Abtak Media Google News

ગત્ માસની 12મી તારીખ  દરરોજ સાંજે  કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય વાય અને રંગ મંચ’ શ્રેણી-3માં રોજ  સાંજે 6 વાગે ટીવી  ફિલ્મો, નાટકોનાં વિવિધ  કલાકારો લાઈવ આવી ને  વિવિધ વિષયો ઉપર પોતાના  વિચારો અનુભવો  વાગોળે છે.આ કાર્યક્રમનો દેશ-વિદેશના કલારસિકો બહોળી સંખ્યામાં જોડાઈને મનોરંજન મેળવી રહ્યા છે.

ફ્રોમ રાઈટીંગ ટુ સ્ટેજીંગ અ પ્લે લેખન થી નાટકના મંચ સુધી. જેવા અનોખા વિષય સાથે ગુજરાતી રંગભૂમિના નિર્માતા, કલાકાર, લેખક અને દિગ્દર્શક નિમેશભાઈએ ચાય વાય એન્ડ રંગમંચનાં લાઈવ શેશન માં વિવિધ  વાતો કરી હતી.  મૂળ નવસારીના નિમેશ ભાઈએ જણાવ્યું કે દરેક વ્યક્તિ એક કલાકાર હોય જ છે. નાનું બાળક મમ્મી પપ્પા સામે, સ્કુલમાં જતા કે મિત્રો સામે એક્ટિંગ કરતો જ હોય છે. નાટકના માધ્યમ દ્વારા તમે તમારી વાર્તા પ્રસ્તુત કરો છો. લગભગ ચોથા ધોરણમાં હતો ત્યારે મેં સ્વ.ઉપેન્દ્ર ત્રિવેદીનું નાટક પારિજાત નવસારીમાં જોયું. ત્યારબાદ છટ્ઠા ધોરણથી નાટકની શરૂઆત કરી, નવસારીમાં જ ઉદય આર્ટ ગ્રુપ સાથે નાટકો કર્યા. બાળપણથી નાટકો કરવાનો ચસ્કો લાગી ગયો હતો. વડોદરા એમ.એસ યુનીવર્સીટી માં સ્ટેજ,લાઈટ્સ,નેપથ્ય, અભિનય જેવા નાટકના દરેક પાસાઓ શીખ્યા.

મૂળ વિષયની વાત કરતા નિમેશભાઈએ કહ્યું કે નાટ્ય લેખનમાં સૌથી અગત્યની બાબત એ નાટકનો પ્લોટ નહિ પણ પાત્ર હોઈ શકે. જેમ નાટક માટે વાર્તા જરૂરી છે એમ નાટકનો ગ્રાફ શરૂઆત, મધ્ય અને અંતની જાણકારી પણ જરૂરી છે. નાટકનું બંધારણ પણ જરૂરી છે. વડોદરાથી મુબઈ આવ્યા સુધીમાં કલાકાર, ટેકનીશીયન અને દિગ્દર્શનનાં કામ શીખ્યા. મુંબઈમાં આવ્યા બાદ પ્રસિદ્ધ દિગ્દર્શક હોમી વાડિયા સાથે જોડાયો અને લેખક જ્યોતિ વૈદ્ય નાં લહિયા તરીકે કામ કર્યું. એમની સાથે નાટકો લખતા ઘણું શીખવા મળ્યું અને જાણ્યું કે નાટકની શરૂઆતમાં એક માહૌલ બાંધવો પડે. જેથી પ્રેક્ષકો નાટક સાથે જોડાય. મૂળ તો થિયેટર મેક બિલીફ આર્ટ કહેવાય જેમાં માત્ર વાતોથી કે સજેશનથી તમે સ્ટેજ પર ચંદ્ર કે ગાડી અથવા કોઈ દ્રશ્ય વગેરે દેખાડી શકાય. પણ ગુજરાતી તખ્તા પર સાક્ષાત પાણીની રેલ, ટ્રેન એકસીડન્ટ, કાર જેવી ઘટનાઓ દેખાડવાની પ્રથા છે. અને પ્રેક્ષકો પણ એ જોવા ટેવાયેલા છે. નાટકમાં અલગ અલગ થિયેટરમાં સન્નિવેશ બદલાય ? એવા સવાલના જવાબમાં નિમેશ ભાઈએ કહ્યું કે મુંબઈના અલગ અલગ થિયેટરમાં સન્નીવેશ બદલાય છે અને સેટ ડીઝાઈન એ રીતે જ થાય છે કે દરેક જગ્યાએ સેટ વ્યવસ્થિત ગોઠવાય. ફરી પોતાના વિષય પર આવતા જણાવ્યું કે નાટક લખતી વખતે પ્રિલ્યુડ હોય. લખતી વખતે નાટકની કાચી વાર્તા હોવી જ જોઈએ, અને દરેક પાત્રની બેક સ્ટોરી, એના વિશેની નાની નાની વાતો તમને ખબર હોવી જોઈએ.

