Abtak Media Google News

જીએસટી ભરનારાઓ આનંદો

સીબીઆઈસી દ્વારા જાન્યુઆરીથી જીએસટી ભરનારા માટે ત્રિમાસિક અને માસિક પેમેન્ટ યોજના અમલી બનાવાશે

જીએસટી ભરનારાઓ માટે રાહત આપતા સમાચાર સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેકટ ટેકસીસ અને કસ્ટમ્સે આપ્યા છે. જે મુજબ આગામી જાન્યુઆરીથી ત્રિમાસીક રીટર્ન અને માસીક પેમેન્ટ સ્કીમની અમલવારી થશે. પરિણામે આવતા વર્ષથી ટેકસ પેયરને ૧૨ જીએસટીઆર-૩બીના સ્થાને ૪ ભરવાના રહેશે. એકંદરે ટેકસ પેયર હવે પોતાની મનસુફી પ્રમાણે ટેકસ ભરી શકશે.

સીબીઆઈસીના નવા સુધારાના કારણે જીએસટી ટેકસ પેયર હવે પોતાનો ટેકસ સેલ્ફ એસેસમેન્ટના ધોરણે ભરી શકશે. હવે તેને ટેકસ રીટર્ન ભરવા માટે કડાકૂટની પ્રક્રિયામાંથી પારીત થવું પડશે નહીં. એકંદરે ટેકસ ભરવાની પધ્ધતિ એકદમ સરળ પણ થઈ જશે. ગત મહિને ૧૦૦ ટકા નેટ કેસ લાયેબીલીટી ભરી હોય તેના આધારે સેલ્ફ એસેસમેન્ટ કરવા દેવાશે. આ ઉપરાંત ગત ત્રિમાસીકમાં ૩૫ ટકા કેસ લાયેબીલીટીના આધારે એસેસમેન્ટ થશે.

નોંધનીય છે કે, સીબીઆઈસીની નવી યોજનાના કારણે દેશના ૯૪ લાખ કરદાતાઓને સીધી કે આડકતરી અસર થશે. ખાસ કરીને રૂા.૫ કરોડ સુધીનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા હોય તેમના માટે આ નિયમ ખુબ રાહત આપશે. કેન્દ્ર સરકાર જીએસટીની આવક વધારવા માટે પ્રયત્નશીલ છે. બીજી તરફ કરદાતાઓને સરળતા રહે તે માટે પણ સુધારા થઈ રહ્યાં છે. અત્યાર સુધી કરદાતાઓની અનુકુળતા મુજબ ટેકસ ભરવામાં તકલીફ પહતી હતી જો કે સીબીઆઈસીના નવા નિયમના કારણે ટેકસ પેયરો હવે પોતાની મનસુફી પ્રમાણે ટેકસ ભરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.