Abtak Media Google News

કોકોનટ થિયેટર  પ્રસ્તૃત  ચાય-વાય અને રંગમંચ શ્રેણીમાં રોજ સાંજે આવતા વિવિધ કલાકારો રંગભૂમી નાટકો-ફિલ્મો જેવી વિવિધ  રસપ્રદ વાતો સોશિયલ  મીડિયાના ફેસબુક પેઈજ પર લાઈવ આવીને દર્શકો સાથે તેમના અનુભવો વાગોળે છે ત્યારે અબતક  મીડીયાના  સોશિયલ ફેસબુક પર રોજ સાંજે 6 વાગે  હજારો રસ ધરાવતા કલાપ્રેમી દેશ વિદેશથી જોડાઈ ને મનોરંજન માણી રહ્યા છે. અને

કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાયવાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન  3 નાં લોકપ્રિય લાઈવ શેશનમાં ે ગુજરાતી તખ્તાના સુપ્રસિદ્ધ નિર્માતા શ્રી કૌસ્તુભ ત્રિવેદી એ કલાકાર અને દિગ્દર્શક સાથેનો રિલેશન આ વિષય સાથે એમના ફેન્સ અને નાટ્ય રસિકો સાથે લાઈવ થયા હતા.

તેમણે વધુમાં જણાવ્યું કે નાટક બનાવવું એ લાંબી પ્રક્રિયા છે. આમ તો નાટક વિચારાય  ત્યારે નિર્માતાનું હોય છે, એ લખાય ત્યારે લેખકનું હોય છે, ગોઠવાય ત્યારે દિગ્દર્શકનું હોય છે અને ભજવાય ત્યારે કલાકારોનું હોય છે. પ્રેક્ષકો હંમેશા કહેતા હોય છે કે અમે અમુક કલાકારોના નાટકો જોયું. પણ કલાકારનું નાટક બને એ પહેલા નિર્માતાએ ઘણા ચક્રવ્યૂહમાંથી પસાર થવું પડે છે. કૌસ્તુભ ભાઈએ પોતાની વાત માંડતા જણાવ્યું કે એમણે 1977 થી નાટકોમાં કામ કરવાની શરૂઆત કરી, પ્રથમ ઘણા નાટકોમાં નેપથ્ય કર્યું અને કલાકાર તરીકે કામ કર્યું લગભગ 25 નાટક બાદ નિર્માતા તરીકે શરૂઆત કરી, કોઈપણ નાટકમાં શરૂઆતમાં કલાકારને જ્યાં સુધી ક્ધવીન્સ ન કરીએ ત્યાં સુધી તો એ કામ જ નથી કરતો. કલાકાર બહુ જ ઇન સિક્યોર હોય છે.  ભાઈ નામના નાટકની વાત કરતાં એમણે જણાવ્યું કે એમાં નાટકના કલાકાર તરીકે કામ કરતો હતો અને સાથે નિર્માતા તરીકેની શરૂઆત પણ હતી ત્યારે પ્રવીણ સોલંકી મારી પાસે એક નાટક લઈને આવ્યા જેનું નામ હતું જન્મદાતા જેમાં મહાવીર શાહ હીરો તરીકે હતા. મારું માનવું હતું કે આ નાટક સિદ્ધાર્થ ભાઈ જ કરી શકે પણ સિદ્ધાર્થ ભાઈ તૈયાર નહોતા આખરે મેં સિદ્ધાર્થ ભાઈ પાસે જઈ તેમને નાટક કરવા સમજાવ્યા અને એક નિર્માતા તરીકેની ફરજ પૂરી કરી. જન્મદાતા નાટક બન્યું અને સુપરડુપર હિટ રહ્યું.

પ્રેક્ષકો સાથે વાત કરતા કહ્યું કે જ્યારે જ્યારે વિષય ખૂટે ત્યારે આપણે લોક પાસે જવું પડે. નવો વિષય લોકોમાંથી જ મળે છે. લખાયેલું નાટક જ્યાં સુધી ભજવાય નહિ ત્યાં સુધી એ નકામું જ રહે છે જ્યારે એ ભજવાય ત્યારે જ એ સંપૂર્ણ નાટક કહેવાય છે. 25 વર્ષથી પોતાના ભાગીદાર એવા સંજય ગોરડીયા સાથેની વાત કરતાં જણાવ્યું પાર્ટનર સાથે એમણે કરો કંકુના નાટક બનાવ્યું હતું જે ખૂબ લાંબુ બન્યું હતું જેનો પ્રયોગ સાડા ત્રણ કલાક ચાલેલો. પ્રેક્ષકોને ડિમાન્ડને લીધે લેખક અને દિગ્દર્શક ને મનાવી સાડા ત્રણ કલાક પરથી અઢી કલાક નું નાટક કર્યું નિર્માતા તરીકે આ એક ચેલેન્જ હતી પણ લેખક અને દિગ્દર્શક ને મનાવ્યા અને એ નાટક સડસડાટ ચાલ્યું.  લોકોને સારું જોવું જ છે પણ શું સારું એ નક્કી કરનાર માત્ર નિર્માતા જ હોઈ શકે.  દિગ્દર્શકની પણ કલાકારો પાસે કામ કરાવવાની કામ કઢાવવા ની પોતાની આગવી સ્ટાઈલ હોય છે પર નિર્માતાએ બધાને સાચવીને ચાલવું પડે છે રોલ નાનો મોટો હોઈ શકે પણ કલાકાર ક્યારે નાનો મોટો હોતો નથી

