‘ચાય-વાય અને રંગમંચ’: કોઈપણ આર્ટીસ્ટની પોતાની અભિવ્યકિત રજૂ કરવાની આવડત એટલે આર્ટ: સુરેશ રાજડા

સોશિયલ મીડિયાના ફેસબુક પ્લેટફોર્મ ઉપર ગત તા.12મીથી  ગુજરાતી તખ્તાનો સંગ કોકોનટ થિયેટરની શ્રેણી ‘ચાય વાય અને રંગમંચ’ ધુમ મચાવી રહી છે. દેશ-વિદેશનાં કલા રસિકો પોતાના  ગમતા કલાકારોને લાઈવ નિહાળીને તેના અનુભવો જોઈ સાંભળી રહ્યા છે. ત્યારે  અબતકના  સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર પણ દર્શકોમનોરંજન માણી રહ્યા છે.

રાજડા ગુજરાતી રંગભૂમિનું એક મોટું નામ લેખક,દિગ્દર્શક, કલાકાર તરીકેની અનેક જવાબદારીઓ સંભાળતા આઈ.એન.ટી. નાં સભ્ય. કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાયવાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન-3માં રિસ્પોન્સીબલ રાઈટીંગ આ વિષય પર  કોકોનટ ફેસબુક પેજ પર લાઈવ આવ્યા અને એમના ફેન્સ અને દર્શકો સાથે વાત કરી. સુરેશ ભાઈએ રિસ્પોન્સીબલ રાઈટીંગ પર વાત કરતા પહેલા નાટકનો લેખક કોને કહેવો એ વિષે જણાવ્યું કે નાટકના થીયેટરમાં નાટક તરીકે જે લખાણ વપરાય છે જે બધા જ જુએ છે એ લખનાર એક જવાબદાર માણસ એટલે લેખક. કલાના ઘણા પ્રકાર છે જેનાર્ત કહેવાય, પ્રથમ આર્ટ એટલે શું ? કોઈપણ આર્ટીસ્ટની પોતાની અભિવ્યક્તિને રજુ કરવાની આવડત એટલે આર્ટ. કલાકાર પોતાની આવડત પ્રેક્ષકો સુધી કેવી રીતે રજુ કરે છે ? નાટકનો લેખક કે કોઈ ચિત્રકાર જ્યારે પોતાના કલ્પના જગતને કેનવાસ પર કે પેપર પર ઉતારે છે ત્યારે એ પોતે જે જીવન જીવી ચુક્યા હોય છે એનો આધાર લેવો પડે છે. નાનપણથી એ જે જીવન જીવ્યો હોય અથવા તો  જે જોયું હોય માણ્યું હોય એ બધું જ એના પાત્રોમાં, વાર્તામાં દેખાય.

ટેકનીકની વાત યાદ કરતા સુરેશ ભાઈએ જણાવ્યું કે એમને બે પાત્રી નાટક ગમ્યું હતું જે એમણે લેખક પાસે લખાવ્યું પણ સંજોગો વશાત ખબર પડી કે એ જ વિષયનું નાટક એમના મિત્ર દીન્યાર કોન્ટ્રેકટર મુંબઈમાં નાટક બનાવી રહ્યા છે પણ એમના નાટકમાં બે પાત્ર નહિ પણ બે થી વધુ પાત્રો હતા, જેમાં મુખ્ય રોલ ભજવ્યો દિપક ઘી વાલા એ અને અમે નાટક બનાવવાનું માંડી વાળ્યું. એમનું નાટક રીલીઝ થયું અને ચાલ્યું. લગભગ એક વર્ષ બાદ એ જ નાટકનો શેઈપ બદલીને કરવાની ઈચ્છા થઇ. પ્રથમ અંક લખાઈ ચુક્યો હતો જે દીપક ઘી વાલા ને સંભળાવ્યું જેમને વિષય ખુબ ગમ્યો ત્યારે એમને જણાવ્યું કે આ એ જ નાટક છે જેમાં તમે રોલ ભજવી ચુક્યા છો એ નાટકમાં અનેક પાત્રો હતા જ્યારે આમાં માત્ર બે જ પાત્રો છે. નાટકની ટેકનીક ની રીત જો ખબર હોય તો એક જ વિષયની ટેકનીક બદલી અલગ અલગ રીતે રજુ કરી શકાય છે.

