Abtak Media Google News

વન ટાઈમ સેટલમેન્ટ યોજનાનો લાભ લેવા શહેરીજનોને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલનો અનુરોધ

રાજકોટ મહાનગરપાલિકામાં હાલ ચાલી રહેલા વન ટાઈમ સેટલમેન્ટ યોજના અંતર્ગત વ્યાજ માફી યોજના આગામી ૩૦મી એપ્રિલના રોજ પૂર્ણ ઈ રહી છે. વેરાના બાકીદારોને આ ગોલ્ડન સ્કીમનો લાભ લેવા માટે સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે અનુરોધ કર્યો છે.

તેઓએ જણાવ્યું હતું કે, આગામી વર્ષી મહાપાલિકા દ્વારા કાર્પેટ એરીયા આધારીત વેરા આકારણી પધ્ધતીનો અમલ  વાનો છે ત્યારે વર્ષો જૂના લેણા વસુલવા માટે વન ટાઈમ સેટલમેન્ટ અંતર્ગત વ્યાજ માફી યોજના ૧લી માર્ચી અમલમાં મુકવામાં આવી છે. જે આગામી ૩૦મી એપ્રીલના રોજ પૂર્ણ ઈ રહી છે. આ યોજના અંતર્ગત ૨૫ હજાર સુધીનું વ્યાજ સંપૂર્ણપણે માફ કરી દેવામાં આવે છે. જયારે ૨૫ હજારી ૫૦ હજાર સુધીના વ્યાજમાં ૫૦ ટકા માફી અને ૫૦ હજારી ૧ લાખ સુધીના વ્યાજમાં ૨૫ ટકા સુધીની માફી આપવામાં આવી રહી છે. ત્યારબાદના ચડત તમામ વ્યાજ પર સરેરાશ ૧૫ ટકાની માફી આપવામાં આવે છે. અત્યાર સુધીમાં ૫૧૭૦૦ કરદાતાઓએ મહાપાલિકાની તિજોરીમાં ૨૩.૩૧ કરોડ જેવી રકમ ભરપાઈ કરી દીધી છે. જે પૈકી ૪૯૧૦૦ નિયમીત કરદાતાઓએ વેરાની રકમ ભરપાઈ કરતા તેઓને ‚ા.૨.૧૬ કરોડનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે અને ૨૬૯૬ કરદાતાઓએ વ્યાજ માફીનો વ્યાજ લીધો છે. જેઓનું ૬૮.૩૬ લાખનું વ્યાજ માફ કરવામાં આવ્યું છે. કેશલેસ પેમેન્ટ પધ્ધતિનો પણ આ વર્ષે ઘણા કરદાતાઓએ લાભ લીધો છે.

આગામી ૩૦મી એપ્રીલના રોજ વેરામાં વ્યાજમાફી યોજના પૂર્ણ ઈ રહી છે. બાદમાં બાકીદારો સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. તેઓની મિલકત સીલ કરાશે અને જ‚ર પડયે જાહેર હરરાજી પણ કરી દેવામાં આવશે. વ્યાજ માફી યોજનાનો લાભ લેવા સ્ટેન્ડિંગ કમીટી ચેરમેને બાકીદારોને અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.