Abtak Media Google News

વોર્ડ નં.૧૦માં ગુજરાત રૂરલ હાઉસીંગ બોર્ડના ૧૯ કવાર્ટરમાં નળ કનેકશન કપાતની કાર્યવાહી: વેરા બાકીદારોમાં ફફડાટ

મહાપાલિકાની વેરા વસુલાત શાખાએ રીકવરી ઝુંબેશ અંતર્ગત આજે શહેરના પૂર્વ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં આવેલ ૩૬ મિલકતોને સીલ કરી હતી. ઉપરાંત અન્ય મિલકતોની સીલીંગ કાર્યવાહી હાથ ધરતા રૂ.૨૩.૦૯ લાખની રીકવરી સ્ળ પર જ ઈ હતી. આ સો વોર્ડ નં.૧૦માં આવેલા ગુજરાત રૂરલ હાઉસીંગ બોર્ડના ૧૯ કવાર્ટરમાં રીકવરી માટે નળ કનેકશન કપાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

વેરા વસુલાત શાખાએ આજે બાકીદારો સામે લાલ આંખ કરી આકરી કાર્યવાહી હાથ ધરી હતી. જેી બાકીદારોમાં ફફડાટ ફેલાયો હતો. પૂર્વ ઝોનની વેરા વસુલાત શાખાએ ત્રણ ટીમો બનાવી કાર્યવાહી કરી હતી. વોર્ડ નં.૫ અને ૬માં મા‚તી કલર-આશ્રમ રોડ, વસીલા પેટ્રોલીયમ-ગુરૂદેવ કોમ્પલેક્ષ, તિરૂપતિ કુરીયર-ગુરૂદેવ કોમ્પલેક્ષ, ધીરૂભાઈ વરવીયા-પરશુરામ ઈન્ડસ્ટ્રીઝ સહિતની કુલ ૨૨ મિલકતો પૈકીની ૯ મિલકતો સીલ કરેલ છે. તેમજ બાકીની મિલકતોમાંથી રૂ.૬.૮૩ લાખની વસુલાત કરેલ છે. વોર્ડ નં.૪ની ટીમ દ્વારા વોર્ડ નં.૪ની ટીમ દ્વારા અંકુર ઓટશે, પટેલ ઓટો-ગ્રીન લેન્ડ ચોકડી, બજરંગ હાઈવે, સમીર ટાયર-નેશનલ હાઈવે, કલ્પેશ માર્કેટ, મહેશ બોરવેલ-મેંગો માર્કેટ, ભગવાનજી પટેલ-ડીએચ ચેમ્બર-કુવાડવા રોડ, દયાબેન ચૌહાણ-મણીસાગર ચેમ્બર સહિતની ૧૭ મિલકતો પૈકી ૧૧ મિલકતો સીલ કરેલ છે તા અન્ય મિલકતોમાંથી ૪ લાખની વસુલાત આવેલ છે. વોર્ડ નં.૧૫,૧૬ની ટીમ દ્વારા શીવસાગર ટેકનોકાસ્ટ, કાર્ગો મોટસ-આજી જીઆઈડીસી, સ્ટીલ ઓટો-મીરા ઉદ્યોગ સહિતની અંદાજીત ૧૨ મિલકતો પૈકી ૧૦ મિલક્તો સીલ કરેલ છે. તથા અન્ય મિલકતોમાંી ૪.૬૧ લાખની વસુલાત આવેલ છે.

વોર્ડ નં. ૭માં કિશાન પરા ચોક પાસે આવેલા કોસ્મોકોમ્પલેક્ષમાં કુલ ૬ યુનિટને સીલ મારવામાં આવ્યા હતા. સો ગોંડલ રોડના જીમી ટાવરમાંથી ૧.૪૫ લાખ, કરણપરાના સદ્ગુરુ કોમ્પલેક્ષમાં ૧.૩૧ લાખની રિકવરી કરવામાં આવી છે. ઉપરાંત વોર્ડ નં.૧૪માં મિલપરા અને કેનાલ રોડ ખાતે આવેલા યુનિટો પાસેી રૂ.૧.૧૭ લાખની રીકવરી કરવામાં આવી છે.

વોર્ડ નં.૧૭માં પરમેશ્ર્વર સોસાયટી મેઈન રોડ પર આવેલા સ્કાયલાઈન ઓફસેના યુનિટ પાસેી રૂ.૧.૩૦ લાખ તેમજ અન્ય યુનિટ પાસેી રૂ.૨.૩૫ લાખની રીકવરી ઈ છે. આ ઉપરાંત વોર્ડ નં.૧૦માં ચિત્રકૂટ ધામ સામે આવેલા ગુજરાત રૂરલ હાઉસીંગ બોર્ડના ૧૯ કવાર્ટરમાં નળ કનેકશનલ કપાતની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ કામગીરીમાં પૂર્વ ઝોનના આસી. મેનેજર એમ.ડી.ખીમસુરીયા અને સેન્ટ્રલ ઝોનના આસી.મેનેજર રાજીવ ગામેતી અને આસી.કમિશનર કગરાના માર્ગદર્શન હેઠળ વોર્ડ ઈન્સ્પેકટર હસમુખ કાપડીયા, જે.કે.જોશી, આરતીબેન નિમ્બાર્ક, કમલેશભાઈ ઠાકર, રાજેશભાઈ ચત્રભુજ, વાલજીભાઈ પરમાર અને તુષાર સોલંકી જોડાયા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.