રિસ્પોન્સીબલ લેખન વિષે જણાવ્યું કે નાટકનાં લેખકના વિચારોમાં સ્પષ્ટતા  હોવી જોઈએ નાટકની શરૂઆત , મધ્ય અને અંત કેવો કરવો છે આ સ્પષ્ટતા લેખકના મગજમાં હોવી જ જોઈએ. લેખક નાટકના દરેક પાસાઓનો જાણકાર હોવો જોઈએ. પ્રેક્ષકને લેખક ક્ધફયુઝ ન લાગવો જોઈએ. બીજી શરત એ કે લેખકને મને શું જોઈએ છે એ બાબતે ખુબ જ ચોક્કસ હોવો જોઈએ, એકયુરેટ હોવો જોઈએ. લેખકને સતત પ્રશ્ન થવો જોઈએ કે પ્રેક્ષકને આ નાટક સમજાશે કે નહિ ? નાટક ક્યારેય મિસ કોમ્યુનિકેટ ન થવું જોઈએ. પ્રેક્ષકોના સવાલના જવાબ આપતા કહ્યું કે હોનારત નાટક એમનું પ્રિય નાટક રહ્યું છે, નાટકનો પ્રથમ સર્જક લેખક છે અને લેખનના મનની વાત જે શબ્દોમાં ઉતારી છે એને પ્રેક્ષકો સુધી દિગ્દર્શક પહોચાડે છે. ક્યારેક નાટકો કલાકારને ધ્યાનમાં રાખીને લખાય છે અને ક્યારેક નાટકને યોગ્ય કલાકાર લેવાય છે આવા અનેક સવાલોના ખુબ જ સુંદર અને સમજણભર્યા જવાબ આપ્યા.  સુરેશભાઈનું આ સેશન દરેક નવા લેખકે ખાસ જોવા જેવું છે.

કોવીડ કાળ બાદ રંગભૂમિનો સમય કેવો રહેશે ? એના જવાબમાં સુરેશ ભાઈએ એમના ફેન્સ ને જણાવ્યું કે ગુજરાતી રંગભૂમિનો આવનારો સમય પણ ખુબ જ સારો હશે. થિયેટરે પણ નવા પ્રેક્ષકો માટે સારા નાટકોની તૈયારી કરવી પડશે. સારી સ્ક્રીપ્ટની ડિમાન્ડ રહેશે.

‘અબતક’ના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ફેસબુક પેઈજ ઉપર દરરોજ સાંજે 6 વાગે નિહાળો લાઈવ પ્રસારણ

સુરેશભાઈને ચાહનારો એક આગવો જ પ્રેક્ષક વર્ગ છે જે આજે કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાયવાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન-3 ઇન એસોશિયન વિથ શિંભસયક્ષિંશક્ષષફ.શક્ષ માં જોડાયો. તમે જો સુરેશ રાજડા અને બીજા ગુજરાતી રંગભૂમિનાં અનુભવી કલાકારોને જોવા અને સાંભળવા માંગતા હો તો કોકોનટ થીયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6;00 વાગ્યે જોઈ શકો છે. આવનારા મહેમાનોમાં ટીકુ તલસાણીયા,વંદના પાઠક, શરદ વ્યાસ, અરવિંદ વેકરીયા, પ્રતાપ સચદેવ જેવા રંગભૂમિનાં પ્રખ્યાત મહેમાનોને લાઈવ જોઈ શકશો.

આજે સેટ ડીઝાઈનર જયસુખ રાવરાણી

કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય અને  રંગમંચ’ શ્રેણીમાં આજે સાંજે 6 વાગે નાટ્ય જગતમાં  પ્રસિધ્ધ દેશ-વિદેશમાં અદ્ભૂત સેટ્સ બનાવનાર જાદુગર જયસુખ રાવરાણી પોતાની  રંગભૂમિની યાત્રા સાથે નાટકોના સેટ્સ નિર્માણની વાતો સાથે  તેમના અનુભવો વાગોળશે. તેમનોઆજનો વિષય ‘નાટકમાં સેટ્સનું મહત્વ’ છે. રંગભૂમિમાં નાટકનાં  સેટ્સનું મહત્વ વિશેષ હોય છે. થોડી જ પળમાં દ્રશ્ય બદલાય જાય તેનો સંપૂર્ણ જશ આ સેટ ડીઝાઈનરને ફાળે જતો હોય છે. અબતકના ફેસબુક પેઈજ પર જયસુખભાઈ રાવરાણીને જોવા સાંભળવાનો લ્હાવો ચૂકશો નહીં.

