Abtak Media Google News

૨૦૧૭-૧૮ના વર્ષની આવકમાં આવરી લેવા માટે ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સની ચુકવણી ૩૧ માર્ચ સુધીમાં કરવાનું બેન્કોને જણાવવામાં આવ્યું હતુ

માર્ચ મહિના માટે TDS ૩૦ એપ્રિલ કે એ પહેલાં ચૂકવી દેવાનો હોય છે. જોકે, ટાર્ગેટના દબાણ અને નાણામંત્રાલયની મંજૂરીને પગલે ટેક્સ અધિકારીઓએ ઘણી ખાનગી અને PSU બેન્કોને ૩૧ માર્ચ સુધીમાં TDS ચૂકવવાનો આગ્રહ કર્યો હતો. જેથી TDSની આવકને ૨૦૧૭-૧૮ની આવકમાં દર્શાવી શકાય.

ટેક્સ અધિકારીઓએ CBIની આંતરિક નોંધના આધારે આ કામગીરી હાથ ધરી હતી. ૨૮ માર્ચની સાંજે CBDT કમિશનર આનંદ ઝાએ મુંબઈ જેવા મોટા ટેક્સ સર્કલ્સના પ્રિન્સિપાલ કમિશનર્સને જણાવ્યું હતું કે, ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસિસએ બોર્ડની વિનંતીના આધારે બેન્કોને ૩૧ માર્ચ સુધીમાં TDS જમા કરાવવા જણાવ્યું છે.

વધુ વિગત પ્રમાણે ૩૧ માર્ચ ૨૦૧૮ સુધીમાં તમારા અધિકારક્ષેત્ર હેઠળ આવતી બેન્કોને TDS જમા કરાવવા માટેનાં પગલાં લેવા મને નિર્દેશ આપવામાં આવ્યો છે, જેની જાણ તમને કરવાનું કહેવાયું છે. ઉલ્લેખનીય છે કે, GST કલેક્શનમાં હજુ સ્થિરતા આવી નથી ત્યારે I-T વિભાગ પર ટેક્સની આવક વધારવાનું દબાણ છે.

ફિક્સ્ડ ડિપોઝિટ પરનું વ્યાજ, પગાર અને અન્ય બાબતોની ચકાસણી માટે ટેક્સ અધિકારીઓએ વીક-એન્ડમાં બેન્કોની તપાસ કરી હતી. બેન્કો અને કંપનીઓએ જે તે મહિનાના TDS અથવા ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સની ચુકવણી પછીના મહિનાની સાત તારીખ સુધીમાં કરવાની હોય છે.

બેન્કો FDની ₹૧૦,૦૦૦થી વધુની વ્યાજની આવક પર ૧૦ ટકા TDS વસૂલે છે. એટલે ₹૫ લાખની થાપણ પર ૭ ટકા લેખે વાર્ષિક ₹૩૫,૦૦૦ વ્યાજ મળતું હોય તો TDSની રકમ ₹૩,૫૦૦ થાય. મોટા બ્રાન્ચ નેટવર્ક ધરાવતી બેન્કોએ ભાડા પર પણ ૧૦ ટકા TDS ચૂકવવો પડે છે. કમિશનરેટ્સને TDSની રકમ વહેલી જમા કરાવવા માટેનો CBDT સર્ક્યુલર કામચલાઉ ઉકેલ કહી શકાય. લાંબા ગાળે આવું પગલું સરકારને મદદ નહીં કરે. ચાલુ વર્ષની ટેક્સ જવાબદારી ૩૧ માર્ચ પહેલાં ચૂકવી દેવાશે તો આવતા વર્ષે ટેક્સની આવકમાં ઘટાડો નોંધાશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.