Abtak Media Google News

સંસદના બજેટ સત્રમાં સોમવારે પણ ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ TDP અને AIADMKના સાંસદોના વિરોધને કારણે લોકસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી જ્યારે રાજ્યસભાની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરવામાં આવી છે. તેલુગુ દેશમ પાર્ટી અને YSR કોંગ્રેસ સોમવારે કેન્દ્રની મોદી સરકાર વિરૂદ્ધ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ માટે ત્રણ પ્રસ્તાવ કર્યાં છે. જો કે હોબાળાને કારણે આ પ્રસ્તાવો પર ચર્ચા થવાની આશા ઘણી જ ઓછી છે. સંસદીય બાબતોના મંત્રી અનંત કુમારે જણાવ્યું કે, “અમે વિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવા માટે તૈયાર છીએ, કેમકે અમારી પાસે પૂર્ણ બહુમત છે.” આ પહેલાં શુક્રવારે બંને પક્ષે અવિશ્વાસ પ્રસ્તાવ ગૃહ યોગ્ય રીતે ન ચાલતાં રજૂ કરી શક્યા ન હતા. તે દિવસે તેલંગાના રાષ્ટ્ર સમિતિ, અન્નાદ્રુમક સહિત અનેક પક્ષોએ સાંસદ સ્પીકરની સીટ નજીક ધસી જઈને ભારે હોબાળો કર્યો હતો.

Ls 4 1521439821

કઈ રીતે લાવવામાં આવે છે અવિશ્વાસ પ્રસ્તાવ?

સંસદમાં સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે ઓછામાં ઓછા ગૃહના 50 સભ્યોના સમર્થનની જરૂરિયાત હોય છે. TDP નેતા સી.એમ.રમેશે કહ્યું હતું કે, “સોમવાર સુધીમાં અમે અલગ અલગ પાર્ટીઓના 54 સાંસદોના હસ્તાક્ષર લઈ આવશું અને જે બાદ પ્રસ્તાવને જોરદાર રીતે આગળ વધારીશું.”
જો YSR કોંગ્રેસ અને TDPના સાંસદ બંને અવિશ્વાસ પ્રસ્તાવ માટે સમર્થન આપી દે તો પણ સરકાર વિરૂદ્ધ પ્રસ્તાવ ન લાવી શકાય, કેમકે જ્યાં TDPની પાસે 16 સાંસદ છે તો YSR કોંગ્રેસના 9 સાંસદ છે. બંનેના આંકડા મળીને માત્ર 25 પર જ પહોંચે છે.

 

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.