Abtak Media Google News

ઓર્ડરથી લઈ ઈનવોઈસની પ્રક્રિયા સામેની મુશ્કેલીઓનો તુરંત ઉકેલ આપતી ‘ડાયનાપોર્ટ’ સર્વિસનો વિશ્વના ૮૦ પોર્ટ-ટર્મીનલમાં થઈ રહ્યો છે ઉપયોગ

આઈટી સેકટરમાં ટોચની કંપની ટાટા કન્સલટન્સી સર્વિસીસ (ટીસીએસ) દ્વારા અદાણી પોર્ટ અને સ્પેશિયલ ઈકોનોમીક ઝોન (એપીએસઈઝેડ) દ્વારા સંચાલીત મુદ્રા સહિતના એરપોર્ટને કનડતા પ્રશ્નો માટે ડિજીટલ સમાધાન શોધી કાઢવામાં આવ્યું છે. વર્તમાન સમયે અદાણી પોર્ટ દેશની સૌથી મોટી પોર્ટ ઓપરેટર કંપની છે. તેની સાથો સાથ અદાણી પોર્ટ દ્વારા એન્ડ ટુ એન્ડ લોજીસ્ટિક સર્વિસ પુરી પાડવામાં આવે છે હવે ટીસીએસ સાથે મળીને લોકડાઉન દરમિયાન એક એવી ડિજીટલ સર્વિસ પૂરી પાડવામાં આવી છે. જેમાં ઘણી સુવિધાનું સંચાલન રિમોટથી થઈ શકે છે. એકંદરે આખી સીસ્ટમ ઓટોનોમસ બની શકે છે.

તાજેતરમાં ટીસીએસ દ્વારા બનાવવામાં આવેલી ડાયનાપોર્ટ સર્વિસની અમલવારી અદાણી પોર્ટસ દ્વારા કરવામાં આવી હતી. મુદ્રા ટર્મીનલ ખાતે આ સુવિધા ઉભી કરવામાં આવી છે. આ સુવિધાના માધ્યમથી એક તબક્કે અનેક પાસાઓ ઉપર કામ થઈ શકે છે. એટલે કે, આ સુવિધા મલ્ટી મોડેલ છે. કન્ટેનર, બ્રેક-બલ્ક, લીકવીડ બલ્ક અને રો-રો સહિતની સુવિધાઓ માટે પણ ટાટા કન્સલટન્સી સર્વિસીસ દ્વારા આપવામાં આવેલી પદ્ધતિની અમલવારી થઈ શકે છે. નોંધનીય છે કે, ટાટા ક્ધસલટન્સી સર્વિસીસ દ્વારા બનાવવામાં આવેલી ડાયના પોર્ટ સર્વિસ વર્તમાન સમયે વિશ્ર્વની ૮૦ થી વધુ ટર્મીનલ ઉપર કાર્યરત છે. આ સર્વિસીસના માધ્યમથી ઓડરથી લઈ ઈન્વોઈસ સુધીની પ્રક્રિયા માત્ર ગણતરીની ક્ષણોમાં જ થઈ જતી હોય છે. હાલ ટાટા ક્ધસલટન્સીના ૭૫ ટકા કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યાં છે.  ટીસીએસ વધુને વધુ ડિજીટલ સુવિધાઓ આપવા માટે સજ્જ છે. ખાસ કરીને લોજીસ્ટિકને લગતી સેવાઓમાં સંશોધનો મુદ્દે ટાટા ક્ધસલટન્સીનો હરોળનો ક્રમ આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.