કાલે ટીવી ધારાવાહિક-નાટકો ફિલ્મોના જાણીતા કલાકાર સુનિલ વિસરાણી લાઈવ આવશે

દિગ્દર્શકની જવાબદારી વિષે વાત કરતા નિમેશ ભાઈએ જણાવ્યું કે નાટકમાં કલાકારની મુવમેન્ટનું પણ મહત્વ છે. કયો કલાકાર શા માટે એક બાજુથી બીજી તરફ જાય છે ? શા માટે રીએક્શન આપે છે ? એની પણ ખબર હોવી જોઈએ.બીજી ખાસ કલાકારે પાત્રમાં રહેવું. સતત પોતાના પાત્રમાં રહી બીજા કલાકાર સાથે હાવભાવની આપ-લે પણ જરૂરી છે. અને ખાસ કલાકાર તરીકે લખેલા પાત્રને ભજવવાની વાત કરતા જણાવ્યું કે મેં પોતે ક્રિએટ કરેલા પત્રને મારે જ દિગ્દર્શિત કરેલા પાત્રને મારે જ કલાકાર તરીકે ભજવવાનું હોય ત્યારે લેખક, દિગ્દર્શક અને કલાકાર મનમાં એકબીજા સાથે લડતા હોય છે. પણ મને દરેક કામ કરવાનો આનંદ મળે છે. અને આખરે હું મારી જાત પર વિજય મેળવું છું. લેખકની જવાબદારી શું ? એના સવાલમાં નીમશ ભાઈએ જણાવ્યું કે આવનારા સમયમાં નાટકનાં વિષયની સાથે સાથે નાટકના મંચનમાં પણ નવીનતા લાવવી પડશે.અને લેખકોએ લોકડાઉનમાં ઓટીટી પર જોયેલ સીરીઝ કરતા અલગ એવા નાટકો લખવા પડશે. કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાય-વાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન-3 ઇન એસોશિયન  માં નિમેશ દિલીપરાયનાં અનેક ચાહકો જોડાયા  હતા.

‘અબતક’ સોશિયલ મીડિયાના ફેસબુક પેઈજ ઉપર  દરરોજ સાંજે  6 વાગે આ શ્રેણીનું  લાઈવ પ્રસારણ માણો

 તમે  બીજા ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને જોવા અને સાંભળવા માંગતા હો તો કોકોનટ થીયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6 : 00 વાગ્યે લાઈવ જોઈ શકો છે. આવનારા મહેમાનોમાં વંદના પાઠક, ટીકુ તલસાણીયા, દર્શન જરીવાલા, રાજેશ જોશી, ઉમેશ શુક્લા, મીનળ પટેલ, દીપક ઘીવાલા જેવા રંગભૂમિનાં પ્રખ્યાત મહેમાનોને લાઈવ જોઈ શકશો.

આજે રંગભૂમિને પ્રકાશ મય બનાવનાર ભૌતેશ વ્યાસ લાઈવ આવશે

નાટકમાં લેખન-દિગ્દર્શન-રંગભૂષા, વેશભૂષાનું જેટલુ મહત્વ છે. તેટલું જ પ્રકાશ રચનાનું મહત્વ છે. રંગભૂમિમાં નાટકોમાં છેલ્લા 45 વર્ષથી ખૂબજ જાણીતું નામ ભૌતેશ વ્યાસનું છે. ભૌતેશભાઈ રંગભૂમિને  વધુ પ્રકાશમય બનાવીને નાટકને તેના શ્રેષ્ઠ પળનાં દ્રશ્યો  અને  કલાકારની વેદના સંવેદના તેના વિવિધ પ્રકાશમય કારણે દિપી ઉઠે છે. નાટય જગતમાં ભૌતેશ વ્યાસ ઘણા જુના સિનિયર આર્ટીસ્ટ છે. નાટકો, ફિલ્મોમાં તેની સ્પેશિયલ  ઈફેકટ્સથી પ્રેક્ષકો આફરીન થઈ જાય છે.  આજે કોકોનટ થિયેટરની શ્રેણીમાં તેઓ ‘લાઈટીંગ અને સ્પેશિયલ ઈફેકટસનું નાટકમાં મહત્વની વાતો અનુભવો રજૂ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.