતી.

જયારે ઈસ્ટ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા મોરબી રોડ, જીઆઈડીસી, વિનોદનગર, પેડક રોડ, આશ્રમ રોડ સહિતના વિસ્તારોમાં બપોરે ૧:૩૦ કલાક સુધીમાં ૯૧ રીઢા બાકીદારોને ત્યાં રીકવરી હા ધરાઈ હતી. જે અંતર્ગત ૬૪ મિલકતો સીલ કરવામાં આવી હતી. જયારે અન્ય ૨૭ મિલકતોમાં સીલીંગની કામગીરી હા ધરાતા બાકીદારોએ સ્ળ પર વેરો ભરપાઈ કરી દેતા ‚ા.૩૭ લાખની આવક વા પામી હતી. ઈસ્ટ ઝોનમાં પંચરત્ન સોસાયટી, અર્જૂન પાર્ક, મોરબી રોડ, તિ‚પતિ બાલાજી ચોક, પેડક રોડ, પારેવડી ચોક, ન્યુ આશ્રમ રોડ, આરટીઓ રોડ, વિનોદ નગર, રામનગર, શ્રધ્ધા પાર્ક, મેઘાણીનગર, મા‚તીનગર, જંગલેશ્ર્વર, જીઆઈડીસી, મીરા ઈન્ડસ્ટ્રીઝ સહિતના વિસ્તારોમાં મિલકત વેરો વસુલવા માટે હાર્ડ રીકવરી હા ધરાઈ હતી.

આ ઉપરાંત વેસ્ટ ઝોન કચેરી હેઠળ આવતા ૬ વોર્ડમાં આજે મિલકત સીલીંગની કામગીરી હા ધરવામાં આવી હતી. જેમાં કુલ ૯૩ મિલકત સીલ કરવાની કાર્યવાહી હા ધરાઈ હતી. જે પૈકી ૩૬ મિલકતોના માલીકોએ બાકી વેરા પેટેની રકમ ભરપાઈ કરી દીધી હતી. જયારે ૫૭ મિલકતો સીલ કરાઈ હતી. વોર્ડ નં.૧૦માં કાલાવડ રોડ પર આવેલા ક્રિસ્ટલ મોલમાં ગ્રાઉન્ડ ફલોર પર સેમસંગ કંપનીનો શો‚મ, હબ, બાટા કંપનીનો શો‚મ સહિત કુલ ૪ મિલકત સીલ કરવામાં આવી હતી. જયારે પારસ સોસાયટીમાં શાશ્ર્વત એપાર્ટમેન્ટ, કેન્સર હોસ્પીટલ પાસે ઋષિકેશ એપાર્ટમેન્ટમાં ૧૧ ફલેટ, તિરૂપતિ શેરી નં.૫માં હોસ્ટેલઅને રસીકભાઈ સગપરીયાની બે મિલકતો સીલ કરવામાં આવી છે.