 

એકિટીંગ શીખી  શકાતી નથી, આ શ્રેણીજોઈને  યુવા કલાકારો  ઘણુ શીખી  શકશે:
ગીતકાર અને કલાકાર દિલિપ રાવલ

ગુજરાતી નાટકના કલાકાર,લેખક,દિગ્દર્શક, કવિ, એન્કર, ગીતકાર એવા અનેક ક્ષેત્ર સાથે સંકળાયેલા દિલીપ રાવલ આજે કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાયવાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન-3માં મહેમાન બન્યા એમનો વિષય હતો રોલ ઓફ થીયેટર ઇન માય પ્રોગ્રેસ, મારી પ્રગતિમાં થિયેટરનો ભાગ. આંગીકમ ભુવનમ યસ્ય..વાચિકમ સર્વ વાંગ્મયમ.. નટરાજ સ્તુતિ સાથે રંગભૂમિની વાતની શરૂઆત કરી દિલીપ ભાઈએ. મુંબઈની વ્યાવસાયિક રંગભૂમિ સાથે લેખક, ગીતકાર અને અભિનેતાનાં નાતે સંકળાયેલો છું. બ્રામ્હણ પરિવારમાં ઉછરેલો એટલે શ્લોકો, ભાષા શુદ્ધિ અને પુસ્તકો સાથે પ્રેમ ખરો. સ્કુલ કાળમાં ગુરુતુલ્ય વનલત્તા મહેતા સાથે અનેક રેડિયો અને ટીવી નાટકો ભજવ્યા. લાલા લજપતરાય કોલેજમાં એડમીશન લીધું અને ત્યાંથી જ નાટકોની સ્પર્ધામાં ભાગ લીધો. જેમાં પ્રતાપ ઓઝા નાં શબ્દો થકી નાટક લખવાની પ્રેરણા મળી. રોલ ઓફ થીયેટર ઇન માય પ્રોગ્રેસ, વિષય પ્રમાણે પ્રોગ્રેસ થતો રહ્યો.

મોટા લેખકોનાં કહેવાથી વ્યાવસાયિક રંગભૂમિ પર લખવાની શરૂઆત કરી. સમય સડસડાટ ચાલતો હતો નોકરી અને અમેરિકાની ટૂર આ બે માંથી કોની પસંદગી કરવી એની અવઢવમાં અંતે મમ્મીના કહેવા પ્રમાણે મનની વાત માની અને નોકરી છોડીને નાટકને પ્રેમ કર્યો. અને ત્યારબાદ નામાંકિત દિગ્દર્શકો સાથે નાટક કરવાનો સિલસિલો ચાલુ થઇ ગયો.સીરીયલની વાત યાદ કરતા દિલીપ ભાઈએ કહ્યું કે વિપુલ મહેતાના કહેવાથી એકતા કપૂરની મોટી સીરીયલ મળી અને એમને મારું કામ ખુબ ગમ્યું. અને સિરિયલ લખવાનો અને એમાં રોલ ભજવવાનું શરુ થાય. પ્રગતિ થઇ. સાથે નાટકો તો ખરા જ. તમે નાટકના ગમે તે ક્ષેત્રમાં હો પણ સાચી ધગશ અને નિષ્ઠા તમારી પ્રગતિમાં અચૂક ભાગ ભજવે છે. ગીતકાર તરીકેની સફર વિષે દિલીપ ભાઈએ કહ્યું કે કાવ્ય સંપદા માં એમનાં ગીતો સાંભળી સુરેશ રાજડાએ એમને પોતાના નાટકમાં ગીતો લખવાનું કહ્યું અને ત્યારથી ગીતો લખતા થયા તો આજ સીધી લગભગ પંદરસો થી વધુ કવિતાઓ,ગઝલ અને ગીતો લખ્યા હશે. તમારું મનગમતું કામ કયું એવા પ્રેક્ષકોના સવાલનો જવાબ આપતા દિલીપ ભાઈએ જણાવ્યું કે દરેક હું મારું દરેક કામ પછી એ નાટક હોય કે સીરીયલ ખુબ નિષ્ઠાથી કરું છું. અને દરેક કામમાંથી મને નવું કઈક શીખવા મળે છે, નવી ઉર્જા અને નવી હિમ્મત મળે છે.ઓન લાઈન નાટકો બાબતે કહ્યું કે નાટક એ જીવંત પ્રવૃત્તિ છે એને ઓન લાઈન જોવું થોડો સમય ગમે પણ સતેજ અને થિયેટર જેવી મઝા ન આવે.

આવનારી પેઢીના લેખકો માટે દિલીપ ભાઈએ એક સરસ વાત કરી કે હજારો અને લાખો રૂપિયા ખરચીને પણ કલાકાર એક્ટિંગ નથી શીખી શકતા એ યુવાનો જો માત્ર કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાય વાય એન્ડ રંગમંચનો કાર્યક્રમ જોશે તો ઘણું શીખી શકશે.  કોવીડ કાળ બાદ પણ રંગભૂમિ ફરી ધમધમશે. ગુજરાતી રંગભૂમિનો આવનારો સમય પણ ખુબ જ સારો હશે. લેખક, કવિ એવા દિલીપ ભાઈનો એક આગવો જ પ્રેક્ષક વર્ગ છે.