સિનર્જી ફિલ્ટ્રેશન પ્રા.લિ.નાં સિધ્ધાર્થ પુરોહિતે જણાવ્યુંં હતુ કે અમારી કંપની વોટર ફિલ્ટરેશન કંપોનેન્ટસમાં કામ કરે છે. અમે યુકેએલ કંપોનેન્ટસ અને સીઆરઆઈ પંપસનાં ડિલર્સ છીએ આ ઉપરાંત અમે ૨૫૦ એલપીએચથી ૩ મીટર કયુબ સુધીનાં પ્લાન્ટસનું મેન્યુફેકચરીંગ કરીએ છીએ ઈન્ડસ્ટ્રીયલ પ્લાન્ટસમાં મેઈનટેનન્સ કર્ચ રહે જ છે. ૩ મહિના બાદ કાર્ટેજીસ બદલવા પડે છે. પાણીની ગુણવતા પર પણ મેઈટેનન્સ ખર્ચ આધાર રાખે છે. ભારતનાં પાણીના ટીડીએસ વધી ગયું છે. જે આરઓ થી દૂર થાય છે. એવા મત પણ પ્રવર્તે છે કે આરઓ થી બી ૧૨ ઓછુ થાય છે, પરંતુ ખરેખર પાણીમાં બી ૧૨ હોતુ જ નથી.અમે ભવિષ્યમાં એવી પ્રોડકટસ બનાવવા ઈચ્છીએ છીએ કે જેમાં મેમરનનો વપરાશ જ ન હોય અને ગ્રામ્ય વિસ્તારોને પણ ઓછી કિંમતે શુધ્ધ પાણી મળે.