Abtak Media Google News
ઇન્સ્યોરન્સ કંપની દ્વારા જે મોબાઇલ એપ બનાવવામાં આવવાની હતી તે સમયસર પૂર્ણ ન થતા સુપ્રીમે વધુ બે માસનો સમય આપ્યો

અબતક, નવીદિલ્હી

રોડ અકસ્માતમાં જે ક્લેઇમ ઊભા થયેલા છે તેમાં કરોડો રૂપિયા ટીડીએસ પેટે જમા થઈ ચૂક્યા છે. પરંતુ જે રકમ ભેગી થઇ છે તે મૃતકના આશ્રિતોને યોગ્ય સમયે મળવી જોઈએ તે મળી નથી બીજી તરફ આવકવેરા વિભાગ દ્વારા આ રકમ જે ઝડપ થી રીલીઝ કરવામાં આવી જોઈએ તે પણ થઇ શકી નથી જેને લઈને સુપ્રીમ કોર્ટે સરકારને તાકીદ કરતાં જણાવ્યું છે કે જે રકમ ટીડીએસ રૂપે એકત્રિત થઇ છે તેનું રિફંડ ઝડપભેર આશ્રિતોને આપવામાં આવે. સુપ્રીમ કોર્ટના જણાવ્યા મુજબ 2017 માં થયેલા અનક્લેઇમ ટીડીએસ 600 કરોડ થી પણ વધુ ના હતા જ્યારે વધુ ત્રણ વર્ષનો સમય વીતી ગયા પછી આ રકમમાં અંશે વધારો પણ થયો છે.

બીજી તરફ નાના એવા કરદાતાઓ અથવા તો આશ્રિતોને એ વાતનો પણ ખ્યાલ હોતો નથી કે મૃત્યુ બાદ આવકવેરા વિભાગ દ્વારા ટીડીએસ રૂપે તેનું વળતર પણ મળતું હોય છે અને વિભાગ પણ તેઓને આ અંગેની જાગૃતતા પૂરી પાડવામાં અસમર્થ સાબિત થયું છે. સુપ્રીમ કોર્ટે સરકારને તાકીદ કરી છે કે જે એકત્રિત થયેલી રકમ કે જે રિફંડ પેટે આપવામાં આવનારી હોય, તે રકમ યોગ્ય રીતે આટલી તો મને મળી રહે તે માટેના પગલાઓ યોગ્ય રીતે નિર્ધારિત કરે.

એટલું જ નહીં સરકારે ઈનસ્યુરન્સ કંપનીઓને મોબાઇલ એપ્લિકેશન બનાવવા માટે પણ જણાવ્યું હતું, નિર્ધારિત સમય વીતી ગયા પછી પણ હજુ સુધી તે એપ્લિકેશન બની નથી ત્યારે સુપ્રીમ કોર્ટે ફરી તાકીદ કરતાં જણાવ્યું હતું કે આગામી બે માસના સમયમાં ઇન્શ્યોરન્સ કંપની દ્વારા એપ્લીકેશન બનાવવામાં આવે જેથી આ એપ્લિકેશન નો લાભ લોકો સરળતાથી લઇ શકે અને સિંગલ પ્લેટફોર્મ ઉભો કર્યા બાદ રોડ અકસ્માત સહિતના ઈનસ્યુરન્સ ક્લેમ અંગે પણ તેઓ માહિતી મેળવી શકે અને તેમનું કાર્ય હાથ ધરી શકે. એટલુંજ નહિ સુપ્રીમ કોર્ટે એ વાતનું પણ ધ્યાન રાખી સરકારને તાકીદ કર્યું કે જે લોકો પણ મેળવવા માટે હકદાર છે તેઓને આ અંગે માહિતી ડાન્સ પણ કરવામાં આવવા જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.