પાંચ લાખ સુધીની આવકને કરમુકત કરો: વાહન પર જીએસટી ઘટાડો

અબતક, રાજકોટ

સૌરાષ્ટ્ર- કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ  ઈન્ડસ્ટ્રી દ્વારા આગામી બજેટ સંદર્ભે પ્રમુખ નલીન ઝવેરીની અધ્યક્ષતામાં ફાઈનાન્સ કમિટીની એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવેલ. આ કમિટીમાં સંસ્થાના મહામત્રી સંજય લાઠીયા, ભરતભાઈ મીઠાણી , ફેનિલ મહેતા, બેલા મહેતા  તથા રાજેશભાઈ કુકડીયા (ટેક્ષ ક્નસલ્ટન્ટ) ઉપસ્થિત રહેલ આ મીટીંગમાં સંયુક્ત રીતે સરકારને બજેટ અંગેના સૂચનો મોકલવા મુદ્દાઓ તૈયાર કરવામાં આવેલ. જેમાં માંગ વધારવા માટે, ટુ-વ્હીલર પર GST દર 18% સુધી ઘટાડવો. બેંક કરમુક્ત FD કાર્યકાળ ત્રણ વર્ષનો કરવામાં આવે.

હોસ્પિટાલિટી સેક્ટરને ટેક્સમાં રાહત આપવામાં આવે, ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે નીતિગત સુધારાઓ કરવા જોઈએ.બેંકના ફિક્સ્ડ ડિપોઝિટ વ્યાજ દરમાં 2 થી 3% વધારો કરવામાં આવે. પ્રાઇમ લેન્ડિંગ રેટમાં ઘટાડો કરવામાં આવે.  3-4 વર્ષના સમયગાળા માટે હાઉસિંગ લોન પર 3-4% વ્યાજ સબસિડી આપવામાં આવે. ખજખઊત માટે ફાઇનાન્સની સરળતા માટે, સરકારે CGTMSE હેઠળ કોલેટરલ ફ્રી લોનને હાલના રૂ.થી વધારવાનું વિચારવું જોઈએ.

કેન્દ્રીય બજેટ માટે સૌરાષ્ટ્ર- કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રી દ્વારા અપાયા મહત્વપૂર્ણ સુચનો

GST કાયદા હેઠળ ટેક્સ ક્રેડિટની પ્રક્રિયાને તેની રજૂઆત સમયે વચન મુજબ સરળ બનાવવી.  નાના અને મધ્યમ કદનાં ઉત્પાદનકારો તથા ઉદ્યોગીઓને નવી ટેકનોલોજી ખરીદ કરવા માટે ત્વરિત સબસીડી મળી રહે તેવી વ્યવસ્થા કરવા. નોકરિયાત વર્ગ ને મળતા સ્ટાનડર્ડ ડીડકશનની મર્યાદામાં વધારો કરવા ઇન્કમટેક્સનાં નવા સ્લેબના માળખામાં પણ બચત અને રોકાણને પ્રોત્સાહન મળી રહે તેવી જોગવાઈ કરવા. જીવન જરૂરીયાતની વસ્તુઓ અને ખાસ કરીને કપડા ઉપર ટેક્સ ઓછામાં ઓછો હોવો જોઈએ. ઇન્ફોર્મેશન ટેકનોલોજી એ આજના સમય નું ઇંધણ છે. એટલા માટે તેને માટે વિશેષ ટેકનોલોજી પાર્ક ની સ્થાપના થવી જોઈએ અને બને તેટલા પ્રોત્સાહન આપવા જોઈએ. સૌરાષ્ટ્ર- કચ્છનાં તમામ ઉદ્યોગોને લગતા યોજાતા પ્રદર્શનો માટે ક્નવેન્શન સેન્ટરની તાત્કાલિક વ્યવસ્થા ઉભી કરવી જોઈએ. વિદેશી કંપનીઓ આપણા દેશમાં ધંધો કરી શકે, તેવા પગલા લેવા જોઈએ.

5 લાખ સુધીની આવક કરમુક્ત કરવી જોઈએ. તેમજ 5 લાખથી 10 લાખ સુધીની આવક પર 10% લેખે ટેક્ક્ષ લગાડવો જોઈએ, જેથી કરીને નાના કરદાતાને કોરોનાકાળમાં રાહત મળે. મેડીકલખર્ચ અંગેના વીમાનું પ્રીમીયમ મર્યાદિત રકમમાં બાદ મળે છે, જે મર્યાદા વધારવી જોઈએ, તેમજ તબીબી સારવાર અંગેનો ખર્ચ પણ બાદ મળવો જોઈએ. હાઉસીંગ લોનનું વ્યાજ 2 લાખની મર્યાદામાં બાદ મળે છે, તે વધારીને 5 લાખ કરવું જોઈએ. બચત ખાતાનું વ્યાજ 10 હજારની મર્યાદામાં બાદ મળે છે, તે વધારીને 20 હજાર કરવું જોઈએ. ઉપરોક્ત સૂચનો ઉપરાંત ઔદ્યોગિક ક્ષેત્રમાં તથા બાંધકામ ક્ષેત્રમાં નવા ઉદ્યોગો તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટમાં લેવી પડતી મંજૂરીઓની પ્રક્રિયાઓની જે જટિલ સમસ્યાઓ છે તે સરળ બનાવવી અને શક્ય હોય તો (સિંગલ વિન્ડો સીસ્ટમ) એક જ એપ્લીકેશનથી તમામ મંજૂરીઓ મળી જાય તો વેપાર ઉદ્યોગ તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ મળે જે, આજના સમયની જો આપને વિશ્વ સાથે હરીફાઈ કરવી હોય તો તત્કાલ જરૂર છે આ અમારા નમ્ર સૂચનો રાષ્ટ્ર અને રાજ્યના વિકાસમાં ઉપયોગી બનશે તેવું અમારું માનવું છે.