કોરોના કાળમાં રંગભૂમિના આવનારા સમય વિશે જણાવ્યું કે સતત નવા નવા વિષયો શોધતા જ રહેવું જોઈએ. કલા નો ચેપ લાગવો જોઈએ. તો જ સારું નાટક બની શકે  પહેલા કરો મંથનની પ્રક્રિયા તો જ શક્ય છે કે ધુમાડા અને ધુમ્મસ માંથી રત્ન મળી આવે સતત મંથન કરતાં રહેવું પડે મંથન કરીએ તો કોઈ અલગ વિષય મળી આવે અને પ્રેક્ષકોને શું ગમશે અને નિર્માતા એ નક્કી કરવું જોઈએ અને શોધતા રહેશો તો કંઈક અલગ અને નોખું જરૂરથી મળી આવશે. કૌસ્તુભ ભાઈનો ચાહક વર્ગ કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાયવાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ માં જોડાયો. અને એમની લાઈવ વાતો સાંભળી કઈક નવું જાણ્યું, તમે જો કૌસ્તુભ ત્રિવેદી અને બીજા ગુજરાતી રંગભૂમિનાં અનુભવી કલાકારોને જોવા અને સાંભળવા માંગતા હો તો કોકોનટ થીયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6;00 વાગ્યે લાઈવ જોઈ શકો છે.

અબતક સોશિયલ મીડિયાના ફેસબુક પેઈજ ઉપર આ શ્રેણીનું દરરોજ સાંજે 6 વાગે લાઈવ પ્રસારણ માણો

શ્રેણીમાં આવશે આ કલાકારો

29મીએ આશિષ ભટ્ટ,

30મીએ ધર્મેશ વ્યાસ,

1 જૂન સુરેશ રાજડા,

2 જૂન દિલિપ રાવલ

3 જૂન જયસુખ રાવલ

4 જૂન વિરલ રાચ્છ

5 જૂન પરેશ દરૂ

6 જૂન પ્રતાપ સચદેવ

7મીએ અપરા મહેતા

8મીએ કપિલ દેવ શુકલ

9મીએ પ્રિતેશ સોઢા

10મીએ અરવિંદ વેકરીયા

11 મીએ રાજીવ મહેતા

12 મીએ ભૌતેશ વ્યાસ

આજે રંગભૂમિ-ફિલ્મોના જાણિતા અભિનેત્રી અનપૂર્ણા શુકલ

Screenshot 13 1

‘ચાય વાય અને રંગમંચ’ શ્રેણીમા આજે સાંજે  6 વાગે કોકોનટ થિયેટર અને અબતક મીડીયાના સોશિયલ પ્લેટફોર્મ ઉપર ગુજરાતી રંગભૂમિ ગુજરાતી ફિલ્મો ટીવી ધારાવાહીકના ખૂબજ જાણીતા માનીતા સુપ્રસિધ્ધ અભિનેત્રી અનપૂર્ણા શુકલ લાઈવ આવીને  સંઘર્ષથી  સફળતા સુધીની સફર વિષય પર તેમના  અનુભવો પ્રસંગોની વાત કરશે તેમના સ્ટેજ ઉપરના સંવાદો છટાથી પ્રેક્ષકોને ખૂબજ મનોરંજન મળે છે. ઘણી ગુજરાતી ફિલ્મોમાં  તેમણે સુપરડુપર અભિનય કરીને તેને સફળ બનાવી હતી. પારિવારીક નાટકોમાં  તેમનું પાત્ર ખૂબજ મહત્વનું હોવાથી તેની અભિનય કલા નીખરી ઉઠતી હતી. નાટકોમાં તેમણે લગભગ તમામ પાત્રોને જીવંત કરીને પ્રેક્ષકોની વાહવાહ મેળવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.